STORYMIRROR

Sangita Dattani

Drama

4  

Sangita Dattani

Drama

નાતાલની ઉજવણી

નાતાલની ઉજવણી

1 min
416

દિવાળીના તહેવારો પૂરા થયા ન થયા ત્યાં નાતાલનો તહેવાર ઉજવવાની તૈયારી શરૂ થઈ ગઈ. ક્રિસમસ ટ્રી, તેના ડેકોરેશનની વસ્તુઓની ખરીદી, જુદા જુદા કલરના ગિફ્ટ પેક, જુદા જુદા રંગ અને આકારની મીણબત્તીઓ જોઈને સલોનીનું મન ઝૂમી ઊઠ્યું.

પેરિસના એક પરગણામાં મમ્મી, પપ્પા અને ભાઈ સાથે રહેતી બાવીસ વર્ષની સલોની વિચારમાં પડી ગઈ કે હજી દિવાળીનો થાક તો ઉતર્યો નથી અને બોસે ક્રિસમસની પાર્ટીથી માંડીને ડેકોરેશન, બધા જ કામદારોને દર વર્ષે આપવામાં આવતી ભેટો, અવનવી મીઠાઈઓનું પેકિંગ વગેરેનો ભાર સલોનીને આપ્યો હતો. 

ઘરમાં પગ મૂકતાં જ મમ્મીને કહ્યું કે, "મમ્મી, આ વખતે જરા મને મદદ કરવી પડશે નહીંતર હું પહોંચી નહીં વળું."

મમ્મીએ પ્રેમથી સલોનીને સમજાવતાં કહ્યું કે, "આજ તો ઉત્સવની મજા છે. મદદ તો હું કરીશ જ પણ તારે સુંદર સજાવટ કરીને બધાના મન મોહી લેવાના છે. ઉત્સવ કે તહેવારો જો જીવનમાં ન હોય તો જીવન નીરસ બની જાય છે. એટલે જ તો કહ્યું છે, ઉત્સવ પ્રિયા: ખલુ મનુષ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama