STORYMIRROR

Margi Patel

Tragedy Others

3  

Margi Patel

Tragedy Others

મારી દીકરી

મારી દીકરી

1 min
269

મગનભાઈના ઘરમાં હંમેશા લતા અને રાહુલ વચ્ચે ભેદભાવ થતો જ રહેતો. લતા મગનલાલના આવા વ્યવહારથી ખુબ જ દુઃખી થતી. છતાં લતા તેનું દુઃખ છુપાવીને ખુશી ખુશી તેનું કામ કરતી હતી.

એક દિવસ રસ્તામાં લતા એક પિતા તેની દીકરીને પ્રેમ કરતાં દેખીને તેની આંખમાં પાણી આવી ગયું. અને બસ એક નજરે તેમને ના પ્રેમને નિહાળ્યા જ કરતી હતી.

મગનભાઈને દીકરીના લગ્ન કરવવાની ઉતાવળ વધારે હોવાથી છોકરાવાળા જોડે લતા સામે લગ્નમાં 3 લાખ રૂપિયા લઈને લગ્ન કરાવી દીધા.

થોડા દિવસ જતા લતા તો તેની સાસરીમાં ખુબ જ ખુશ હતી. લતાને તેના સાસુ માં માતા અને સાસરામાં પિતાનો પ્રેમ ખુબ જ મળી રહ્યો.

પણ બીજી બાજુ રાહુલને આટલા લાડપ્યારથી ઉછેર કરેલો આજે દારૂ પીને મગનભાઈ પાસેથી પૈસા લઈને ઘરની બહાર નીકાળી દીધા. સવાર સુધી મગનભાઈ એ ત્યાંજ રાહ દેખી કે હમણાં રાહુલ બોલાવશે. હમણાં મને ભેટી પડશે. પણ મગનભાઈનું આ સ્વપ્ન સ્વપ્ન જ રહી ગયું.

થોડા દિવસ જતા ગામમાંથી કોઈએ લતા ને ફોન કરીને બધી વાત કહી. ત્રણ કલાકમાં જ લતા આવી ગઈ. અને તેના પિતાજીને રસ્તા ઉપરથી ઉઠાવીને તેના ઘરે લઈ ગઈ. મગનભાઈને હોશ આવતા જ લતાને તેના સામે દેખીને બસ આંખોમાં પસ્તાવા અને આંસુ સાથે બે હાથ જોડી ને લતા ને "મારી દીકરી" કહીને માફી માંગે છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy