STORYMIRROR

LINABEN VORA

Others

3  

LINABEN VORA

Others

રાજનીતિ

રાજનીતિ

7 mins
457

રા- રાજકારણીઓ દ્વારા

જ- જનતા માટે

ની- નીતિ સભર કામની

તિ-તિલાંજલિ...

  આજની રાજનીતિ -એક મલિન કાવાદાવાથી ભરેલ રાજ રમત ! આમ તો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાં, પણ આજે ખાસ કંઈ આઝાદીની રોનક રહી નથી. કોઈ સ્વાદ નથી રહ્યો આ રાજનીતિમાં. જો આઝાદીનો મતલબ કે ધ્યેય ખરા અર્થમાં જાણતા હોત તો કદાચ આ દિવસો ભોગવવા ન પડત. 'રાજનીતિ' કે 'મેલીનીતિ' 

ખબરજ નથી પડતી કે સાચી નીતિ શું છે ! આજના રાજકારણીઓ શું કરવા માંગે છે અને દેશની બાગડોર સંભાળીને દેશનો રથ કઈ દિશામાં લઈ જવા માંગે છે ? કોઈને દેશની સાચી પરિસ્થિતિનું ભાનજ નથી. દરેક જગ્યાએ રાજનીતિ:- દવાખાનામાં રાજનીતિ, સ્કૂલમાં, કોલેજ કે શિક્ષણમાં રાજનીતિ, મનોરંજનમાં રાજનીતિ, ટ્રાફિક, રોજબરોજની જીવન જરૂરિયાતમાં, ભાવ-

વધારામાં, ટેક્ષમાં વસૂલી,

બધાજમાં કૌભાંડો ! આમાં દેશની પ્રગતિ થાય કે અધોગતિ,  

'દેશનો વિકાસ, આપણો વિકાસ'. શુ આ સ્લોગન સાર્થક છે ? અરે! આપણે જ કમાવામાંજ એવા તો બેવડ વળી ગયા છીયે તો દેશને શુ સધ્ધર બનાવી શકીએ ?

  બાળક જન્મે ત્યારથી કે માણસ મૃત્યુ પામે ત્યાં સુધી, તમામ જીવનની પરિસ્થિતિ ઓ માં રાજનીતિ, રાજનીતિ, રાજનીતિ:- શિક્ષણ માટે રિશ્વત, નોકરી માટે રિશ્વત, પેન્શન માટે રિશ્વત, અરે ! ભગવાનના દર્શન માટે પણ રિશ્વત! આસ્થાના નામે ભક્તિ અને ધર્મ વહેંચાઈ રહ્યા છે. તમામ વહીવટ એટલા ગોઠવાયેલા લાગે પણ અંદર થી પોલંપોલ. 

  આજની યુવાપેઢી ફોરેનમાં ભણવા અને ત્યાંને ત્યાંજ નોકરી કરવાનું જિંદગીનું સૌભાગ્ય સમજે છે. બેંકની લોન લઈ, ઊંચા વ્યાજદર ભરીને પણ ફોરેન જવા તલપાપડ થતા હોય છૅ. શું આ વ્યાજબી છે ! આ બધા માટે જવાબદાર કોણ ! અને શું કામ પરિવાર સાથે દેશમાં રહીને કોઈને ભણવાનું કે કમાવવામાં રસ નથી. આ બધાનું એકજ કારણ છે આપણાં દેશની કુટિલ રાજનીતિ. દેશની બાગડોર એવાં હાથમાં છે, જેમની શારીરિક ક્ષમતા નબળી હોય. ચતુર અને ચાલાક નેતા એવા હોય જે એવી પરિસ્થિતિનું સર્જન કરે કે જેથી 'એક તિર સે દો નિશાન, સાધી શકાય'. એટલે કે આજની યુવા પેઢી હોંશે-હોંશે અહી રહી, ભણી-ગણી ને દેશના વિકાસની રણનીતિ તૈયાર કરે.

    દેશની રાજનીતિને તો લાલચ અને સ્વાર્થીપણાની ઉધઈએ ખોખલી કરી નાખી છે. મોંઘવારીની ઝડપ તો કદાચ વાયુના વેગ કરતા પણ વધારે છે. કોઈ પણ દેશનો સંચાલક એવો હોવો જોઈએ, જે નીડરતા અને સૂઝબૂઝથી પોતાના દેશનો. હિતેચ્છુ બની, વફાદાર રહે. વફાદારી, મહેનત, ઈમાનદારી જેવા અમુક શબ્દો તો નેતાઓની ડિક્ષનેરીમાંથી નીકળી ગયા છે.

    આજના નેતાઓને તો રાજનીતિ અને ખુરશી એટલા વ્હાલા છે કે જાણે કોઈ અલભ્ય વસ્તુ મળી ગઈ હોય. કદાચ એમનાથી આ છીનવાય જાય તો તો તો કદાચ તેમના પ્રાણ નીકળી જાય. આખી જિંદગી ખુરશીની પૂજા કરે અને જ્યારે ખુરશી મળે તો ત્યારે કદાચ વાંકા વળી ગયા હોય. ન કરવાના કામો કરવા પડે અને ન બોલવા જેવા શબ્દો બોલવા પડે. આ ખુરશી ઉપર બેસી રહેવા કે સત્તા ભોગવવા કદાચ પોતાની લાગણીઓ અને સંવેદનાની બલી ચડાવી દે અને સત્તા ભોગવવાની ઈચ્છાને કદાચ જીવનનો પ્રબળ ધ્યેય માની બેસે છે. આજના વધતા પગાર ધોરણમાં પણ સંતોષ કદાચ અદ્રશ્ય થઈ ગયો છે. મોંઘવારીએ તો ડિવાઈડ & રૂલ જેવો ભાવ ભજવ્યો છે. એક પક્ષ વધારે અને બીજો તેનો વિરોધ, પણ પાછા બંને હોય એકજ એમાંય પાછી રીશ્વત કે લાંચ એ તો મોરને માથે કલગી.ક્યાંય પણ કે કોઈ પણ કામ કરાવવું હોય તો લાગવગ, તમારી સાતખોટની ડીગ્રી કે સર્ટિફિકેટ કરતા પણ વધારે મહત્વની છે. ક્ષમતા કે તમારી યોગ્યતા તો પસ્તીની જેમ કચરાપેટીમાં પડી છે ! શું આ બધું ભોગવ્યા કે જોયા પછી આ દેશમાં રહેવું કે કમાવવું ગમશે ! ના, નહીં ગમે, તમને તમારી આવડત પ્રમાણે પુરસ્કાર કે વળતર મળે તોજ તમને કંઈક કર્યાનો ગર્વ અને સંતોષ મળે. આપણે આ પરિસ્થિતિથી કદાચ જીવતા થઈ ગયા છીએ અને બધું ચલાવતા થઈ ગયા છીએ પણ આવનારી પેઢી ને કદાચ આ નાપસંદ છે.

    આપણા દેશનું ભવિષ્ય આપણી યુવા પેઢી છે.તોપછી દેશનું સંચાલન તેમના જેવા નવયુવાનો ના હાથમાં હોવું જોઈએ.એજ લોકો તો જોશ અને ઉત્સાહથી દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવશે. પણ જો પેઢી જે આજની તારીખે ખુરશી માટે એક બીજા ના પગ ખેંચવામાં વ્યસ્ત છે તો દેશનું પતન નક્કી છે. અને આ પરિસ્થિતિમાં દેશને પાછો ગુલામ થતા કોઈ રોકી નહીં શકે. દેશની અર્થ વ્યવસ્થા દિવસે ને દિવસે નબળી પડતી જાય છે. દેશના સુરક્ષકોને પોતાના પરિવાર માટે રક્ષકો શોધવા જવું પડે.

અરે! ગાંધીજી તો કેહતા હતા કે 

'હમ લાએ હૈ તોફાન સે કિસ્તી નિકાલ કે ઈસ દેશ કો રખના મેરે બચ્ચો સભાલ કે '.

અરે, બાપુ તમારી લાવેલી નૌકા તો મજધારમાં જ ઘૂમરી ખાય છે.આ નૌકાનો સુકાની મજબૂત હાથોવાળો નથી કે નૌકાને પાર ઉતારે.ગાંધીજીએ જે તસ્વીર આપણા દેશ માટે જોઈ હતી એની વિપરીત ચિતરાઈ ગઈ છે.આપણાદેશને 

એવા સુકાનીની જરૂર છે જે પોતે સાહસ ખેડી નીડરતા પૂર્વક સૂઝબૂઝથી તોફાની દરિયામાંથી નૌકાને પાર ઉતારે. 

'દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન કે કિતના બદલ ગયા ઈન્સાન '. 

એટલી હદે પરિસ્થિતિ બગડી છે કે આપણા દેશને માટે ગાંધીજી કરતા પણ વધારે પાવરફુલ માણસની જરૂર છે.

  રાજનીતિએ સમગ્ર વિશ્વમાં આગ લગાડી છે.કોઈ એકથી આગ બુઝાવી શકાય એવું નથી.આઝાદીની લડતમાં ભારતના દેશવાસીઓ એકજૂટ થઈને લડયા હતા. પણ રાજનીતિને લડત આપવા કદાચ સમગ્ર વિશ્વને એક થવું પડશે.સોશ્યિલ મીડિયા એટલી હદે કોઈ પણ કાંડ કે બનાવને સમજાવવામાં કે દેખાડવામાં પારંગત છે. મીડિયા કૌભાંડોને એટલી હદે ઉછાળે અને પછી ખબર નહીં અમાસના ચંદ્રની જેમ અલિપ્ત થઈ જાય. એટલી મહત્વની અને નિજી સિક્રેટ માહિતીઓ તેમની પાસે હોય પણ રાજનીતિના દબાણે 

સત્યનું કદાચ દમન થઈ જાય છે. સત્ય ઘટનાનું તો જાણે ગળું દબાવી દેવામાં આવે છે અને કદાચ કોઈ ઈમાનદારી પૂર્વક પોતાનું કર્તવ્ય કરવા જાય તો મરી ગયો સમજવો ! આ પરિસ્થિતિમાં સામાન્ય માણસનું શું ! એક તો રાજનીતિ(રાજકારણ) ને સામે કઈં પગલું ન લઈ શકો અને જો લો તો તમારા જ પગલાં ભૂંસાય જાય અથવા કપાય જાય.

દેશના રાજકારણના અલગ-અલગ પાસાઓ અને અલગ-અલગ પક્ષો છે. એક પક્ષ, બીજા પક્ષ ઉપર એટલું કીચડ (કાદવ) ઉછાળે અને પછી એજ પક્ષના સભ્યો ખીલેલા પુષ્પો જેવા હોય. પાછું એજ ખરાબ વ્યક્તિ, સભ્ય લોકોની વચ્ચે શોભાયમાન હોય. આ છે ખોખલું રાજકારણ!! પોતાની ખુરશી બચાવવા આવા લોકો 

'ગધેડાને પણ બાપ કહેતા અચકાય એવાં નથી' 

કોઈપણ સંજોગોમાં ખુરશી હાથમાંથી ન જવી જોઈએ. એકવાર જયારે રાજકારણમાં ઘૂસ્યા પછી એ રસ્તે પાછું વળાય એવું નથી, વનવે જેવું . 

વિશ્વાસનીયતાની વાતો કદાચ કાગળના કરારોમાં લખાયને મેલા રાજકરણની તિજોરીમાં પૂરાઈ ગઈ છે.

  બાબા સાહેબ આંબેડકરજી એ બંધારણમાં નિયમો અને ફરજોનુ આલેખન કર્યું હતું. પણ જાણો છો કોના માટે ! આપનો જવાબ હશે આપણા માટે! પણ શું આમાંથી સંપૂર્ણ પાલન મારા અને તમારા થઈ થાય છે! શું પાલન ન કરવું જોઈયે ! નવા નિયમો અને ફરજો બહાર પડે પણ જુના છે એનું શું ! જ્જ શું જૂનામાં ફેરફાર કરી આધુનિકરણજ લાવવું જરૂરી છે ? શક્ય તો બધું જ છે પણ આપણી રાજનીતિ દીવાલ બનીને રસ્તો રોકી ને બેઠી છે. જો યુવાપેઢી સમતોલન રાખી સમગ્ર તંત્રને એટલેકે નીચે થઈ લઈને ઉપર સુધી બદલીને ન્યાય આપે તો જ આ દેશનો ઉધ્ધાર છે. બીજાનું જોઈને અનુકરણ કરીને કાગડાની પાછળ મોરના પીંછા જેવું દ્રશ્ય સર્જાય ! 

'નાચ ન જાને આંગન ટેઢા' 

કહેવત આપણા માટે સાર્થક છે.રાજકારણીઓની રાજનીતિ એટલી હદે બગડેલી અને મેલી છે, કે સારામાં સારું સેનિટાઈઝર કે સાબુ એને ચોખ્ખી ન કરી શકે.

આપણૅ કહીયે છીએ કે ચીનની રાજનીતિ હતી કે કોરોના સમગ્ર વિશ્વમાં સંક્રમિત થયો. એ તો દુઃખદ ઘટના છે. અને એને નાબૂદ કરવા વિશ્વના તમામ દેશો પ્રયત્ન કરી રહ્યા છે.પણ આમાય રાજનીતિ. આપણા શરીરને કોરોના ન લાગે તે માટે સેનિટાઈઝર વાપરીએ છીએ, પણ મનના કોરોનાને ભગાડવા કયું સેનિટાઈઝર કામમાં આવશે ! 

   જો શુદ્ધ મન અને દ્રઢ નિર્ણય શક્તિથી રાજકારણીઓ દેશને નહીં ચલાવે તો તેમનું પતનતો નક્કી છે.પણ સાથે આપણું પણ નક્કીજ છે.આ તો 

'गेहूंके साथ घुनभी पिसता हे' 

આપણે તો વગર વાંકે દંડ ભોગવવાનોજ છે કેમકે અપરાધિઓ આ લોકોજ હોય. કેસ લડવાવાળો વકીલ પણ આ લોકોજ હોય અને ન્યાય કરવાવાળા ન્યાયાધીશ પણ આ લોકોજ હોય.

   ઘણા અંશે દેશની આ હાલતના આપણે પણ જવાબદાર છીયે. કેમકે જ્યારે આપણે આપણા કિંમતી મત આવા ઉમ્મદવારને દઈયે છીયે. ત્યારેજ તો આવા નબીરાઓ સત્તા ઉપર આવે અને રાજનીતિના અનેક દાવ-પેંચ કે કાવા-દાવા રચે છે.આપણે આપણી દીકરીનું સગપણ નક્કી કરતા પહેલા ઘણી તપાસ કરી, સાવચેત થઈને તેના માટે સુખી અને સંપન્ન ઘર શોધીએ છીયે.તો આ તો સમગ્ર દેશના હિતની વાત છે. આમાં આપણે તકેદારી રાખવી

જરુરી છે.જાણકારી હોવી 

જરુરી છે.કે પછી સારા ઉમ્મદવાર બચ્યા જ નથી ! હવે તો કદાચ એવું હશેકે સૌથી ઓછો ખરાબ કોણ ! એને વોટ આપો. કારણ કે ખરાબ તો આખું તંત્ર જ છે. શકુની જેવા રાજકારણીઓની રાજનીતિ એટલી હદે મેલી છે કે પાંડવોની જેમ આપણે પણ લાચાર છીએ. ત્યારે દ્રૌપદીના ચીરહરણ થયાં હતાં અને તેની માન-મર્યાદાનો પ્રશ્ન હતો. પણ આજે તો આપણી 'ભારતમાતા'ની 

માન-મર્યાદાની વાત છે.

   મહા મહેનતે અંગ્રેજોને દેશનિકાલ આપ્યો હતો, પણ એ જ પરદેશીઓની આપણે હરખભેર આગતા-સ્વાગતા કરીએ છીએ. આપણે જાણતાં નથી, આ વિષૈલો અજગર ક્યારે આપણે બધાને ગળી જાશે. અતિ આધુનિકતા અપનાવવામાં પરાધીન બની ગયા છીએ. અને સ્વદેશી વસ્તુઓને તુચ્છ માની બેઠા છીએ.મારે મન તો એવું કે 

ગંગા કિનારે રહેતાને તેની પવિત્રતાની કિંમત ન હોય.

   આજની યુવાપેઢી આગળ આવે તોજ આપણા દેશની રાજનીતિ નો તખ્ત પલટાય જાય. યુવાનોની સુઝ-બુજ અને જોશ અને ઉત્સાહથી દેશના સોનેરી દિવસો પાછા ફરશે. કાબેલ ઉમ્મદવારોની સૂઝ-બૂઝ ભરેલી રણનીતિ થી કદાચ આપણો સુંદર દેશ ફરી પાછો ખીલી ઉઠશે અને તેની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે.

વિશ્વરૂપી આકાશમાં આપણો દેશ ધ્રુવ ભટ્ટના તારાની જેમ ચમકી ઊઠશે !

રાજકારણીઓ કરે છે, એવી 'રાજનીતિ', સમજાતી નથી સામાન્ય માણસ ને આ 'રણનીતિ', નહીં ચલાવીએ, નહીં ચલાવીએ, દેશમાં આવી 'કૂટનીતિ',

જાગો યુવાન, સૂઝબૂઝથી મિટાવો, આવી 'મૈલીનીતિ'.


Rate this content
Log in