STORYMIRROR

HEMILKUMAR PATEL

Crime Inspirational Thriller

3  

HEMILKUMAR PATEL

Crime Inspirational Thriller

હથિયાર

હથિયાર

10 mins
95

હથિયાર આ વખતે વાર્તામાં હથિયારનો મતલબ બંદૂક, બોમ્બ કે પછી કાપામાં કાપી કરતા ચપ્પાની વાત નથી. આ વખતે વાત થઈ રહી છે એટલા મોટા હથિયારની જે આમ માણસો હોય કે પછી પ્રાણી-પક્ષીમાં રહેલ ‘લાગણીની.’

                 લાગણીથી મોટુ હથિયાર બન્યું નથી. જે તકલીફ લાગણીઓ આપે તે બીજું કોઈ ના આપી શકે. એવીજ એક નવી વાત છે જે માનવામાં આવે કે કોઈને પણ હેરાન કરવું હોય, તો તેને નહીઁ પરંતુ તે જેને પ્રેમ કરે છે, જેના માટે લાગણી જીવતી છે તેને પકડો તો તે હેરાન થશે. માણસો અંદરોઅંદર લાગણીથી બંધાયા હોય છે. જેટલી સજીવ વૃષ્ટિ હશે તેમાં અંદર છુપાયેલી હશે ‘લાગણી’. તો એવીજ એક દર્દનાક વાર્તા, રહસ્યમય સંજોગ અને સાહસકથા 'હથિયાર'. જે આખી કાલ્પનિક હશે. : હેમીલકુમાર પી પટેલ.}

               આ વાર્તામાં મુખ્ય કિરદારનું નામ મનીષ અને તેની ગર્લફ્રેન્ડ તન્વીથી શરુ થતી કહાની,

                      સંજોગ ૧ (વર્તમાન ૨ ઓક્ટોબર ૨૦૧૯) અમદાવાદ

                     એક પાર્ટી ચાલી રહી, તે અમદાવાદમાં મોટા હોલમાં. તેવા સમયનો સંજોગ લાગણીનો હશે ભરપૂર, બધા અંદરોઅંદર વાતચીત કરતા જોવા મળે, તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળે. તેવા સમયે એક છોકરો, જે મજબૂત બાંધાનો જોવા મળ્યો. તે છોકરાની આંખ લાલ, કંઈક વિચારતો હોય તેવું દેખાય. એવાજ સમયની વાત હશે, એક છોકરી થોડી ઝડપથી ચાલતી આવી અને આ છોકરાનો હાથ પકડી હોલમાં એવીજ જગ્યાએ લઈ ગયી કે કોઈ જોઈ ના શકે કે પછી તેમની વાત પણ ના સાંભળી શકે.

“કેમ, તું આમ કરી રહ્યો છે? મને ખબર નથી પડતી કે બે મહિનાથી તું મારી જોડે વાત નથી કરતો, કે પછી મારા પ્રશ્નનો જવાબ નથી આપતો. થયું છે શું કહે તો ખરી, મનીષ?” તકલીફ ભર્યા અવાજમાં તે છોકરી જેનું નામ તન્વી છે તેને કહ્યું.

“જો સાંભળ બેટા, મને તો એ પણ ખબર નથી કાલે શું થવાનું છે ! હું જીવીશ કે મરી જઈશ તે મને નથી ખબર તેવી વાતમાં હું તને કંઈ કહી શકું તેમ નથી.” આંખો લાલ અને ચહેરા પર દુઃખ સવાર, તેવી અવસ્થામાં મનીષે કહ્યું. 

“એવુ તો થયું શું કે મારથી પણ છૂપાવવું પડયું તારે? પછી અત્યારે કેમ જીવવા-મરવાની વાત કરે છે તું? મને આખી વાત તકલીફ કરે છે, તું મને એમાંથી બહાર નીકાળ. તને ખબર છે હું તારા વગર નહીઁ રહી શકું અને તું તેનો ફાયદો ના ઉઠાવ.” રોતા અવાજમાં તન્વીએ કહ્યું.

“હું જરાય ફાયદો નથી ઉઠાવતો અને એ વાત હું તને ક્યારેય નહીઁ કહી શકું? મારું આ દુનિયામાં કોણ છે ! એ પણ અત્યારે વિચારીને વાત કરવી પડે તેવું વાતાવરણ ઉભું થયું છે.” તકલીફ ભર્યા અવાજમાં મનીષે કહ્યું.

“એટલે તું મને નહીઁ કહે?” એવાજ હાલમાં તન્વીએ પૂછ્યું.

“ના, અને નહીઁ કહું તે જ વાત સાચી અને સારી છે. એટલું સમજી લે હું નહીઁ રહેવાનો આ દુનિયામાં અને હું ના હોઉં, તો તું બીજા કોઈને અપનાવી લેજે.” મનીષે કહ્યું તો ખરું પણ આટલુ કહેતાંની સાથે તેના આંખમાંથી આંસુ આવી ગયા.

                   આખી વાત એટલું કહેવા માંગતી હતી કે મનીષને છે તકલીફ પણ તે કોઈને ખોવા માંગતો નહોતો.

                         સંજોગ:૨ (ભૂતકાળ ૨૦૧૮) અમદાવાદ, ગુજરાત કોલેજ

                       આ સમયે અહીંયા કોલેજમાં પાર્ટી ચાલી રહી, તેવા સમયે એન્કર તરીકે મનીષને નિમવામાં આવ્યો હતો. કંઈક થાય છે એવુ, કે તેવા સમયે બધુ સ્વાગત સમારોહ કે બીજો પરિચય પતાવ્યા પછી મનીષને છેલ્લે પ્રવચન પતાવી દેવાનું હતું ત્યારે,

“મારી અને તમારી બધાની વાત પુરી થઈ ગયી, હવે વાત કરું મારી.

કેવીરીતે રાહત મળે, જેનો કોઈ કિનારો નથી !

બન્યું છે ઘર, જેમાં રહેનાર શોધાયુ નથી !

વ્યથા આ કહાનીની, જેનો કોઈ અંત નથી !

છે આ વાર્તા, જેનો કોઈ નિર્ણય નથી !

મોટી થઈ મારી આદત, જે કોઈને જોવાની હતી,

છે એવીજ પરી, જે લાગણી સાથે જોડાવાની હતી.

એવું કહી તો લઉં હું, ખબર તો પડે શું હતી વાત મનની,

પણ પૂછવું તો જરૂરી, કેવી પસંદ હતી એમની.

હા વાત હતી મારા પ્રેમની.” આટલી વાત થયાંની સાથે તાળીયોનો ઘડઘડાટ થવા લાગ્યો અને મનીષ ધીરે ધીરે ચાલતો તન્વી જોડે આવવા લાગ્યો. પછી પહોંચી ગયો નજીક તેની ત્યારે,,,,,,

“આ પંકિત તમારા માટે તન્વી, હું તમને પ્રેમ કરું છું. શું તમે મારી લાગણીને સમજી આગળ મારી જોડે રસ્તો અપનાવી લેશો, આગળના જીવનનો?” બહુજ પ્રેમની આવડતથી મનીષે તન્વીને જણાવ્યું. તન્વી પણ ખુશ દેખાતી હતી, તો સમજ એવીજ, હા છે તન્વીની.

“હું તમારી જોડે હંમેશા રહેવા તૈયાર તો છું પણ વાત તે લાગણીની થઈ જેની વાત તમે કરી ! હું તેમાં જોડાવા તૈયાર છું.” તન્વીએ ધીરે રહીને મીઠાશ પડતા અવાજમાં મનીષને જવાબ આપ્યો.

             

                     હા હવે તો શું છે ! થઈ ગયી પ્રેમ કહાની શરુ. સમય જતા તો બંને જણા ગણાય ઊંડાણમાં ઉતરી ગયા, લાગણીના અભ્યાસમાં. હવે તો લાગે એવુ કે બહાર નીકળે તો નીકળે કેવીરીતે? પણ સંજોગો બદલાતા, અમુક વાત બહાર નીકળતા બહુજ તકલીફ ભર્યું વાતાવરણ ઉભું થયું હતું.

                    સંજોગ ૩ (સમય માર્ચ ૨૦૧૯) ન્યુ દિલ્હી

               હવે કહાની બીજી કોઈ એવીરીતે શરુ થઈ, મનીષ કોલેજમાં ભણતો હતો તો પછી એવુ થયું શું કે અલગ થવાનો વારો આવશે સમય જતા? તો વાત એવી હતી કે મનીષ કોલેજમાં ભણનાર કોઈ વિદ્યાર્થી નહીઁ પરંતુ રો અધિકારી હતો. તેને માહિતી એવી મળી કે તેને સાબિત કરવી અગરી હતી. તે તેના ઓફિસે હતો ત્યારે તેના કોમ્પ્યુટર પર એક ફેક્સ આવ્યો તે ફેક્સને કાગળમાં પ્રિન્ટ નીકાળી તો એમાં ખાલી આટલુ લખેલુ ‘૨૧૪૯’.

“આ કોડ કહેવા શું માંગે છે? હું ચીફને બતાવું તો ખરી છે શું, કંઈક એમની વાત હોય તો !” આટલુ મનમાં વિચારી, મનીષ ચીફના કેબીનમાં જાય છે.

“અરે મનીષ તું આવ અંદર, કંઈક ફેક્સ આવ્યો છે !” દરવાજો ખોલતાની સાથે જ ચીફે મનીષને આવું જણાવી દીધું.

“હા ચીફ, મારે પણ આવ્યો ફેક્સ. મને લાગ્યુ તમે મોકલેલા જાસુસે મોકલ્યું હશે એટલે હું આવ્યો !” મનીષે આશ્ચર્ય થઈને કહ્યું.

“હા તેને જ મોકલ્યું પણ તે ઉકેલી ના શક્યો. હા હશે ચાલો તને શું લાગ્યુ, આમાં?" ચીફે મનીષને પૂછ્યું.

“કદાચ એવુ ના થઈ શકે? બીજી ઓક્ટોબરે ગાંધીજીની એકસો ઓગણપચાસમી જન્મ જયંતિ નિમિતે કંઈક થવાનું હશે !” આશ્ચર્ય થઈને કહ્યું મનીષે.

“સોં ટકા થશે એવુ. મિટિંગ બોલાવ હમણાં મારે બધાને વાત જણાવી દેવી છે, અલગ અલગ રાજ્યોમાં વાત પહોંચાડવી પડશે.” ચીફે ડરેલા અવાજે કહ્યું.

                          મિટિંગ બોલાવામાં આવી, ત્યારે બધી વાત પતાવ્યા પછી મનીષ અમદાવાદ જવા રવાના થયો.

                          સંજોગ ૪ (માર્ચ ૨૦૧૯) અમદાવાદ

                             આ સંજોગ કંઈક એવો, જે સૌથી ડરાવનો અને સૌથી વધારે તકલીફ કરે તેવો. એટલે કે થયું આ સંજોગમાં એવુ કે મનીષનું આખા પરિવારનું અપહરણ થયું. તે ઘરે આવ્યો તો તેને ઘરે કોઈ દેખાયું નહીઁ, બધી તપાસ કરી છતાં કોઈ મળ્યું નહીઁ. ત્યારે કોઈ માણસનો ફોન આવ્યો મનીષ પર. અત્યારે હાલ કંઈપણ બોલતો નથી મનીષ, સમય થોડો નીકળ્યો તો સામેથી એ માણસ વાત કરવા લાગ્યો.

“અબ્દાલી ફારૂક નામ છે મારું. સમજે છે ને હું શું કહી રહ્યો છું?” આ માણસનું નામ ફારૂક હતું તે બે ઓક્ટોબરના દિવસે કંઈક હુમલો કરવાનો પ્લાન કરી રહ્યો હતો તે, જેને અત્યારે ફોન પર આવું કહ્યું. જે પિસ્તાલીસ વર્ષનો દુશ્મન, ઝભ્ભો પહેરેલો, માથે ટોપી અને મોઢા પર ચપ્પુ વાગ્યું હશે તેવું નિશાન.

“મારું પરિવાર, ક્યાં?” આટલુ તો કહ્યું મનીષે, કદાચ તેને લાગ્યુ તેનું પરિવાર આની પાસે હશે.

“અત્યાર સુધી તો જીવે છે પણ હા, તું વચ્ચે ના આવે તો જીવતા જ રહેશે. બાકી તેમનું જીવન બચાવવાનો અધિકાર તારો રહ્યો. બચાવ લે આવી જા બચાવ.” થોડો ગુસ્સામાં આવી, “મને ખબર પડી ગયી કે કોડ પરથી શું થવાનું, તે તું જાણી ગયો. બસ તારે કરવાનું એટલું કે કંઈ કરવાનું નહીઁ, બેસી રહેવાનું. ઉભો થઈ વચ્ચે આવ્યો તો પરિવારના જીવનનું મરણ આવી જશે તેના માટે ઉપર જઈને તારે જવાબ આપવો પડશે.” ફારૂકે સહેલાઈથી બધું કહ્યું તો ખરી પછી મનીષ શાંત રહે બોલવામાં ! તેવું તો બને નહીઁ.

“હું ઉભો થઈશ અને તું જે કરવાનો છે તે કરી શકીશ પણ નહીઁ. અરે તું શું મારા પરિવારને તકલીફ આપીશ, હે ! અરે મારા માથા પર અત્યારે એકસો ત્રીસ કરોડ વસ્તીને બચવાનો પ્લાન દોડી રહ્યો છે. તું બસ ચાર માણસને અપહરણ કરીને લઈ ગયો તો શું, હું ચૂપ બેસીસ ! અરે રોજ આર્મી જવાન શહીદ થતા હોય દેશ માટે, તો શું હું મારું પરિવાર દેશ માટે ખતરામાં ના મૂકી શકું તો સાચો રો ઓફિસર નહીઁ, અરેરે રે સાચો ભારતીય નહીઁ. અમારા લોકો માટે ભારત આખો દેશ પ્રાર્થના કરતો હોય કે અમને કંઈ ના થાય, તો પછી મારા આખા ભારત પરિવારનું તું કંઈ નહીઁ ઉખાડી શકે, કેમકે જેના માટે પ્રાર્થના કરે છે તેનેજ તું તકલીફ આપવાનું વિચારી રહ્યો છે. આવી જા સામસામે ખબર પડી જશે આ ભારતના એક છોકરામાં કેટલી હિમ્મત છે !” પુરેપુરો ગુસ્સામાં આવીને કહ્યું મનીષે.

“ઓહો, બગડ્યો મારો ભારત જવાન. તારી આજુબાજુમાં હતો તો પણ તને ના ખબર પડી. તો હવે તું મગજ દોડાવીશ. ચાલ કંઈ નહીઁ, જે દિવસ નક્કી કર્યો તે જ મહત્વનો.” આટલુ કહી ફારૂકે ફોન મૂકી દીધો. મનીષે પણ ફોન મૂકી દીધો પછી કંઈક અજાયબી થાય, તેવું વાતાવરણ ઉભું થાય છે.

                            મનીષ મનમાં હસવા લાગ્યો, ધીરે ધીરે બહુજ જોરથી હસવા લાગ્યો અને મનમાં બોલ્યો કંઈક આવું, “ફારૂક, ફારૂક. એટલું પણ ના વિચારી શક્યો હું રો ઓફિસર છું, તો કોલેજ શું જખ મરાવા કરતો હોઈશ. કોલેજ તો ખરી પણ ગર્લફ્રેન્ડ બનાવી ! તે તારી દીકરી.” જોરજોરથી હસવા લાગ્યો. “દીકરીનું નામ તન્વી રાખ્યું જેને તે પણ ખબર નથી તેનો બાપો ગદ્દાર છે, આતંકવાદી છે. કંઈજ વાંધો નહીઁ બદલો મોટો લેવામાં આવશે. ફારૂક તું મારાં પરિવારને કંઈ કરી શકીશ પણ નહીઁ, કેમ કે તારી દીકુ મારી જોડે.” હસતા હસતા અચાનક ગુસ્સાવાળો ચહેરો થઈ ગયો. “ફારૂક હવે મઝા આવશે.” મનમાં જ બોલતો રહ્યો.

                            સંજોગ ૫ (બંને વચ્ચે ખરો પ્રેમ)

                    આ સંજોગ અનુસાર એવુ હતું કે તન્વી તો મનીષને પ્રેમ કરતી પરંતુ મનીષ તો બસ ખાલી પોતાના સ્વાર્થ માટે વાપરતો. બંને એકબીજા જોવે સાબરમતી રિવરફ્રન્ટની પાળી પર બેઠા વાતો કરતા હતા. પવનની મસ્ત મજાની લહેરો આવતી હતી, પાણી નદીમાં વહેતુ હતું, ત્યારે બંને રિવરફ્રન્ટની પાળી પર બેઠા બેઠા વાતો કરતા હતા.

“તને ખબર હશે કે તે જયારે પહેલીવાર વાત કરી મારી સાથે, ત્યારે મને નહોતી ખબર કે આપણે આવા સંબંધો સાથે જોડાઈશું ! મને આવે છે મઝા તારી સાથે. ફરક એટલો કે હું ડરી રહી છું કે તને હંમેશા માટે ગુમાવી તો નહીઁ દઉંને ! મોટો ડર લાગી રહ્યો છે. કદાચ પ્રેમની સાથે લાગણી પણ ગહેરાઈથી ઉતરી છે.” પ્રેમિલા અવાજથી તન્વીએ મનીષને કહ્યું. ત્યારે મનીષની આંખો થોડી મોટી થઈ ગયી અને અંદરોઅંદર ઘૂંટાવા લાગ્યો.

“આ સંબંધ સાચો હોવો જોઈએ તો.” તકલીફ ભર્યા અવાજમાં કહ્યું મનીષે.

“તમે આટલા કેમ તકલીફમાં ! એટલે આવું કેમ બોલો છો?” આશ્ચર્યમાં આવેલ તન્વીએ પૂછ્યું.

“તો સાંભળ.....”

                        એમ પછી બધીજ વાત કરી દીધી. કશું છુપાવતો નથી, કારણ એટલું કે તન્વીની આંખમાં મનીષ ભરપૂર પ્રેમ જોઈ ગયો. હવે તેના પરિવારને લઈ ગયો ફારૂક ત્યારે તકલીફ થયી મનીષને, તો તેનો વિચાર એવો હતો કે “હું તેને દગો આપીશ તો તેની લાગણીનું શું થશે? એ પ્રેમની ભાષાનું શું થશે જે મારા મોંઢે સાંભળવા માંગતી હતી !” બસ આજ કારણથી તેને બધું જણાવી દીધું. પરિણામ સારું આવ્યું. સમય વિતતો ગયો અને આવી બે ઓક્ટોબર.

                          સંજોગ ૧ (૨ ઓક્ટોબર ૨૦૧૯)

                       આ સંજોગમાં જે વાત થઈ મનીષ અને તન્વી જોડે તે ફક્ત ફારૂકને સંભળાવા કરેલ હતી. એવી જગ્યાએ લઈ ગયી તન્વી કે ત્યાં કોઈ ના આવી શકે અને કોઈ વાત પણ ના સાંભળી શકે. વાત એવી હતી કે ફારૂકની દીકરી મનીષને લઈ જાય, એટલે ફારૂક તેનો પીછો કરતો હતો. આવી હોલની જગ્યાએ આવી દર્દ ભરી વાત સાંભળતા ફારૂક થોડો ઢીલો થયો, તેને લાગ્યુ કે ‘મારી દીકરી આની સાથે કેમ !’ આવું વિચારવા ગયો ને તરત જ રો અધિકારીએ તેને પકડ્યો. મનીષ આખી તેની ટીમ સાથે આવેલો. પકડીને હોલની ઉપર લઈ ગયા ત્યારે વરસાદ ચાલુ હતો અને ફારૂક પાસે માહિતી લેવાની હતી. તેને અધિકારીઓ મારતા હતા.

“તમે ભારતીયો, અમે તો લોહીના આંસુ રોવડાવા આવેલા આતંકવાદી છીએ.” ફારૂકે માર ખાતા-ખાતા કહ્યું.

“તો તું તારા મોંઢેજ કહી રહ્યો કે તું આતંકવાદી છે, એ પણ આટલા ગર્વથી ! તો સાંભળ એ જ ભારતીયના અને ભારતનું રક્ષણ કરવા અમે જન્મ લીધો છે. તું શું અમને મારવાનો હતો ! તારા ઘરમાંથી પેનડ્રાઈવ, ડીવીડી અને અમુક ફોન નંબરથી માંડી નકશા, આ બધું તારી દીકરી મને આપી ગયી. તારામાં અને તારી દીકરીમાં ફર્ક એટલો હશે કે લોહી તારું પણ ગુણ એના મમ્મીના હશે. સાચાનો સહારો એક આતંકવાદીની દીકરીએ આપ્યો. જો આવુજ થતું રહેશે અને પોતાનો લોકો સાચાના સહારે હશે તો તારા જેવા ઘણાય સાચી રાહ પકડશે. અફસોસ એટલો કે તું સુધરી ના શક્યો. અમને બધી માહિતી તારા ઘરમાંથી મળી ગયી અને તારો પ્લાન પણ. જેટલી જગ્યાએ તે બૉમ્બ મુક્યા, સ્લીપર સેલને લગાવ્યા, મારા પરિવારને ક્યાં સંતાડી રાખ્યાથી માંડી, બધુંજ તારું કાવતરું પૂરું થયું. હવે આખુ જીવન જેલ કાતો ફાંસી. લઈ જાઓ આને.” મનીષ પોતે ગુસ્સામાં આવી ગયો અને આટલુ બોલી ગયો. ફારૂકને તેના સાથીઓ લઈ ગયા. કદાચ તેને આ બધું સૈયમથી કામ લીધું એટલે પૂરું થયું અને સાચું તન્વીને કહી દીધું.

“મને નહોતી ખબર કે પપ્પા આતંકવાદી છે ! અને હું તેની દીકરી. આમતો બધી દીકરીના તેમના પોતાના પપ્પા હીરો હોય તો અહીં કેમ ઊંધુ થયું, મનીષ? ” તન્વીએ તકલીફ ભર્યા અવાજમાં કહ્યું.

"સાચું કે ખોટું તું સમજી ગયી, બીજું શું જોઈએ ! તારી આંખમાં આવેલ આંસુ પરથી લાગ્યુ તું તારા પપ્પાને બહુજ પ્રેમ કરતી હોઈશ પણ અત્યારે ધીરજ રાખવાની જરૂર છે." જ્યારે તન્વી રોવા માંડી ત્યારે શાંત્વન આપતાં મનીષે કહ્યું.

"તો પછી મારી પાસે એક રસ્તો બચ્યો, જે છે તેને અપનાવી લઉં." થોડા હળવા અવાજે તન્વીએ કહ્યું.

“તું મારી જ છે. અલગ દેશ છે પણ તે તને નહોતી ખબર પડવા દીધી ફારુકે અને નામ બદલી રહ્યો અહીં. આમ પ્રજાને તો કંઈજ ખબર નથી હોતી કે તેમની વચ્ચે થઈ રહ્યું છે શું? ચાલો છોડો, અંત સારોં આવ્યો. લોહી તારું પણ લાલ છે ફરક એટલો છે હવે તેમાં નામ મારું.” સ્મિત સાથે મનીષે જણાવ્યું.

                  

સમાપ્ત.

{  આખરે વિજય સાચાની થઈ. પરિવાર તો લાગણી ના સંબંધમાં હોય જ છે, જે બીજું હૃદય શોધવાનું હોય અને તે લાગણીમાં જોડાયને તો એ સંબંધ સાચાનો હોવો જોઈએ. કદાચ તન્વીને કંઈક બહારથી વાત મળી હોત તો બહુજ તકલીફ થાત. તેને મનીષે જ કહી દીધું. ત્યારે જ આ લાગણી હંમેશા માટે રહે છે જ્યારે સાચું સામે હોય. આવા વાતાવરણમાં એક વાત તો પાક્કી હશે, જો સાથે રહેવું હોય તો હૃદયમાં ઝેર, માંથા પર પાપ લઈને આગળ ના વધી શકાય, તેને માટે તન અને મન બને સાફ અને સાચા જોઈએ.}


Rate this content
Log in

Similar gujarati story from Crime