લે ! આવું કેમ ?
લે ! આવું કેમ ?
પહેલાં ના સમયમાં
સાસુ : "વહુ બેટા ! આજે શીતળા સાતમ છે. મંદિરે જઈ, માથે ઓઢી, શ્રધ્ધાથી શીતળા માને પગે લાગો. નાગલા ચડાવી, કૂલેર ધરી અને માની પૂજા કરી આવો. ગગા, ગગીને ય લોટાડજો માતાજી પાસે ! શીતળામા કોપ કરે, તો જીવતે જીવ લઈ લે છોકરાંવનો. શીતળામાનાં આશિર્વાદ હોય, એને વાળેય વાંકો ન થાય. અને હા,આજે આપણેે ટાઢું ખાશું. છોકરાંઓની મા ટાઢું ખાય, મા છોકરાં બેયના કોઠા ટાઢા રહે, તો જ શીતળામાતા છોકરાંવની રક્ષા કરે, પ્રકોપ ન કરે."
વહુ : "તે હેં માડી ! આ તે કેવો રિવાજ ! આવું કેમ ?"
સાસુ : "પરંપરા, વહુ !આ તો જુગજૂની પરંપરા છે."
આધુનિક સમયમાં
વહુ: "મમ્મીજી ! આજે શીતળા સાતમ છે, તો આજ
ે હું આ સ્મોલપોક્ષ વાયરસ, ઓહહ.. સોરી ! આ તમારા "શીતળા માતા"ના પ્રકોપને જેમણે, શીતળાની રસી શોધીને નાબૂદ કર્યો, અને માતાજીને દુનિયાથી ગાયબ કરી દીધાં છે, એ મહાનુભાવ ઍડવર્ડ જેનરને વંદન કરી, સોશિયલ મીડિયા પર હેશટેગ કરીને એનો આભાર માનીશ, કે જેમણે આખી દુનિયાના બાળકોથી માંડી સહુને, આ વેક્સીન શોધીને સુરક્ષિત અને સ્વસ્થ જીવન આપ્યું ! અને હા !ચોમાસાની ઋતુ છે. રોગચાળાની વકી ય ખરી. આપણે હલ્કું પણ, તાજું ગરમ ભોજન લેશું. જેથી આપણે મમ્મીઓ સાજી રહી શકીએ અને એ રીતે ઘરપરિવારની સંભાળ રાખી શકીએ."
સાસુ :"હાય હાય ! એવું તે હોતું હશે કંઈ ? માતાને ગાયબ કર્યાં ? અને આ કેવી રસમ ? આવું કેમ ?"
વહુ: "પરંપરા, મમ્મીજી ! આ તો મિલેનીયલ પરંપરા છે !"