Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Classics Drama

4  

Alpesh Barot

Classics Drama

પંખ - ૭

પંખ - ૭

5 mins
13.4K


આનંદને તેનો પરિવાર અને ગણ્યા ગાંઠ્યા મિત્રો હવાઈ મથક પર મુકવા આવ્યા હતા.

બેગો એક પછી એક આનંદના હાથમાં પકડાવતા આનંદની મમ્મીએ પૂછયું, "બધું સભાંળીને મૂક્યું છે ને? ગરમ કપડાં લીધા છે? નાસ્તાનો ડબ્બો મેં મુક્યો છે, ભૂખ લાગે એટલે ખાઈ લેજે, અને હા, સામાનને સાચવજે. પહોંચીને ફોન કરવાનું ભૂલ જે નહિ."

"હા, મમ્મી..." ગળે મળતા આનંદ બોલ્યો. અને બંનેને છેલ્લી વખત પગે લાગી, ગળે વળગી પડ્યો.

આંખોમાં આંસુ આવી ગયા હતા પણ છુપાવીને લૂછી લીધા.

એનાઉન્સમેન્ટ થતા જ તે ચેકીંગ તરફ વળ્યો. અને આગળ જતાં જતાં બેથી ત્રણ વખત પાછળ જોઈ બધાને હાથ હલાવી અલવિદા કહ્યું.

આજે જાણે પોતે પથ્થર હૃદયનો થઇ ગયો હોય. આગળ જતા જ તેને પોતાનો જૂનો સિમ કાર્ડ ફોનથી કાઢી, તોડી અને ડસ્ટબીનમાં ફેંકી દીધું. વિમાન હવામાં ઉડી રહ્યું હતું. વાદળો ઉપરથી વિમાન પસાર થતા તે વાદળોને જોઈ હરખાઈ જતો. તો દૂર દૂર સુધી દેખાઈ રહેલો સમુદ્રનું પાણી.

"કેટલો સુંદર નજારો છે. હું અને પૂજા, બન્ને પક્ષી હોત તો દૂર ટાપુ અમે બને આ લીલા સમુદ્ર પરથી ઊડીને જઈ રહ્યા હોત." અને બીજ જ ક્ષણે, "ના પૂજા મારા માટે હવે મરી ગઈ છે. આજથી હું આવી કોઈ જ વ્યક્તિને નથી ઓળખતો."

"એક્સ્ક્યુઝ મી"

"જી, તમારું આઈ પેડ, તમે નથી સાંભળી રહ્યા તો મને આપોને?"

"હા, પણ..."

"એક્ચુઅલી... મિસ્ટર!"

"મિસ્ટર.આનંદ."

"ઓકે. મિ.આનંદ, હું પેહલી વખત જઉં છું ફેમિલીથી દૂર એન્ડ મને એકલા ટ્રાવેલીગ કરવાની આદત નથી.

તો હું તમને રિકવેસ્ટ કરી રહી છું." અને આનંદ બેજીજક આઈપેડ આપી દીધું અને ફરી બારી બહાર જોવા લાગ્યો હતો.

સૂર્યાસ્તનો સમય હતો. એટલે બારી બહાર એ સુંદર નજારાને પોતાની આંખમાં કેદ કરી લીધું. તેના ચેહરા પર એક અનોખું તેજ હતું. તો હોઠ પર હળવી હસી.

તેના ચેહરા પર બદલાતા ભાવ જોઈ બાજુના સીટ પર બેઠેલી યુવતી બોલી ઉઠી.

"બ્રેકઅપ થયું છે?"

અચાનક પૂછાયેલા આવા પ્રશ્નથી તે આચાર્ય ચકિત હતો. છતાં પોતાની જાતને સ્વસ્થ રાખતા તે બોલ્યો, "જી નહિ."

"પણ તમને જોઈ ને તો એવું લાગે તમારી ગર્લફ્રેંડ જાણે મરી ગઈ હોય, અને તમે બેસીને આવ્યા હો." અને તે જોર જોરથી હસવા લાગી. આજુબાજુવાળા તમામ લોકો તેના તરફ જોઈ રહ્યા હતા. આનંદ એકદમ ગંભીર થઈ ગયો હતો.

"સોરી, સોરી હું તો તમારું મૂડ હળવો કરવાનો પ્રયત્ન કરતી હતી. જ્યારથી આવ્યા છો, કંઈ બોલતો નથી, બસ બારીની બહાર જોયા કરે છે. તને તો એ પણ ખબર નથી કે તારી બાજુમાં આટલી સુંદર યુવતી બેઠી છે.નક્કી તારી ગર્લફ્રેન્ડ મરી ગઈ છે." આની પાગલ જેવી વાતો સાંભળી તે પણ હસ્યો.

"તો જનાબ ને હસતા પણ આવડે છે. મને લાગ્યું, ક્યાં બાજુમાં આ અમરીશપુરી આવી ગયો, પણ હવે મને ખબર પડી ગઈ તું રણબીર જ છે." અને ફરી હસવા લાગી ગઈ.

પછી બને વચ્ચે ગપ્પાઓનો દોર શરૂ થયો.

"હું રાજકોટથી છું, અને મારું નામ છે પ્રિયા, પ્રિયા પટેલ"

"હું અમદાવાદથી છું, આનંદ ફક્ત આનંદ."

"મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.એસ.સી.પુરૂ કર્યું. માસ્ટર કરવાની કોઈ જ ઈચ્છા નથી. પણ મોમ ડેડની ઇચ્છા હતી એટલે હવે હું, કેલિફોર્નિયામાં માસ્ટર કરીશ અને રખડીશ. તું શું કરીશ?"

"મેં કઈ નક્કી નથી કર્યું. મારો મામાનો છોકરો છે ત્યાં મને ક્યાંક જોબ અપાવી દેશે. બસ કામ કર્યા કરીશ."

"અરે ગાંડા કામ તે કંઈ કરાતું હશે? આપણે તો મોજ કરવા આવ્યા છીએ. મારા બાપા કેટલું દબાવીને બેઠા છે. તું તારે મારી સાથે રહેજે આપણે પાકાભાઈબંધ છીએ ને?" કેહતા જ હાથ લાંબો કરી આનંદ સામે નોટી અદામાં સામે જોતી રહી.

"અરે શરમાય શું છે. હાથ મળાવ તો આપણે પાકા ભાઈબંધ." અને ફરી ખીલખીલાટ હસી પળી.

બસ આનંદ એ ખૂબસૂરતીની મલ્લિકાને તાકતો જ રહ્યો. એની ભૂરી કાજળ ભરેલી આખો, જ્યારે તે હસ્તી ત્યારે બંધ થઈ જતી. તેના ગાલો પર પડતા ખંજન. બસ તે અપલક તાકી જ રહ્યો હતો.

"ક્યા, કભી લડકી દેખી નહિ?" કેહતા જ જાણે તેનો તપ ભંગ થયો તે શરમાઈ બારીની બહાર જોઈ રહ્યો.

આટલી લાંબી મુસાફરી કેમ નીકળી ગઇ ખબર જ ન પડી.

ન્યુ યોર્ક હવાઈ મથક આવી ગયું હતું. બંને પોતપોતાનો સમાન લઈ ચાલી રહ્યા હતા.

"થેન્ક યુ બોસ, તારી કંપની ગમી, આનંદ તું ના હોત તો ઓનેસ્ટલી અહીં હું નહિ પણ મારી લાશ આવી હોત." અને ફરી હસી પડી.

"તું ફાકી ખાય છે?"

"આ ફાકી શું હોય?"

"બે તને આ ફાકી નથી ખબર લ્યા તું ગુજરાતી છો કે શું?"

"પણ..." ત્યાં જ પ્રિયાની કઝીન દોડીને તેને ભેટી પડે છે. અને એક બીજાને ભેટી બને ગાંડા કાઢી રહી હતી અને સાથે સેલ્ફી લઈ રહી હતી.

"અરે આ તો હું ઇંસ્ટાગ્રામમાં મુકીશ."

આનંદ ટેક્સીમાં બેસીને જોઈ રહતો હતો અને હસી રહતો હતો.

"પાગલ છોકરી." અને ટેકસી આગળ વધી ગઈ. મોટી-મોટી ઇમારતો. આસપાસ દેખાઈ રહેલી શોપ્સ.

તો રસ્તાની આસપાસથી નીકળી રહેલા ગોરીયાઓ, એક બીજા સામે જોયા વગર પોતાની ધૂનમાં ચાલી રહ્યા હતા. તો કયાંક કોઈ કોઈ જગ્યાએ, ચુંબન લઈ રહેલા પ્રેમી. તો કોઇ સિગ્નલ પર કાર થોભતા, એક સીસ્ટમેટિક રીતે ચાલી રહેલા લોકો. તેના આકર્ષણનું કેન્દ્ર હતું.

પેહલી વખત ભારતની બહાર નીકળ્યો હતો. તેને પોતાની નરી આંખ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ બધું ઓટોમેટિક થઈ રહ્યું હતું. ન તો કોઈ ચાર રસ્તા પર કોઈ પોલીસવાળો હતો. ના કોઈ કચરો ફેંકતો વ્યક્તિ. કેટલી સ્વચ્છતા હતી.

આ બધું તે મનમાં જ વિચારતો એટલે જ તો અમેરિકા વિશ્વનો સહુથી સર્વશ્રેસ્ટ દેશ છે. તેના પાછળ આ બધા લોકોનો હાથ છે. ત્યાં સુધી કાર એક ઘરની બહાર આવી ઉભી રહી ગઈ.

ઘરનું આંગણું વિશાળ જણાતું હતું. વિવિધ ફૂલો અને ફૂલોથી જે વાતાવરણમાં મહેક હતી, જેટલી ભરી શક્યો તેટલી ખુશ્બૂ આનંદે પોતાના શ્વાસમાં ભરી લીધી. પોતાના ટ્રાવેલિંગ બેગ ખેંચતો આનંદ ઘર સુધી આવી ગયો.

રોહિત દરવાજે આવી ગયો હતો. મામા-મામી બધા રોહિતને વધાવવા આવી ગયા હતા.

મામી બોલ્યા, "કેટલો મોટો થઈ ગયો મારો લાડકો દીકરો." રોહિત મુછમાં હસી રહ્યો હતો. મામા મામીને ગળે પગે પડ્યો અને ભાઈને ગળે વળગ્યો.

"કેટલો સંસ્કારી છોકરો છે, જોયું? પેહલી જોશના તારી બેનપણીની દીકરી માટે હું મારા ભાણીયાની જ વાત કરતો હતો."

"બિચારાને અંદર તો આવવા દો, થાકી ગયો હશે. કંઈ તકલીફ તો નથી પડીને આનંદ દીકરા, સોરી અમે લોકો તને એરપોર્ટ લેવા ન આવ્યા, તારી ફ્લાઇટનો કોઇ ટાઈમ અમને ખબર નહોતી."

"ના ,મામી એમ પણ રોહિતે મને અડ્રેસ તો આપ્યું જ હતું, એટલે મેં કોલ ના કર્યો. તમે લોકો વળી હેરાન."

"રોહિત, આનંદને તેનું રૂમ બતાવ, હવે તે બહુ થાકી ગયો હશે." ઘનાભાઈ એ તેને આંગળી ઉપરની દિશામાં તકતા બોલ્યા.

હવે આગળ...

૧) આનંદ અમેરિકામાં આવી ગયો છે.

૨) પૂજા ભારતમાં શુ કરશે?

૩) પ્રિયા ફરી આનંદને મળશે?

૪) મામી એ શોધેલી છોકરી થી જ આનંદ લગ્ન કરશે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Classics