Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LINABEN VORA

Horror

4.5  

LINABEN VORA

Horror

ખોફનાક બદલો

ખોફનાક બદલો

7 mins
141


સુમસામ રોડ પરથી મારી ગાડી જાણે હવા સાથે વાતો કરતી હતી ત્યાંજ કારમી ચીસ અને એ પણ પૂનમની રાતે, અમાસ હોય તો સમજયા ! એકદમથી ગાડી ને બ્રેક લાગવાથી આમ પણ રોડની ભયાનકતા વધી ગઈ. પૂનમની ચાંદનીમાં પણ ઘટાદાર જંગલમાં કશું ચોખ્ખું દેખાય નહોતું રહ્યું. મારી નજર એક ખતરનાક જંગલી બિલાડી પર પડી ખબર નહીં કોનો રસ્તો કાપ્યો અને ખબર નહીં મારી શું હાલત થવાની હતી ? એ.સી માંથી બહાર નીકળ્યો અને એટલી હદે ડરાવણી ચીસ અને વાતાવરણ ખોફનાક, મને તો જાણે પરસેવાનું ઝરણું અવિરત વહેવા લાગ્યું !

   કોણ હશે ચીસ પાડનાર ? સ્ત્રી કે પુરુષ ? કે પછી કોઈ જાનવર ? ભયભીત થયેલું અને થર થર ધ્રુજતું મારુ શરીર અને માનસ કઈં નક્કી નહતું કરી શકતું. જિંદગીનો આ પ્રથમ ખતરનાક અનુભવ કદાચ કાયમ યાદ રહી જાય તેવો હતો. ત્યાંજ ગાડીના ટાયરમાંથી સુરરરર કરી હવા નીકળી ગઈ. આ બધું મારી સાથે શું થઈ રહ્યું હતું ! ન કોઈ માણસ, ન કોઈ જાનવર, બસ સન્નાટો, સન્નાટો, સન્નાટો ! 

   અચાનક જ મારા શરીરના તમામ અવયવો તંબુરાના તારની જેમ જંજણી ગયા. મારો શર્ટ તો જાણે ચરરર .. કરતો હવામાં ઉડી ગયો. અને મને, મને તો જાણે બજરંગબલીનું બળ મળી ગયું હોય તેમ શરીર તો ગંજાવર બની ગયું. મને ખુદ ને મારી સુધબુધ રહી ન હતી. મારી પરિસ્થિતિ એક રોબોટ જવી હતી કે 'માલીક કંમાન્ડ(આદેશ) આપે અને રોબોટ એને ફોલો(પાલન) કરે'.

  અદ્રશ્ય, ખૂંખાર, ભયાનક શક્તિએ તો મારા માનસ ને પોતાના ખૂની પંજામાં જકળી લીધું હતું. અચાનક જ હું મારી જાત સાથે વાતો કરવા માંડ્યો,ખૂંખાર અવાજ માં જ મારો પરિચય અને એટલાજ ડરેલ અવાજમાં તેનો પ્રતિસાદ સાંભળતો રહ્યો.

   અરે ! હજી આજ સવારે તો હું મારા મિત્ર ધરમના લગ્નમાં જવા તૈયાર થતો હતો. ત્યારેજ મારી પ્રેગ્નેનેન્ટ પત્ની એ મારી સાથે આવવાની જીદ પકડી. તે મને કહેતી હતી કે, " પરમ, મને કઈંક જીવમાં બેચેની થાય છે, કૈંક અઘટિત ઘટના ઘટવાની છે." મેં એને શાંત પાડતા અને સમજાવતા કહ્યું કે, "ડાર્લિંગ, એ તારા મનનો ભ્રમ છે, અને સારું વિચારનારા અને સારા કાર્યો કરનારા સાથે સારું જ થાય છે.એટલે તું નાહક ચિંતા કરે છે." હું બે દિવસ માં પાછો આવી જઈશ એટલે ત્યાં સુધી તારા મમ્મીને અહીં બોલાવી લે. આ હાલતમાં તારે, ત્યાં આવવું અને લાંબો સફર કરવો તે વ્યાજબી નથી. આ બધું સમજાવતા, તેને શાંત પાડતા, અને વિચારમાં મગ્ન હું ઘરે થી રવાના થયો. આખો દિવસ મુસાફરી કરીને રાત્રે આ ઘટના એટલે કે બિહામણી ઘટના ઘટવી મારા માટે મોત સાથે બાથ ભીડવા જેવું હતું. ઘણીવાર આપણી શેરીમાં મોડી રાતે એકદમ થી કૂતરા ભસવા લાગે અને ચામચીડ યા ચીંકારવા માંડે ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જતાં હોય છે. પણ ત્યારે આપણા ઘરમાં છૂપાઈને કે રહીને સાંભળતા હોઈ છીએ કે જેમાં જીવનો જોખમ ન હોય. અહીં તો ખૂંખાર શક્તિ એ જ મારો કબ્જો કરી લીધો ! હવે શું કરવું ? આ કુદરત ના પ્રકોપને આધીન થઇ ને રહેવામાંજ બુદ્ધિમતા હતી. એમાંય મારે તો કઈં કરવાનુજ ન હતું, જ કઇં કરવાનું હતું તે અજાણ, અદ્રશ્ય શક્તિએ જ કરવાનું હતું.

   એ અદ્રશ્ય શક્તિને મેં ખુબજ કરગરીને છોડી દેવા વિનંતી કરી પણ "વ્યર્થ". આ ખૂંનસ આત્મા મને કોઈ પણ કાળે છોડવા તૈયાર ન હતી અને મને પોતાના લક્ષ્ય ની પૂરતી માટે વિવશ કરવા લાગી.

   થોડી હિમ્મત ભેગી કરીને, તેને હાથ જોડીને તેનો પરિચય અને તેના મનસૂબા વિશે વિસ્તારથી પૂછ્યું. ક્રોધિત સ્વરે તેણે મને પોતાનાથી છુટ્ટો પાડી ફંગોળ્યો. અને કહેવા લાગી, "ભૂલી ગયો મને. બધાજ મરવાના. બધાજ એક જેવા છો." થરથર તા હૃદયે મને જાણીતો સિસકારો સંભળાયો. સિસકતા સ્વરે તેને મને યાદ અપાવી કે એની સાથે મારા મિત્ર ધરમ અને તેના આવારા મિત્રો એ જે ગેરવર્તન અને ઈજ્જત લૂંટી ને તેને એક પ્લોટ માં દાટી દીધી હતી.

ઘણા વર્ષો પછી આ બાજુ થી નીકળવાનું થયું હતું. આ વાત તો એટલા વર્ષો પહેલા ની જ હતી. કોલેજ ના છેલ્લા વર્ષમાં હતા ત્યારે ટ્રીપ માં જવાનું હતું. જે બધાને યાદગાર રહી જાય. આ એજ આત્મા હતી જે જંખના નામે વિદ્યાર્થીની હતી. ટ્રીપમાં ધરમ અને તેના ચાર નરાધમ મિત્રો સાથે હતો. હું પણ સાથે ગયોજ હતો. જંખના ની ખૂબસૂરતી જ કદાચ એની દુશ્મન બની ગઈ હતી. નિયત બગડી જતા જ મારા મિત્રો એ એકાંતનો લાભ ઉઠાવ્યો. જંખના ની ઈજ્જત લૂંટી ને ખીણમાં ધક્કો મારી દીધો. આ ભયાનક કાર્યનો હું એક જ સાક્ષી હતો.

    મારી આત્મા મને સત્ય માટે ઢંઢોરતી હતી. પણ મિત્ર ની મિત્રતા આડે આવતી હતી. ટૂંક સમયમાં કુદરતી મોત સમજીને અમે બધા સત્યને ઢાંકવામાં કામયાબ રહ્યા હતા. અઘટિત ઘટના થી જંખનાની આત્મા ભટકવા લાગી હતી. તેને તેના કાતીલોને સજા આપવાની ખૂન્નસ હતું.

  મેં એને બધું ભૂલી ને બધાને માફ કરવાનું કહ્યું, પણ એના કહેવા પ્રમાણે એ નરાધામોએ બીજી ઘણી દીકરીયુંની હાલત બગાડી છે. એટલે એ કોઈપણ કાળે માફ કરવા તૈયાર ન હતી. મેં એને કહયું કે તે પોતાનો બદલો લઈ શકે છે, પણ મારી મદદ વગર શક્ય ન હતું. 

   આજે એજ જગ્યા પર સરસ વિશાળ કોલેજ બની ગઈ હતી. અને આજ જગ્યાનું મંત્ર-તંત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. હવે ત્યાં ધરમ અને તેના મિત્રો નો ખાતમો ત્યાં શક્ય ન હતો. અને કોલેજ માં કોઈ ભરતી થવા તૈયાર ન હતું, કારણ હતું જંખનાની ભટકતી આત્મા.

   જંખનાની જે દયામણું હાલત તે દિવસે થઈ હતી. આજે પણ મારા રુવાડા ઉભા થઈ જાય છે વિચારીને. ! શુ વાંક હતો એનો ? અને ત્યારે મારે મૌન ન રહેતા સજા અપાવી જોઈતી હતી ગુનેગારોને. આજનો જંખના નો બિહામણો ચહેરો, વિખરાયલ વાળ, ખૂનથી લથપથ તેના વસ્ત્રો, તેની ઉપર વીતેલા અત્યાચારની કહાની કહેતા હતા.

   થથરતા સ્વરે મેં એને શાંત પાડી અને પૂછ્યું, તું મારી પાસે શું અપેક્ષા રાખે છે. તે મારા મિત્રો વિરુદ્ધ મારો ઉપયોગ કરવા માંગતી હતી. મારા શરીર પર કબજો કરી તેને મારી પાસે હા પડાવી.

   મારી સાથે મારી પત્નીના રૂપમાં બાજુની સીટમાં બેસી ગઈ. ગાડીમાં હવા આપોઆપ ભરાઈ ગઈ. અને મને ચાલવાનો ઈશારો કર્યો. એટલો ખતરનાક ખેલ થવા જવાનો હતો. જેની કલ્પના પણ મને ધ્રુજાવતી હતી ! લગ્ન સ્થળે પહોંચતાજ આગતા-સ્વાગતા થઇ પણ મને તો શરણાઈના સુરોમાં મોત ના ડાકલા વાગતા હોય તેવો અનુભવ થતો હતો. અને આમને આમ રાત પડી ગઈ. જંખના એ મારા શરીર માં મારી અનુમતિ વગર જ પ્રવેશ કરી લીધો હતો. મારે દુર્ભાગ્ય વશ આ મોતના તાંડવનું સાક્ષી બનવાનું હતું.

   રાત્રે ધરમે બેચલર પાર્ટી નું આયોજન કર્યું હતું. બંગલાની પાછળ જ બગીચામાં. રાત એટલી ભયાનક બની ગઈ હતી, અને વાતાવરણમાં તો જાણે અજાણ્યો ભય બેસાડી દીધો હતો. વીજળી ના કડાકા, તોફાની વાતાવરણ કદાચ જંખના ને તેને બદલો લેવા સહાય કરી રહ્યા હતા. બે મિત્રો ને એક બાજુ બોલાવી મેં (જંખના) ઝાડની ડાળીમાં માથું બાંધી ને લટકાવી દીધા. ખેલની મજા જંખના લઈ રહી હતી, અને કષ્ટ મને થતો હતો. 

  ત્યાર બાદ બીજા બે મિત્રોનો વારો હતો. તેમને મૅ સ્વિમિંગ પુલ પાસે બોલાવી, ધકેલી દીધા. આ મોતનું તાંડવ મારા મિત્ર ધરમની નજરમાં આવી ગયું.તે પરિસ્થિતિને પામી ગયો હતો. અને લગ્ન છોડી ત્યાંથી રફુચક્કર થઈ ગયો.

   જંખના ના કહેરથી બચી નીકળેલ ધરમ પોતાની જાતને હોશિયાર માનતો હતો. પણ અને ખબર ન હતી કે અને કાળ એને નહીં છોડે. ! વિફરેલી જંખના ઘણા પ્રયત્નો પછી પણ ધરમ ને ન પકડી શકી.

  મારા શરીરમાં વાસ તેને ના છોડયો. અને મારા પરિવારથી મારે અલગ થવું પડ્યું. મારી ગર્ભસ્થ પત્નીને મારી જરૂર હતી. ત્યારે પણ હું તેની સાથે ન હતો. આ કદાચ મારા મિત્રને બચાવવાની સજા હતી.

  થોડા વર્ષો પછી મારો મિત્ર જે વિદેશ ભાગી ગયો હતો, તે પાછો દેશ પરત થયો હતો. પછી જંખનાની અત્રીપ્ત આત્મા પાછી જાગી ગઈ હતી. રોદ્ર સ્વરૂપ ધારણ કરી પાછી બદલો લેવા તૈયાર થઈ હતી. મિત્રનું ઘર તો વસાવી ન શક્યો પણ તેના મોતના કારણ માટે નિમિત્ત બની ગયો. આજે કદાચ જંખનાની આત્મા ને મુક્તિ મળી જશે અને મને તેની શક્તિમાંથી ! એવું વિચારતો હું ભયાનકતાનો તાંડવ કરવા તૈયાર હતો.

   મેં એજ કોલેજમાં જોબ સ્વીકારી લીધી હતી જ્યાં જંખનાની આત્માને રાહત મળતી હતી. ધરમ ને ત્યાં જ બોલાવીને તેનો ખાતમો કરવાનો હતો. ધરમ તો બધું ભૂલી ગયો હતો.

   ધરમનો પ્રવેશ થતાંજ જંખનાની આત્મા ભયંકર રીતે ચીંકારવા લાગી. ધરમ તો જાણે ચેતન હીન થઈ ગયો. માફી માંગવા માંટે ધરમ ની જીબાન સાથ નહોતી દેતી. તે આમ થી તેમ દોડા દોડી કરીને બચવાના પ્રયત્નો કરવા માંડ્યો. કેટલીવાર ભટકાનો, ધસળઆતો કોલેજની અગાસી માં જય ચડ્યો. મારા જ હાથે મારા મિત્રનો ખાતમો ! ! જંખનાએ તેની છાતી ફાળી ની લોહી પીધું અને અધકચરો કરી ને અગાસીમાંથી ફેંકી દિધો.

   આવો બિહામણો બદલો ! અને એ પણ મારા હાથે મારા વાંક ગુના વગર. કુદરતની ક્રૂરતા એટલી હદે ભયાનક હતી કે મારી થકી જખનાની આત્મા તૃપ્ત થઈ ગઈ પણ મારા મિત્રની આત્મા ભટકટવા લાગી. અને મને હેરાન કરવા લાગી. મન થાય છે કે આત્મા હત્યા કરી મારી આત્માને ભટકવા દવ. શુ મારો અંત આવોજ હોવો જોઈએ. ? નિરાંતની જંખના કરતો મારો આત્મા. 


Rate this content
Log in

Similar gujarati story from Horror