બીતે લમ્હે
બીતે લમ્હે
મિત્રો, પૂછવા જેવુંજ નથી કે સૌનું ગત વર્ષ કેવું રહ્યું. પૂછવા જેવું તો એવું છે કે કોણ કેટલુ આ કપરી પરિસ્થિતિમાં બચી શક્યું. આર્થિક રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે દુઃખદાયી વીતેલું આ વર્ષ કેટલું લાબું હતું એ આપણે સૌ જાણીએ છીએ. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આ કુદરતી નિત્ય ક્રમ ચાલતો જ રહેશે. એટલે નવી સોનેરી સુખદ સવાર જો નવા વર્ષ માં જોવા મળે તો પણ આ વર્ષના આઘાત જનક ઘા ક્યારેય રૂઝાશે નહીં. આવાજ કુદરતના કાળની ભોગ બનેલી રિચાની વાર્તા આપની સમક્ષ રજૂ કરી રહી છું.
અરે. . . . ! રિચા. . . ! અરે બેટા! આ શું થઈ ગયું. . . ? આક્રંદ ભરેલા, લથડાયેલા શબ્દોથી કિશોરભાઈ અને રાગીનીબહેને આશ્વાસન આપી રહ્યાં હતાંં. આખો બંગલો સ્મશાન બની ગયો હતો. જિંદગીમાં ન જોયેલું દુઃખ અને ન ખમાંય એવું હતું. કોણ કોને સંભાળે એવું દ્રશ્ય હતું. કિશોરભાઈ અને રાગીનીબહેન નો એકના એક પુત્રના મૃત્યુંનો આ બધો મલાજો હતો. "તારું જીવન બરબાદ કરનાર, અમેજ છીએ ! અમેજ સ્વાર્થી બની, તારો ભવ બગાડ્યો !" . . પુત્રનાં વિદાયમાં પુત્રવધૂને આવા શબ્દો ! પુત્ર ના મૃત્યુ નું તું દુઃખ સહન તો ન થઈ શકે પણ પુત્રવધૂ ને વિધવા સ્વરૂપે આંખો જોવા તૈયાર ન હતી. હજુ રીચાને મળ્યાં ક્યાં જાજો સમય થયો હતો, ત્યાં તો પહાડ જેવું દુઃખ નાની ઉંમરે આવી પડ્યું. હસ્તી-રમતી, નિખાલસ, સુંદર એવી ડાહી દીકરી એટલે રિચા.
પુત્રને કાંધ આપવી, કદાચ કિશોરભાઈ માટે કુદરતની જિંદગીમાં સૌથી કપરી કસોટી હતી. "હે પ્રભુ! અમારી સામું તો ન જોયું પણ નાની કુમળી રિચા ની દયા ન આવી", આ બધું દ્રવી ઉઠેલું મન વિચારી રહ્યું હતું. આખો દિવસ જાણે સાત ભવ જેવો પસાર થયો. રાત્રે કિશોરભાઈ ભૂતકાળમાં સરી પડ્યા. . .
આજે તો રાગીનીબહેન ખૂબ જ આનંદમાં કામ કાજ પતાવી રહ્યા હતાં. રસોઈયા મનુભાઈ ને પણ ૩૨ જાતના પકવાન બનાવવાનું કહેવાય ગયું હતું. આટલી બધી હોંશ અને હરખનું કારણ એટલુંજ હતું કે તેઓ પોતાના પતિ એટલે કે કિશોરભાઈ સાથે દુબઈ ફરવા જઈ રહ્યા હતાં. કિશોરભાઈ એટલે સુરતના ખૂબ જ ગર્ભ શ્રીમંત હીરાના વેપારી. આમ તો કિશોરભાઈ નું જીવન વ્યસ્તજ હતું. તેઓ ધારે તો જ રજા માણે, બાકી તો કામ, કામ અને કામજ. આ સુખી દંપતી ને ત્યાં પણ એક જ પુત્ર, રાહુલ. જે ખૂબ લાડકોડથી ઉછરેલો એક બિન જવાબદાર વ્યક્તિ. ક્યારેય દુઃખનો પડછાયો સુધા કિશોરભાઈએ, રાહુલ પર પડવા ન દીધો હતો. લાડકવાયા પુત્ર પર ઉંમર થતા પણ કામનો બોજો નાંખવા ન માંગતા, કિશોરભાઈ, તેના પ્રેમમાં અંધ બની ગયા હતાં. કિશોરભાઈને પોતાના અને રાગીનીબહેનના જીવનની ન પડી હતી. પણ પુત્રની જોળી માં દુનિયાનાં તમામ સુખો નાંખવા માંગતા હતાં. ક્યારેય એવું ન વિચાર્યું કે પોતાની ગેરહાજરીમાં પુત્ર ની દશા શું થશે ? કુદરત ને કંઈક બીજુજ મંજુર હતું. રાગિની બહેન ઘણીવાર ટકોર કરતાં પણ કિશોરભાઈ પોતાના પુત્ર પ્રેમમાં અંધ હતાં. તેમની આંખો, પુત્ર પ્રેમની પટ્ટીથી બંધાઈ ગઈ હતી. સમય આવશે, થઈ જશે એવું માનતા હતાં તેઓ. બધું વ્યવસ્થિત વ્યવસ્થા કરીને, બંને જણા ફરવા નીકળ્યા ખબર નહીં, કુદરતે ફરવા મોકલ્યા કે પછી ? કુદરતની આગળ માનવી લાચાર છે.
રિચા એટલે માં-બાપ વગરનું સંતાન. એકદમ શાંત, સમજુ અને સુંદર વ્યક્તિત્વ ધરાવનાર આવી કન્યા ક્યાંક જ જોવા મળે. ભગવાન જ્યારે શાંત બેઠો હશે ત્યારે રિચા જેવી મુરત ઘડી હશે. રાહુલ અને રિચા, બંને નાં વ્યક્તિત્વ બિલકુલ અલગ જ, બંને નદીના બે અલગ - અલગ કિનારા કે જેનો ક્યારેય મિલાન ન થાય. રિચા પોતાના માં-બાપને ૨૦૦૧ના ધરતીકંપ ના પ્રકોપમાં ગુમાવી ચૂકી હતી. લાડકી રિચા એકમાત્ર સંતાન હતી. ત્યારે તે ૩ વર્ષની હતી. તેના પિતાના જીગરી એવા દીપકભાઈએ મિત્ર ની ફરજ બજાવતા, રીચાને પોતાની છત્રછાયામાં રાખવાનો નિર્ણય કર્યો. દીપકભાઈ ના પત્ની ઈલા બહેન ને આ બધું જરા પણ મંજુર ન હતું. પણ દીપકભાઈ નો આ અફળ નિર્ણય મને કમને તેમણે વધાવી લીધો અને રીચાને પોતાના દેશ સિંગાપુર લઈ ગયા. રિચા પાસે માં-બાપના પ્રેમ સિવાય બધુજ હતું.
"પ્રભુની લીલા ન્યારી છે".
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રિચા નું સૌંદર્ય વધારે ને વધારે ખીલતું ગયું. ઈલાબેન ના મેણા ટોણા સહન કરતી તેમના આકરા સ્વભાવ ને ઝેલતી, રિચા એક ધીર ગંભીર પરી રૂપી કિશોરી બની ગઈ હતી.
માણસો કરતા પશુઓ વધારે વ્હાલા હતાં, પરી જેવી રિચા ને તેણે વાઈલ્ડ લાઈફ સફારી પર પોતાની એક ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. એટલે તે પણ દુબઈ જાવા રવાના થઈ હતી. દીપકભાઈ એ રિચાને તમામ પ્રકારની છૂટ આપી હતી પણ રિચાએ ક્યારેય તેનો ગેરલાભ ઉઠાવ્યો ન હતો.
" વિધાતાએ ખબર નહીં શુ લેખ લખ્યા હશે ? અને ખબર નહીં કોણ ક્યારે કયા મળી જાય છે ! સંજોગો નું સર્જન વિધાતા જ કરે છે અને તે પ્રમાણે વર્તન કરતા પણ વિધાતા જ સૂચવે છે"રિચા ના જીવન માં એવું તોફાન સર્જાવા જઈ રહ્યું હતું જેની તેને કલ્પના સુદ્ધાં પણ ન હતી. દીપકભાઈ નું મન જરાક વિચલિત થઈ રહ્યું હતું પણ રિચા ના કેરિયર માટે તેમણે મૌન સેવી લીધું.
રિચા દુબઈ માં પોતાનું કામ પતાવી રહી હતી. કદાચ એકલા પરદેશ જવાનો તેને પહેલો અનુભવ રહ્યો હશે તેની સાથે સાથી મિત્રો હતાં, પણ તે પોતાની જાતને ખોલી ને છૂટ થી જીવતી ન હતી એ એક એવું પંછી હતું, જે પાંજરા માં ન હોવા છતાં પણ પોતાની જાત ને બંધન માં અનુભવતી હતી.
કોરોના ના કપરા કાળે અચાનક જ પોતાના ખૂની પંજા ને ફેલાવાનું શરૂ કર્યું. અનેક લોકોના ભોગ લઈ, પોતાનો કહેર વરસાવ્યો. અનેક લોકો આના સકંજામાં આવી ગયા અને લોકડાઉન ના પગલાંઓ લેવાઈ ગયા. શુ કરવું અને ક્યાં જવું આ બધું પરદેશ માં ફસાઈ ગયેલા પર્યટકો માટે એક કસોટી હતી. પરદેશ થી આવતી અને જતી ફ્લાઈટો બંધ કરી દેવામાં આવી. બધી જ રીતે સંપર્ક પણ કપાઈ ગયા હતાં. પાછા નીકળવાના દિવસે જ રિચા અને કિશોરભાઈ અને રાગીણી બહેન નો પરિચય થયો હતો. ચિંતિત અને ગભરાયેલી રિચા ને જોઈ રાગીણીબહેનમાં છૂપાયેલી પ્રેમાળ મા એ વ્હાલ થી માથે હાથ ફેરવ્યો અને શાંતિ નો અનુભવ કરાવ્યો. બંનેની આંખો રિચાને જાણે કહી રહી હતી, " ચિંતા ના કરીશ, અમે બેઠા છીએ ને, સૌ સારા વાના થશે" . જિંદગીમાં મા બાપ ની વિદાય પછી પહેલી વાર વાત્સલ્ય ની અનુભૂતિ થઈ હતી. કિશોરભાઈ ને પણ રિચા ને જોઈ ને ખુબજ વ્હાલ આવતો હતો.
આ એક કુદરતી સંકેત હતો. ખાવા -પીવાના વાંધા, રહેવાનો આશરો નહીં. આ દિવસો માં કિશોરભાઈ અને રાગીનીબહેને રીચાનું ખૂબ ધ્યાન રાખ્યુ. રિચા તેમનો ખૂબ ઉપકાર માનતી હતી. વાતચિત કરતા- કરતા,અને એટલા દિવસનો સાથ જાણે ભાવોભવનો લાગતો હતો. અંધકારમાં એક પ્રકાશની ઝલક દેખાઈ. ભારત તરફથી ફ્લાઈટની મદદ આવી. કિશોરભાઈ અને રાગીણ બહેને જીદ કરીને રીચાને ભારત સાથે આવવા કહયું. રીચાને પણ તેમના પર વિશ્વાસ એટલો હતો કે તે અંતે માની ગઈ. કિશોરભાઈના મનમાં તો દીકરી સમાન પ્રેમ તો હતોજ, પણ હવે થોડાક અંશે પુત્રવધુની છબી, રીચાના રૂપે ઘડાઈ રહી હતી.
ભારત પરત ફરી, ૧૫ ઘરમાં કોરેન્ટાઈન થઈ જવું પડયું. આ ગાળામાં રીચાને, રાહુલના આકર્ષક દેખાવ અને અંગત ગમાં-અણગમાં નો પરિચય થયો. તેને લાગતું હતું કે માં-બાપના પ્રેમે પુત્રને ઘણો બગાડ્યો છે. અને પ્રયત્ન કરવાથી સુધારી પણ શકાય.
એક દિવસ કિશોરભાઈ અને રાગીનીબહેને એક બીજા સાથે વિચાર વિમર્શ કરીને રિચાની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રિચા બંને જણાને ખૂબ પ્રેમ કરવા માંડી હતી. અને થોડું આકર્ષણ રાહુલ પ્રત્યે પણ હતું. જે મદદ પરદેશમાં માતા-પિતા તરીકે કરી હતી તેનો ઉપકાર માનવાનો સમય હતો. રાહુલને તો આવી પરી જેવી, સીધી સાદી,નાજુક કન્યા ક્યાં મળવાની હતી ? તે તો તરતજ તૈયાર થઈ ગયો. રિચાએ પોતાના કાકા દીપકભાઈને ફૉન કરી બધી પરિસ્થિતિની જાણ કરી. દીપસકભાઈને પણ થયું કે સુખી સંપન્ન ઘર જો રીચાને મળતું હોય તો શું વાંધો ! ત્યાં બેઠા જ તેમણે રજા આપી અને સાથો-સાથ આશીર્વાદ પણ આપ્યા.
રિચા અને રાહુલના લગ્ન લોક-ડાઉન માં જ કરવામાં આવ્યા. નોબડી કેન જજ ધ પાવર ઓફ ડેસ્ટિની. ધીમે-ધીમે રાહુલની કુટેવો અને વ્યસનની વાત બહાર આવતી ગઈ. અને માતા-પિતા ને પણ અફસોસ થવા લાગ્યો કે રીચાનું જીવન બરબાદ કરનાર તેઓ જ હતાં. કેટલા સ્વાર્થી બની ગયા હતાં ! રિચા પણ કોને ફરિયાદ કરે ? માણસ વ્યસનના જાળમાં એટલો ફસાય જાય છે કે છૂટવા માંગે તો પણ ન છૂટી શકે. ઘરમાં પણ આર્થિક મંદી ની અસર દેખાતી હતી.
એક દિવસ ચૂપચાપ દારૂની તલબ લાગતા શાકભાજીવાળા પાસે હલકી બ્રાન્ડની દારૂ મંગાવી ને રાહુલ પી ગયો. "વિનાશ કાળે વિપરીત બુદ્ધિ",રાહુલનું ઝેરીલી દારૂ પીવાથી મૃત્યુ થયું. રિચા તો નાની વયે વિધવા થઈ ! કુદરતે કેવો કાળ વરસાવ્યો ? હજુ તો એક બીજાં સાથે શુ સમય પસાર કર્યો ? કે શું જીવન માણ્યું ? અચાનક જ રાગીનીબહેને ખભે હાથ રાખી કિશોરભાઈને ભૂતકાળમાંથી, વર્તમાનમાં લાવતાં અશ્રુધારા લૂછી.
ચુપચાપ રીચાને જોઈને કિશોરભાઈ અને રાગીનીબહેન નો જીવ કટકે-કટકે કપાતો હતો. પુત્રનો વિયોગ અને પુત્રવધુનું વૈધવ્ય તેમનાથી સહન થતુ ન હતું. કિશોરભાઈ એ રીચાને લોક-ડાઉન ખુલતા પોતાના કેરિયર પર ધ્યાન દેવાની વિનંતી કરી. પણ રીચાને વિચાર આવ્યો કે પુત્રતો ટેકો ન બની શક્યો પણ પુત્રવધૂ તો પુત્રની જેમ ટેકો ન આપી શકે ? કિશોરભાઈએ હરખ ભેર રિચાનો પ્રસ્તાવ અપનાવી લીધો. રીચાને પુનઃવિવાહ માટે સમજાવી, પણ વ્યર્થ હતું. રિચાએ પોતે હવે માં-બાપ ની સેવા કરી જીવન વિતાવા માંગે છે, એવું સ્પષ્ટ પણે જણાવી દીધું. રિચા એટલી સમજુ અને હોશિયાર હતી કે કિશોરભાઈના બિઝનેસ માં તરતજ ભળી ગઈ. અને બધા વ્યાપારી મિત્રો અને કારીગરોમાં એ લાડકી બની ગઈ.
હજુ કુદરતનો એટલો કહેર કાફી ન હતો. થોડાજ સમયમાં કિશોરભાઈ ને કોરોનાએ સકંજામાં લીધા. તેમની તબિયત ખૂબ લથડી ગઈ અને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. થોડાજ દિવસોમાં પરિસ્થિતિ ખૂબ જ વણસી ગઈ અને કુદરતના કાળની સામે કોઈ નું કાંઈ ન ચાલ્યું. અંતે મોત સામે ઝઝૂમતા કિશોરભાઈનું, મૃત્યુ થયું. રાગીનીબહેન અને રિચા તો એકદમ ભાંગી પડ્યા. જીવન તો જાણે શુન્ય થઈ ગયું. જિંદગી દિશાહીન લાગતી હતી. કિશોરભાઈને, રિચાએ વચન આપ્યું હતું કે તે રાગિણી બહેન નું ખૂબ ધ્યાન રાખશે. બંને વિધવાઓ એકબીજાના ટેકે થઈ ગયા.
ત્યાંજ દીપકભાઈનું સિંગાપુરથી આગમન થયું. તેમણે રીચાને તમામ મિલ્કત અને દાગીના, સોંપી દીધા. ધન તો ઘણું હતું પણ વાપરનાર ક્યાં અને વાપરવુ ક્યાં ? ખરી સલાહ આપતા, દીપકભાઈએ સૂચન કર્યું કે આ કપરા કાળ માં તન, મન, અને ધન થી સેવા કરનાર ની સમાજ ને ખૂબ જરૂર છે તો તમે બંને દુઃખને ભૂલી જીવનની ગાડી આ તરફ વાળી દો. આ સુઝાવ બંને સાસુ-વહુને ખૂબ જ ગમ્યો. બંને હિંમતભેર ઉભા થઈ, નક્કી કર્યું કે સમાજ માં કઈંક એવું કરીયે, જેનાથી કિશોરભાઈનું નામ રોશન થાય અને જરૂરિયાતમંદની મદદ પણ થાય. કિશોરભાઈનો બિઝનેસ તો રિચા સંભાળતી જ હતી, સાથોસાથ રાગીનીબહેન ને પણ પ્રવૃત્તિમય અને આત્મનિર્ભર કરવામાં સિંહ ફાળો હતો.
દુઃખના વાદળો ખૂબ ઘેરાણા, અશ્રુરૂપી વર્ષા આંખોમાંથી વરસી પણ ગયા. હવે સમય હતો, સેવા રૂપી ખેતીને ઉછેરવાનો, કર્મ કરી સમાજ પ્રત્યેની ફરજ બજાવવાનો. રાગીનીબહેન અવારનવાર કહેતા, "દીકરી હોય તો રિચા જેવી, પ્રભુ સૌને આવી દીકરી આપજો". દીકરો કુળ તારે છે, એ માન્યતા આજે દીકરી બની રિચાએ સાર્થક કરી છે.
આજે રિચા અને રાગીનીબહેન એકબીજા ના સાથી બની વ્યાપાર અને સમાજ સેવામાં ઓતપ્રોત બની ગયા છે. બંને ને આ વર્ષ જિંદગીભર યાદગાર બની ગયું. ! પ્રભુ પાસે એક જ પ્રાર્થના છે કે હવે પરીક્ષા કર તો પાર ઉતરવાની શક્તિ આપજે. સાસુ-વહુની જુગલ જોડી, પોતાના આંસુ લૂછી, બીજાના આંસુ લૂછવા તૈયાર છે.
