LINABEN VORA

Inspirational

4  

LINABEN VORA

Inspirational

સત્તા - રાજનીતિ

સત્તા - રાજનીતિ

3 mins
401


ખુરશી ! સત્તા ! રાજનીતિ.....સરકારી નેતા માટે ચુંબકીય આકર્ષણ છે દરેક નેતાઓ માટે ખુરશી પ્રત્યે એક ચુંબકીય વલણ હોય છે તેઓનો દ્રષ્ટિકોણ સત્તાને કેવી રીતે ભોગવવી અને સાથે રહેલા વ્યક્તિઓનો કેવી રીતે ઉપયોગ કરવો, એમાં જ રચ્યા - પચ્યા હોય છે. સારા - નરસા પરિણામનું તો ક્યાં ભાન જ હોય છે ! રાજનીતિમાંથી નીતિ તો નીકળી જ જાય છે. 

દીપક અને દિનેશ બંને નાનપણના લંગોટીયા મિત્રો. બંને એકબીજા વગર જિંદગીના કોઈપણ કાર્ય હોય ના જ કરે. બંને ને રાજનીતિ પ્રત્યે ચુંબકીય આકર્ષણ હતું. પણ હા ! બંનેના દ્રષ્ટિકોણ એકદમ અલગ જ હતા. દિપકનો સ્વભાવ સેવાભાવી અને પરોપકારી હતો, એને પરિશ્રમ માટે પ્રેરણા આપતો. પણ દિનેશનો એક મતલબી અને આળસુ સ્વભાવ, એને થોડામાં જાજુ પામવાની ઘેલછા આપતો.

મોટા થઈને બંને એ રાજનીતિમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. રાજનીતિ એવી જગ્યા છે જ્યાં તમે ખોટા અને ગેરકાનુની કામની દલ દલમાં ખૂંચતા જાવ. "તું જોજે ને, હું જ એક પ્રતિષ્ઠિત અને સફળ નેતા બનીશ," એવું દીપક, દિનેશને કહેતો. પણ દિનેશ ક્યાં ગાંજ્યો જાય તેવો હતો. "તું જોજે ને હું તારાથી આગળ વધી, પ્રધાનમંત્રી બનીશ," દિનેશ આવું કહેતો. હવે તો એક હરીફાઈ જેવું વર્તન બંનેમાં છલકાતું હતું.

ખોટા કામ કરી, વિરોધ પક્ષમાં ડખા કરાવી, ખોટા પ્રચાર કરી,લાંચ આપી કામ કરાવવા, લાંચ લઈને કામ કરવા આ બધું દિનેશના વ્યવહારમાં ચોખ્ખુ દેખાતું હતું. તેણે તો હરણ ફાળ દોટ મૂકી હતી. ખબર નહીં ખુરશી અને સતાનું ચુંબકીય આકર્ષણ એના જીવનમાં શું ઉથલપાથલ લાવવાનો હતો ! જ્યારે દિપક કાચબા દોડની જેમ ધીમે અને સરળ ગતિએ રાજનીતિમાં પગલું માંડવા માંગતો હતો. ગરીબોની સેવા કરવી, નીતીસભર કામ કરવા, લાંચ લેવા અને દેવાવાળાઓનો વિરોધ કરવો. આ બધા કાર્યો કદાચ દીપક ને પ્રિય નેતા બનવામાં મદદરૂપ થયા હતા. 

"હું જોઈ લઈશ, દિપક કઈ રીતે ચૂંટણી જીતે છે. હું એને સફળ નહીં થવા દઉ. મારે કાંઈ પણ કરવું પડે, હું જીત મેળવીને જ રહીશ", આવા ઈર્ષાભર્યા શબ્દોના બાણ, દિનેશ તરફથી વિંઝવાના ચાલુ થઈ ગયા હતા.આના પ્રત્યુત્તરમાં દિપક હંમેશા તેને સમજાવતા કહેતો, " હું જીતુ કે તું, ભાઈબંધ આપણા બંનેમાં પ્રેમ અને વિશ્વાસ અકબંધ રહેવો જોઈએ. મારે દોસ્તી ના ભોગે જીત નથી જોઈતી". 

પણ રાજનીતિ અને સતાનું ચુંબકીય આકર્ષણ દિનેશને અધોગતિના પંથ પર લઈ ગયો. "વિનાશકાળે વિપરીત બુદ્ધિ" દીપકની લોકચાહના જોઈ દિનેશ ને ઈર્ષા થવા લાગી અને પોતાની હાર નિશ્ચિત છે એવો ડર પણ લાગવા માંડ્યો. 

સતાનું ચુંબકીય આકર્ષણ દીપક ને વધુ ને વધુ આત્મવિશ્વાસી બનાવી દીધો હતો. દારૂ પીવો, જુગાર રમવો, છોકરીઓની છેડતી કરવી, દાદાગીરી કરવી, આ બધું સત્તાના મદ માં દિનેશના માનસ પર હાવી થઈ ગયું હતું. પોતાને સર્વસ્વ માનનાર દિનેશને આવું જીવન જીવવામાં મજા પડી ગઈ હતી. તે એવો મતલબી અને ખૂંખાર થઈ ગયો હતો કે તેને આડે આવનાર બધાને રસ્તામાંથી હટાવવા માંડ્યો. 

"હવે તારો વારો છે, દિપક. તું પણ જોઈ લે, મારી આડે આવવાનું પરિણામ કેટલું ખતરનાક હશે " મનમાં ને મનમાં દ્વેષથી બોલતો હતો. દીપકને પતાવી દેવાની સોપારી અપાઈ ગઈ. પણ દિનેશને ખબર ન હતી કે કુદરતને શું મંજૂર છે ? દિનેશ નો દુશ્મન જે સાચી તકની રાહ જોઈને જ બેઠો હતો, દીપકની સોપારી લેનારને તેણે વધુ સોપારી આપી દિનેશને હટાવી દેવાનો આદેશ આપ્યો. આ વાતની જાણ થતાં દિપક, દિનેશ પર ચાલનાર ગોળી પોતાની છાતી પર લઈ લીધી હતી અને દિનેશને બચાવી લીધો. આ બધું જોઈ દિનેશ તો સ્તબ્ધ જ થઈ ગયો. મોતને સામે આવતા અને દિશા બદલતા જોઈ એકદમ જ આશ્ચર્ય ચકિત થઈ ગયો. દીપક ને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તેની સમયસર સારવાર થતા જીવ બચાવી લેવામાં આવ્યો. 'રામ રાખે તેને કોણ ચાખે' પશ્ચાતાપની અગ્નિમાં બળી તેને પોતાની ભૂલોનો અફસોસ થયો અને આંસુની અવિરત ધારા વહેવા લાગી. 

સંતાનો ચુંબકીય મોહ એટલી હદે ખતરનાક અને નુકસાન કારક હતો કે બંને મિત્રોએ મોહ ત્યજી ને આધ્યાત્મિક કાર્યોમાં પોતાનો સંપૂર્ણ સમય અને તાકાત અર્પણ કરવાનું નક્કી કર્યું. જિંદગીમાં ઉતાર ચઢાવ આવ્યા અને બંને પાર ઉતર્યા. સત્તાના ચુંબકીય આકર્ષણ એ કદાચ દિનેશને સાચો રસ્તો બતાવ્યો. 

"ચુંબકીય રાજનીતિની સત્તા એવી, ભાઈ ભાઈનો દુશ્મન,બની જાય એવી, શું કામની, મોહમાં અંધ બનાવે એવી ખતરનાક એવી, જીવન બગાડે એવી."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational