Alpesh Barot

Horror Thriller

3  

Alpesh Barot

Horror Thriller

પ્રાચીન આત્મા ભાગ - ૫

પ્રાચીન આત્મા ભાગ - ૫

4 mins
619


પ્રોફેસર મનરોએ કઈ જગ્યાનું વર્ણન કર્યું હતું. ક્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું. તેણે કોઈ ખાસ ચોક્કસ ઉલ્લેખ કર્યો ન હતો. પણ અમે, જ્યાં ખોદકામ કર્યું હતું. તે જગ્યાએથી પૌરાણિક અવશેષો, મમીઓ, આભૂષણો, મળ્યા હતા. સૌથી વિચિત્ર વાત એ હતી. તે ચિત્ર લિપિ, જે ક્યાંક ને ક્યાંક ઇજિપ્તના પીરામડી અને ત્યાં મળી આવતી લિપીઓ જેવી જ હતી. તો યુનાની સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળી રહી હતી. શું આ તમામ સંસ્કૃતિઓનું મિશ્રણ હતું ? કહેવાય છે. ઇજિપ્તની સાથે સાથે ભારતમાં પણ પિરામિડ મળી આવ્યા હતા.


શુ રહસ્ય હતું. ચિત્ર લિપિનું, ચિત્ર લિપિમાં દર્શાવમાં આવેલ, ચિટ માનવ(કીડી જેવા દેખાતા) કોણ હતું, તે જેનું મસ્તક કીડા જેવું હતું. એને ધડ માનવનું. મિસર સંસ્કૃતિમાં કીડાની પૂજા થાય છે. તેનું મહત્વ તે સમયે સમજાયું હતું. જેથી પીરામડીમાં પણ તેનું મહત્વનુ સ્થાન આપવામાં આવ્યું હતું. રણનો કીડો, જે પોતા ઈંડાઓ મુકવા માટે ગોળ-ગોળ માટીને દૂર પોતના દર સુધી લઈ જાય છે. તેની એક ખાસિયત એ પણ છે. તે ક્યારે પોતાની દિશા બદલતો નથી, કહેવાય છે. તે નક્ષત્ર, આકાશગંગાની સારી એવી ઓળખ છે. જેથી તેનો પરિચય બીજી આકાશગંગામાં રહેતા પરગ્રહીઓ સાથે પણ હોઈ શકે છે ?


કીડીઓ લગભગ તેની લાખો જાતિઓ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. તે આપણાથી પહેલા લગભગ ચાલીશ હજાર કરોડ વર્ષ પહેલાં પૃથ્વી નિવાસી છે. આપણે અહીં કડીની ચર્ચા કેમ કરી રહ્યા છીએ ? કેમ કે પ્રાચીન સંસ્કૃતિમાં કીડીઓ જીવ-જતુંઓની એક ખાસ આદતના ઉપયોગ મમી બનાવવામાં થતો હતો. ન સમજાયું ? મમી બનાવની રીત એજ છે. માનવ શરીરની ઉપર એક આવરણ ચડાવમાં આવતો હોય છે. જેમ કીડી, બીજા જંતુઓ જ્યારે, પોતના શરીરને એક આવરણમાં કેદ કરી એક અલગ જ રૂપ ધારણ કરવાની શક્તિ ધરવતા હતા. મમીની ઉપર પણ આવરણ ચડાવી, મમીમાંથી એક અલગ જ રૂપ અને વધુ શક્તિશાળી રૂપ ધારણ કરી માણસ બહાર નીકળતું.

****


મનરો એક વખત બચી ગયા હતા. જેથી તેણે ઉપરના ઓર્ડરને માન આપી ફરીથી ખોદ કામ શરૂ કર્યું હતું. પણ તેનું મન નોહતું માનતું, નીચે તે નાની નાની ટુકડીઓમાં મજૂરોને મુક્તા હતા. તે ઘટના પછી મનરોના મગજમાં ડર બેસી ગયો હતો. જેથી લાંબા સમય સુધી તે અંદર તો નોહતો જ ગયો.


અઠવાડિયાથી વધુ સમય સુધી બધું જ નોર્મલ હતું. જેથી મનરોએ હિંમત કરી અંદર જવાનું નક્કી કર્યું હતું. સુરંગ આગળની આગળ વધી રહી હતી. અંદરના ઓરડાઓ અત્યંત સુંદર હતા. પૌરાણિક મહેલના સભા ગૃહ જેવો લાંબો ઓરડો હતો. તેનું રાચરચીલું, નકસી કામ, તેની ઈમારત આજે પણ જાણે નવી હોય તેવું લાગતું હતું. મુખ્ય સભા ગૃહની પાસે બીજા અલગ અલગ ઓરડાઓ પણ હતાં ભૂગર્ભની અંદર ખૂબ જ ઊંડે સુધી હતા. છતાં અહીંનું વાતવરણ એકદમ ઠંડુ હતું. દૂરથી પાણીનું ધીમું ખડખડ અવાજ આવી રહ્યું હતું.


"અહીં પાણીના સ્ત્રોત તરફ આપણે જવું જોઈએ !" મનરોએ ઓફિસર તરફ જોતા કહ્યું.

"કેમ નહિ! જવું જોઈએ કઈક નવું મળી જાય." કહેતા બંને હસ્યાં, અને સાથે બીજા દશ એક સિપાઈઓને ઈશારાથી આગળ વધવાનો ઈશારો કર્યો. પાણીના અવાજના આધારે તે બધા અલગ અલગ દિશામાં આગળ વધી રહ્યા હતા. કોણ ક્યાં ગયું ખબર જ ન પડી, બધા એક બીજાથી અલગ-થલક થઈ ગયા હતા !


યુવાન અંગ્રેજ ઓફિસર ફાઇનલિ એક ઝરણા પાસે પોહચ્યો, ઝરણાનું રંગ ઘાટા રક્ત જેવો લાલ હતો. કોઈ અતિ તીવ્ર અપ્રિય દુર્ગધ આવી રહી હતી.

તેણે બૂમ પાડી " પ્રો. મનરો...." થોડી વાર સુધી તેના આવજનો પડઘો અલગ અલગ ઓરડાઓમાંથી પસારા થઈ ઓઝલ થઈ ગયો.

"ઓફિસર.. સર ડેનિયલ....મને ઝરણું મળ્યો છે." તેણે ફરીથી બૂમ પાડી..


કોઈના પગલના અવાજ તેની પાછળથી આવતા સંભળાઈ રહ્યા હતા. તેણે પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ જ નોહતું ! થોડી વાર પછી, અલગ અલગ ઓરડાઓમાંથી પગલાના અવાજ સતત સંભળાઈ રહ્યા હતા. તે તેના સાથીઓના નામ લઈને પૂછી રહ્યો હતો. ત્યાં જ ઓરડાના દરવાજા પાસે એક મમી ઉભી હતી. સફેદ પટાઓના આવરણથી લેપટેલું માનવ શરીર, ખુજ જ દેખાવમાં ખુબ જ રુચિકર અને ભયાનક લાગતું હતું. તે હકોબકો રહી ગયો. તેના પગ-હાથ ધ્રુજવા લાગ્યા. તે દોડીને બીજા ઓરડામાં ગયો. અને એક પથ્થરની ચટાન પાસે સિકોળાઈને બેઠો, નીરવ શાંતિ ફરી વળી, તે ત્યાં જ અમુક મિનિટ સુધી આંખો બંધ કરી બેઠો રહ્યો.


જેવી તેણે આંખ ખુલ્લી સામે આખું ઓરડું મમીઓથી ભરેલું હતું. પ્રો.મનરો સિવાય તેના તમામ સાથીઓના લોહી વહેતા મસ્તક મમીઓના હાથમાં હતા.જે ખૂબ જ ભયાનક દ્રશ્ય હતું. વહેતા લોહી, અને તેના સાથી દારોના મસ્તકો જોઈ તે વોમિટિંગ કરી રહ્યો હતો. ડરનો લસલસો તેના શરીરમાંથી પસાર થઈ ગયો. તે જાણતો હતો. અમુક ક્ષણ પછી તેની હાલત પણ આવી જ થશે. મોત જ્યારે સામેં હોય ત્યારે કેવું થાય, નબળા મનનો માનવી હોત તો આ દ્રશ્ય જોઈને હદયના હુમલાથી જ મૃત પામ્યો હોત.

"પ્લીઝ મને જવા દો....પ્લીઝ..." તે બને હાથ જોડી કરગરી રહ્યો હતો. એક મમીના હાથમાં રહેલી રાક્ષસી કુહાડી હતી. તેણે નિર્દયતાથી તેની ગર્દન ધડથી અલગ કરી દીધી.


આ ઘટનાના એક વર્ષ પછી, મનરોએ એક પુસ્તક લખ્યું. તેની ખૂબ કોપીઓ વહેચણી પણ ટૂંકા ગાળામાં જ તેની પુસ્તક પર આંતરરાષ્ટ્રીય પ્રતિબિંધ લાદવામાં આવ્યો,અને કહેવાય છે, ત્યાર પછી  પ્રો.મનરો માનસિક રીતે અસ્થિરત થઈ ગયો. અને તેની રહસ્યમય રીતે મોત થઈ ગઈ.

ક્રમશ...



Rate this content
Log in

Similar gujarati story from Horror