LINABEN VORA

Romance Inspirational

3  

LINABEN VORA

Romance Inspirational

માતૃત્વ - એક અવર્ણનીય લાગણી

માતૃત્વ - એક અવર્ણનીય લાગણી

3 mins
201


વિકી અને પિન્કીની જોડી એટલે સુપર ડુપર જોડી. એકદમ મેઈડ ફોર ઈચ અધર. બંનેએ એમ. બી. એ. સાથે જ કર્યું હતું. વિકી એટલે સરળ, નિર્મળ અને હોંશિયાર બિઝનેસમેન. જરા પણ અભિમાન નહીં. એવીજ હતી પીંકી, નામ પ્રમાણે, ગુલાબી ગાલ, રૂપ રૂપના અંબાર, અભિમાનરહિત અને સ્માર્ટ છોકરી.

જ્યારે પહેલીવાર વિકીએ એક હાથમાં ગુલાબ અને એક હાથે પિન્કીનો હાથ ચૂમતા પ્રપોઝ કર્યું, ત્યારે પિન્કીનો પ્રેમનો અવર્ણનીય અનુભવ થયો હતો. હૃદયના સ્પંદનો જાણે ઝણઝણી ગયા હતા અને માહોલમાં પ્રેમની સુવાસ ફેલાઈ ગઈ હતી. ત્યારે પિન્કીને એમ હતું કે આનાથી વધારે જીવનમાં અવર્ણનીય અનુભવ કઈં હોય જ ન શકે.

 બસ પ્રેમનો ઈકરાર થતા લગ્નનો દિવસ આવી ગયો હતો અને હસ્ત મેળાપ વખતે બંને જણા એકબીજાને સાતેય જન્મમાં સાથે રહેવાના, એકબીજાને જીવનભર વફાદાર રહેવાના, એકબીજાનું માન સન્માન જાળવવાનો વાયદાઓની નજરોથી આપ-લે કરી રહ્યા હતા. વિકી અને પિંકી બંને માટે જિંદગીનો આ રૂપ અવર્ણનીય હતો. સમય પસાર થતો ગયો અને આમ ને આમ લગ્ન જીવનના પાંચ વર્ષ પુરા થયાં. આ પાંચ વર્ષ દરમ્યાન વિકીએ બાળક માટેની ઈચ્છા વ્યક્ત કરી પણ પિંકીએ નકારી કાઢી. વિકીને બાળકો ખુબજ વ્હાલા હતા. આસ-પાસના બાળકોને એટલો વ્હાલ કરતો. તેમના માટે ગિફ્ટસ લાવતો, ચોકલેટ, રમકડાંનો તો ઢગલો કરતો. ત્યારે પિંકી ઘણીવાર કહેતી જ્યારે "તારા પોતાના બાળકો થશે તો, તું શું કરીશ વિકી ?" આના જવાબમાં વિકી કહેતો, "એકવાર તેને આવવા તો દે, તું જોતી રહી જઈશ, એવું હું કરીશ".

અંતે વિકીની જીત થઈ અને પિન્કીએ બાળક કરવાની મંજૂરી આપી. પિન્કીની પરવાનગી મળતા જ જે વિકીએ, પિન્કીને આલિંગન આપતા, હવામાં ઊંચી કરી અને તેની આંખોમાં જે ચમક અને હરખ હતા તે પિંકી માટે અવર્ણનીય હતા. એને કલ્પના ન હતી કે વિકીને આટલી બધી ખુશી પ્રાપ્ત થશે. નવે-નવ માસ દરમ્યાન એકદમ નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું. પિન્કીને તો એકદમ પ્રિન્સેસ જેવી અવર્ણનીય અનુભૂતિ થતી હતી.

નવ માસના અંતે પિન્કીને પ્રસવ વેદના ઉપડી. શરીરના તમામ તારો જાણે તૂટી રહ્યા હતા. પીડાથી કણસતી અને ચીસો પાડતી, માતૃત્વના કિનારે આવી પહોંચી હતી. ટૂંક સમયમાંજ સુંદર, હૂબહૂ પોતાના જેવી જ દીકરીને જન્મ આપ્યો. માતા બનવાની આ અમૂલ્ય ઘડી તેના માટે અવર્ણનીય હતી. બાળકના જન્મ પછી માતાને નવજીવન મળે છે. પિન્કીને ખ્યાલ જ ન હતો કે માતૃત્વ પ્રાપ્ત કરવાનો. એટલો બધો અવર્ણનીય આનંદ પ્રાપ્ત થશે. હવે તેને પોતાના ઉપર ગુસ્સો આવતો હતો. કે મેં માતા બનવામાં અને વિકિની વાત માનવામાં આટલો સમય શું કામ કાઢી નાખ્યો ? આ અવર્ણનીય આનંદની અને રોમાંચની હકદાર હું ક્યારનીય બની ગઈ હોત. પણ આજનો અવર્ણનીય આનંદ માણતી અને હરખથી ઘેલી બનેલી પિન્કીને જાણે પંખ લાગી ગયા હતા. જ્યારે ધ્રુજતા હાથે પોતાની દીકરીને, પોતાની છબીને ભેટી પડી. આંખોમાંથી અમૃતરૂપી અશ્રુઓની ધારા તેના માતૃત્વ પ્રાપ્ત કર્યાના સાક્ષી હતા. બાળકીના માથાને ચુંબન કરતી, કુમળા હાથોમાં પોતાની આંગળીઓ પરોવતી, નાના ગુલાબી હોઠોને પંપાળતી અને જ્યારે તેની કુમળી પાંપણને ખુલતા જોઈ અને જે અવર્ણનીય, અદ્ભૂત અનુભૂતિ કદાચ જીવનમાં ક્યારેય ન્હોતી થઈ. ભગવાનનો વારંવાર આભાર માનતી હતી, કે પ્રભુએ તેને આટલી સરસ ભેટથી નવાજી હતી. વિકિના તો આનંદનો પાર જ ન હતો. આખી હોસ્પિટલમાં પેંડા વહેંચ્યા, તમામ સ્ટાફને બક્ષિસ આપી અને બધા ઢીંગલીને લઈ ઘરે પહોંચ્યા. આખું ઘર શણગારવામાં આવ્યું હતું. ફૂલોની વર્ષા થઈ રહી હતી. સાક્ષાત લક્ષ્મીજી પ્રવેશી રહ્યા હતા ને ! આ માહોલની રમઝટ પણ પિંકી માટે અવર્ણનીય હતી. આ સુખદ અને અવર્ણનીય પળોને તે હૃદયરૂપી કેમેરામાં હંમેશા માટે કેદ કરવા માંગતી હતી. સાચેજ સ્ત્રી જ્યારે માતૃત્વ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રસવ વેદનાને ભૂલી તેનું રોમેરોમ આવનાર બાળકની એક અવર્ણનીય ઝલકથી એ પ્રફુલ્લિત થઈ જાય છે. અને ત્યારેજ એક સંપૂર્ણ સ્ત્રીનો જન્મ થાય છે. સાચેજ પિંકી માટે એજ ખરા અર્થમાં વુમન્સ ડે નું સેલિબ્રેશન હતું.

આજની મારી વાર્તા વિશ્વની તમામ સ્ત્રીઓ માટે અને પુરુષોને જેઓ સિંગલ પેરેન્ટ બની પોતાના સંતાનોનો ઉછેર કરી રહ્યા છે માટે શુભેચ્છા રૂપી ભેટ છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance