પ્રાચીન આત્મા ભાગ-૪
પ્રાચીન આત્મા ભાગ-૪
સમય, આજથી દશ- પંદર વર્ષ, આજથી પચાસ વર્ષ પહેલા વિચારીએ તો ? આજથી થોડા વર્ષો પહેલા, સડકો પર ટ્રાફિક ઓછું હતું, કેમ કે કાર અમુક જ અમીર માણસો પાસે હતી, જ્યારે અત્યારે સામન્ય માણસ પણ કાર લઈ શકે છે. તેનાથી આગળ જઈએ તો, પહેલા ટેલિફોન હતા. આજે ખિસ્સામાં સ્માર્ટફોન છે. દુનિયા નાની બની ગઈ છે. વાત આઝાદી સમયની કરીએ તો, પત્ર વેહવાર ચાલતા, તે પહેલા અગેજો, મુઘલ, મોર્ય, અને ઘણા બધા લોકોએ ભારતમાં અને વિશ્વમાં રાજ કર્યું, ખરું ને ? જે વસ્તુ આજે કરવી અઘરી છે. જે આજથી અમુક હજાર વર્ષો કેવી રીતે સંભવ બની હશે ?
હું અહી વાત કરું છું. પિરામિડની તેની ભવ્યતાની, તેના નિરામણ પાછળ ખર્ચ, શ્રમ બધું જ, પિરામિડ બનાવવા પાછળનું શું કારણ હોઈ શકે ? કહેવાય છે. પિરામિડ બનાવ માટે પથ્થરો અને ગ્રેફાઈટની સખત સીલાઓ હજારો કિલોમીટર દૂરથી લઈ આવમાં આવી હતી.
"પીરામડી બનાવવામાં પાછળનું કારણ શું હોઈ શકે ?" અક્ષતે પ્રો.તરફ જોતા કહ્યું.
" કોઈ ઠોસ સબૂત નથી, પણ કેટલાક આધાર-પૂરાવાઓ ના આધારે જોઈએ, તો તે અમર બનવા માટેનો એક જરીઓ હતો."
"અમર, હું કઈ સમજી નહિ..." જીવાએ પ્રોફેસર તરફ જોતા પોતાના બને ખભાઓ ઉપર કરતા પ્રશ્ન કર્યો.
"અમર એટલે ક્યારે ન મરવું, અથવા મર્યા પછી ફરી સજીવન થવું.."
"આજથી પાંચ એક હજાર વર્ષ પહેલાં, પ્રાચીન શહેર મેમ્ફિસની બહારની શરદ પાસે મિસર વાસીઓએ પોતાના રાજાઓ માટે પિરામિડ રૂપી મકબરાઓ બનાવ્યા હતા." અક્ષતે કહ્યું.
"હા, આવા મકબરાઓ મોટા ભાગના રાજવીઓ પોતાના સમયમાં જ બનાવી લેતા, તેઓ માનતા મૃત્યુ પછી પણ એક જીવન છે. તે રાજાઓના મૃત શરીરને મમીઓમાં રૂપાંતર કરી, તેની સાથે કિંમતી આભૂષણો, પોશાકો, તો ક્યારે સેવકોને પણ દફનાવામાં આવતા હતા. ઘણા પીરામડી અને તેના અવશેષો ગિઝા શહેરમાં આજે પણ હયાત છે." પ્રો. વિક્ટરે અક્ષતની વાતમાં શૂર પુરવાતા કહ્યું. અને આગળ વાત ચાલુ રાખી..
"સિ્ફંક્સ, મહાન સિ્ફંક્સ જેનું મુખ એક પુરુષનું છે, તો ધડ સિંહનું, તેની લંબાઈ ૭૩ મિટર અને ઉંચાઈ ૨૦ મીટર છે. તે વિશ્વની સૌથી મોટી મૂર્તિઓમાં એક છે. જરાક નઝદીકથી જોઈએ તો તેનું નાક ખંડિત છે. આટલી વિશાળ મૂર્તિ તે સમયમાં કોણે બનાવી હશે, શું ખરેખર, પીરામડીની આત્માઓએ જેવું ઇતિહાસ કાર જણાવે છે ?" પ્રો. વિકટર અક્ષત અને જીવા તરફ જોઈ રહ્યા હતા.
"શું પ્રો, એવું ના થઇ શકે, જે આત્માઓ મમી બનાવમાં આવી હોય, તે કોઈ બીજી દુનિયા, કે અમર થવામાં અસફળ રહી હોય અને તેને જ આ બધું નુકસાન કર્યું હશે ? હાલ ત્યાં ત્રણ એક જેટલા પિરામિડ જ વધ્યા છે. તે સિવાયના સોથી વધુ સંખ્યાના પિરામિડનું શું થયું હશે ?" પ્રો. રહસ્યમયી રીતે હસ્યાં. કદાચ તેની પાસે પણ ઉત્તર નહિ હોય ?
"જીવા, અક્ષત હું ભૂત પ્રેતમાં જરા પણ માનતો નથી, પણ વિજ્ઞાનના આધારે પણ જોઈએ તો આ એક કડવું સત્ય છે. જેને હજુ વિજ્ઞાન સમજી નથી શક્યું, કે સમજવાની કોશિશ નથી કરી ! વિજ્ઞાન આત્મામાં- ચેતનામાં તો માને છે ને ?" અક્ષતે હામી ભરતા ડોક હલાવી.
"વિજ્ઞાન આજે માણસના આખા શરીરને સમજે છે. જાણે છે. પણ એક જગ્યા તેણે હજુ પણ નથી મળી, મન, ચેતના, કે આત્મા જે કહો તે."
વાત વર્ષો જૂની છે. મારી ઉંમર આશરે સોળ વર્ષની હશે, ગામડું ગામ હતું, બહુ જાજી વસ્તી નહિ, વરસાદી ખેતી પર નભતું ગામ, નાનું ગામ, અને સારી એકતા, દરેક તહેવાર ધૂમધામથી મનાવામાં આવતા, દિવસ હતો. શરદ પૂર્ણિમાનો, અને ગ્રહણ પણ ખરું, ઇતિહાસમાં આવું બહુ ઓછા સમય થયું છે. ગ્રહણનો દિવસ એ અંધકાર, ભૂત-પ્રેતનું માનવામાં આવે છે. હું અને મારા બે મિત્ર, નદીની પેલી પાર, બીજા ગામમાં ગરબા જોવા માટે ગયા હતા. અને રાત્રે એક વાગ્યાની આસપાસ સ્મશાનવાળા માર્ગથી પાછા ઘર તરફ જઈ રહ્યા હતા." જીવા ખસકીને અક્ષતની પાસે આવી ગઈ.
"મારો મિત્ર પકો જોવા જઈએ તો ખૂબ જ મજાકિયો અને ખુશમિજાજી માણસ હતો. તેણે સ્મશાનમાં ઢીંગાણા ચાલુ કરવાનું શરુ કર્યું, તે એક તાજી સળગી ચુકેલી ચિંતા તરફ જોતો અને અજીબ રીતે હસતો હતો. અમે તેને પકડી ત્યાંથી નીકળવાનું કહ્યું, પણ તે સુકલકડીમાં ખબર નહિ ક્યાંથી આટલું વજન આવી ગયું કે અમને ધક્કો મારી ફગાવી દીધા, અમે તેને ત્યાંથી જેમ તેમ ઘરે પોહચાડયો, ત્યારે મને એવું લાગ્યું કે સતત અમારી સાથે કોઈ ચાલી રહ્યું છે. તેના પગલાંના અવાજ મને ડરાવી રહ્યા હતા. પણ મારી હિંમત ન થઈ હું પાછળ ફરીને જોઉં, તે ખરેખર મજાક હતો કે શું હું આજે પણ એટલો જ કન્ફ્યુઝ છું.." ટેબલ પર પડેલા પાણીની ગ્લાસમાંથી એક ઘૂંટ પિતા પ્રો. આગળ વાત વધારતા કહ્યું.
"પ્રો. મનરોએ પુસ્તકમાં જે લખ્યું છે. તે પણ નકારી શકાય નહીં.. ફરીથી ખોદકામ કરવાની પરવાનગી મળી ચૂકી છે. એટલે આપણે અટકવું પણ જોઈએ નહિ, તમે કાલથી જ મારી સાથે આવી શકો છો."
"તમારો ખૂબ ખૂબ આભાર પ્રો..." અક્ષત અને જીવા એક સૂરમાં બોલી ઉઠ્યા.
ક્રમશ: