Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Medha Antani

Inspirational Others

5.0  

Medha Antani

Inspirational Others

ઢાંકપીછોડો

ઢાંકપીછોડો

2 mins
14.3K


અગાઉથી મળેલી પાકી ટીપ અને પ્લાન ઓફ એક્શન મુજબ, એસ.પી સાહેબની આગેવાની હેઠળ પોલીસ ટીમે રાતે ફાર્મ હાઊસ પર છાપો મારતાં વેંત, શહેરના કેટલાય હાઈપ્રોફાઈલ કહેવાતા પરિવારોના નબીરાઓ રેવ પાર્ટી કરતા પકડાઈ ગયા. ટીમ ધડાધડ સહુને ઝબ્બે કરી રહી હતી.

રૂમમાંથી નશામાં અને વાંધાજનક હાલતમાં કેટલાંક કપલ્સ મળી આવ્યાં. એમાંનો એક તો જાણીતા ફિલ્મએક્ટરનો દિકરો હતો. મીડિયા તૂટી પડી. એની સાથે પકડાયેલી છોકરીના ચહેરા પરથી અચાનક દુપટ્ટો સરક્યો, એ જોતાં જ એસ.પી ધ્રૂજી ઊઠ્યા. ચહેરો લાલઘૂમ થઈ તમતમી ગયો, આંખો ફાટી રહી. મીડિયા છોકરીને કવર કરવા ધસી આવી.

એસ.પી સાહેબના પગ મીણના થવા લાગ્યા.પસીનો વળી ગયો. એ જ ક્ષણે છોકરીને પકડીને ઊભેલી લેડી કોન્સ્ટેબલ ગરજી: "..એ..ય..આતા દૂર રહા. હી મૂલગી આમચી બાતમીદાર આહે. ટીમમેમ્બર આહે..ચલા ચલા, ઝાઊન દ્યા." બોલી ભીડ વચ્ચેથી બાવડું ઝાલીને છોકરીને ખૂણામાં લઈ ગઈ. પાછળ એસ.પી ઢસડાયા. છોકરી સામે જોઈ, એને કચકચાવીને એક લગાવી..અને પછી હાથ જોડી લેડી કોન્સ્ટેબલ સામે, ઝળઝળીત નયને, શબ્દો ન જડતા હોય એમ ફફડતા હોઠે, થથરતાં થથરતાં,હાથ જોડીને ઊભા રહ્યા.

અદબ ભીડીને એ ધારદાર સ્વરે બોલી: "સર..આજે મારે માટે સારો મોકો હતો બદલો લેવાનો. એક જ મીનીટમાં તમને બેયને મીડીયા સામે ઊઘાડા કરી દેત...તમે તે દિવસે મારી સાથે જબરજસ્તી જે કર્યું હતું એ પણ."

આ સાંભળતાં જ તમાચાથી ફસડાઈ પડેલી છોકરી એની સામે જોઈ રહી. છોકરી તરફ આંખો ખોડી એ બોલતી ગઈ : "પણ, ગુમાવવાનું દુઃખ શું હોય એ હું જાણું છું અને મારી, મારા ઘરનાંની બદનામીનો ય ડર છે મને. ..જવા દો !, ઢાંકી દીધી તમારી આબરૂ જાહેરમાં છળતાં,જાઓ..!"

"પણ હવે,...",એસ.પી તરફ વળી,આંખોથી ત્રાટક કરતાં ઠંડો ચાબખો માર્યો : "જીંદગીભર બન્ને સામસામે આબરૂનો ઢાંકપીછોડો કઈ રીતે કરી શકશો ?"

અને જમીન પર ધબ્બ દઈને પડી ભાંગેલા બાપદીકરીને ત્યાં જ રહેવા દઈ એ બાકીની ટીમ સાથે ભળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational