પ્રાચીન આત્મા ભાગ - ૧૦
પ્રાચીન આત્મા ભાગ - ૧૦


પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન વસ્તુઓ, અને પ્રાચીન માનવના ડી.એન.એ મમીમાંથી મેળવ્યા હતા. ઉપર શુ થયું ! તેનાંથી નીચેની ટીમ અજાણ હતી ! ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં હવે વધ્યા ઘટ્યા કર્મચારીઓ હતા. એક એક કરીને બધા મૃત્યુ પામ્યા હતા. તો કોઈ જીવ બચાવી હમેશા હંમેશા માટે અહીંથી દુર જતા રહ્યા હતા.
પ્રાચીન ગુફામાં કલાકે-કલાકે મોટા ઘડાકાઓ થઈ રહ્યા હતા. ઉપર રહસ્યમયી ધડાકા સાથે જ, ઉપરથી પાવડર જેટલા જીણા કણ ચારે તરફ ફેલાઈ જતા હતા. પ્રો મનરો લખે છે. એકવીસ દિવસના સમય પછી ! તમામ પ્રાચીન ગુફાઓ કઈ રહસ્યમયી ઘટનાઓ ઘટે છે. એને ફરીથી તે એક ઈતિહાસ બની જાય છે. હું કેમ બચ્યો ? કેવી રીતે બચ્યો ? હું કઈ જ જાણતો નથી ! હા મારી જીદ મારી આખી ટીમને ભરખી ગઇ, ભવિષ્યમાં પણ આવું જ થશે ! તે નથી ઈચ્છતા કે આપણે તેને કોઈ જાણીએ, ઓળખીએ,સમજીએ
"અહીં મનરોએ કોની વાત કરી હશે ? પ્રાચીન દેવતાઓ, પરગ્રહીઓ, કે પ્રાચીન માનવ જે હજુ પણ પોતાની સંસ્કૃતિ લઈને પાતળામાં જીવે છે. કે પછી આત્માઓ ?" પ્રો. વિકટરે કહ્યું.
"એ તો હું જાણતો નથી ! પણ કઈ ખોટું થવાનું છે. ઉપરથી હજુ સુધી કોઈ સંદેશ આવ્યો નથી, ન લિફ્ટ ! સમય થઇ ગયો છે. આપણો અહીંથી નીકળવાનો પણ કોઈ જ સાંભળનાર નથી ! ન આપણે અહીંથી કોઈ સંદેશો મોકલી શક્યા." અક્ષત બેચેન હતો. જીવા તેની સાથે હતી તેથી બેચેની વધુને વધુ થઈ રહી હતી.
****
પુરોહિત લેબને લોક કરી દીધો હતો. ઉપર વધ્યા ઘટ્યા કર્મચારીઓ લેબમાં હતા. સતત દરવાજા બારીઓ ધબધબાવ્યા પછી પણ! કોઈ ઉત્તર નોહતો મળતો ! હજુ તે લોકો કઈ વિચારે તે પહેલાં, લેબની છત ઉપરથી કોઈ પ્રવાહી વરસાદની જેમ ટપકવા લાગ્યું!
"પેટ્રોલ ?"
ત્યાં જ એક ભયાનક વિસ્ફોટ સાથે ! બધાના શરીરના ધજીયા ઉડી ગયા. માસના લોચા ચારે તરફ ઉડી, શેકાઈને બળી રાખ થઈ ગયા. પ્રગટતા અગ્નિમાંથી સફેદ વસ્ત્રમાં લપેટેલ કેટલી આકૃતિઓ પ્રાચીન ગુફા તરફ વધી ગઈ !
પુરોહિત યાંત્રિક રીતે જ્વાળામાં જઈને હોમાઈ ગયો.
****
ગુફાની અંદર! ભૂકંપના આંચકાઓ અનુભવતા હતા. પાવડર જેવી રજમાંથી હવે કાળા મોટા પથ્થરની ક્યારેક વર્ષા થઈ રહી હતી. નીચેથી ઉપર જવાનો કોઈ જ માર્ગ નોહતો ! હજુ, બધા આ પથ્થર વર્ષાથી પોતાની જાતને બચાવી, તે પહેલાં એક જોરદાર ધમાકો થયો. હજારો હાથીઓ અને સિંહોની ગર્જના જાણે એક સાથે થઈ હોય. ધમાકા સાથે એક મોટી પૌરાણિક મૂર્તિ લાખો ટુકડાઓમાં વહેચાઈ ગઈ.
ગુફાની અંદર ભગદળ મચી ગઇ ! મજૂરો અમુક મૂર્તિના મલબા નીચે આવી ગયા. જેની ચીંખો ગુફામાં પીડાની વાતવરણ ઉભું કરતી હતી. બધાથી અલગ જીવા અને અક્ષત, સુરંગમાં દોડતા વધુને વધુ અંદર ભાગી રહ્યા હતા. ક્યારેક વીજળીના કડાકો થતા હતા. આવી આફત સામે માનવ શરીર ફક્ત ને ફક્ત એક માટીનું વાસણ સમાન હતો.
આ બધું, શાંત થયુ, બધાએ રાહત અનુભવી !
"અક્ષત અને જીવા ક્યાં છે ?"પ્રો. વિકટરે કહ્યુ.
"અમે તે બનેને નથી જોયા !" મજુરે કહ્યુ.
"હૈ ઈશ્વર બંનેની રક્ષણ કરજો !" પ્રો. વિક્ટર આંખ બંધ કરી ઈશ્વરથી પ્રાર્થના કરી રહ્યા હતા.
નીરવ શાંતિ પછી ફરી એક ધડાકો થયો. કોઈ સફેદ રંગની ઉર્જા અચાનક બધાની નજર સામેથી પસાર થઈ. ભૂખી, અતુપ્ત આત્માઓ ત્યાં ઉભેલ તમામ વ્યક્તિનો રકત પીવા માટે તૂટી પડી. અમુક જ ક્ષણોમાં ત્યાં ચારે તરફ લાલ રંગ અને શરીરના અસ્તવ્યસ્ત ખોખાઓ વિખરાયેલા પડ્યા હતા.
****
જીવા અને અક્ષત બને રણના અજાણ્યા ખૂણે નીકળ્યા. સૂરજની રોશની જોઈને બનેના જીવમાં જીવ આવ્યો. તે સુરંગના મુખ પાસે બહાર બેઠા રહ્યા. ક્ષણેકમાં સુરંગ આપો આપ ધ્વસ્ત થઈ ગઈ. તેને આ બધું નરી આંખે જોયુ. તે જ્યાં કૅમ્પ બનાવ્યા હતા. ત્યાં પણ બધું અસ્તવ્યસ્ત હતું. કોઈ માણસનો નામો નિશાન નોહતું. બધું જ રાખ થઈ ગયું. બધું જ રજ થઈ ગયું. ફરી એક સફેદ ચાદર ફેલાઇ ગઈ. રાઝ રાઝ જ રહી ગયો.
ઇતિહાસ શોધવા ગયેલા મનુષ્ય ખુદ ઇતિહાસ થઈ ગયા હતા. પ્રાચીન પરમાણુંની શોધ. પ્રાચીન પરમાણુ, વર્તમાન ન થઈ શક્યો. કઈ તો એવું હતું. જે સમજથી પર હતું. જેને માણસની દખલ અંદાજી સહેજ પસંદ નોહતી. જીવા અને અક્ષતનું સહી સલામત બચવુ એ એક રહસ્ય રહી ગયું. શું પ્રાચીન પરમાણુંની શોધ સંભવ છે ? શું અક્ષત અને જીવા ફરી ક્યારે પણ આ શોધને પુનઃ શૂરવાત કરશે ?
Too be continued next session.
Bank -paytmpayments bank
Account number- 917600030379
Ifsc code- PYTM0123456
Name: alpesh ramjibhai