LINABEN VORA

Inspirational

3  

LINABEN VORA

Inspirational

કુદરત

કુદરત

4 mins
287


કુદરત એટલે, 'ઈશ્વર' નું એક ખુબજ અમૂલ્ય અને સુંદર સર્જન. ઈશ્વરની રચના એટલે કે કુદરત જે સંપૂર્ણ રૂપે ચમકારી અને મનોરમ્ય રચના ! આજ સુધી વિજ્ઞાનમાં અનેક ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ચૂકી છે, પણ કુદરતનું ક્યાં થી સર્જન થયું ? કેવી રીતે થયું ? હવે આગળ કુદરતના કેવા સ્વરૂપો જોવા મળશે ? શુ સાચેજ આ ઈશ્વરની કરામતી રચના છે ? આવા અનેક સવાલોના જવાબ કોઈ પણ મહાન ક અતિશય જ્ઞાનીઓ પાસે પણ નથી. 

   કુદરત એ એક ખૂબ જ દુર્લભ તસ્વીર છે, જે ઈશ્વરે એક બનાવી અને હવે અનેક રંગો તેમાં ભર્યા કરે છે. 'કુદરતી સૌંદર્ય' એ પ્રભુની સર્વશ્રેષ્ઠ રચના. કુદરતી હવા, પાણી, અગ્નિ, જન્મ, મરણ, વગેરે. આ બધું આપણી સમજણથી પરે (દૂર) છે. કુદરતને અને જીવનને ગાડીના પૈડા જેવું સંબંધ છે. જિંદગી કુદરતી વસ્તુઓ વગર અશક્ય છે. કદાચ મફત મળે છે એટલે કિંમત નથી અને તેની હયાતીનો અહેસાસ નથી ! ઈશ્વર ને પણ પસ્તાવો થતો હશે કુદરતની રચના કરીને ! કુદરતની રચના, માનવના જીવનને સુંદર અને રમણીય બનાવવા માટે થઈ હતી અને હા ! માનવના જીવન મરણ પણ કુદરતના અનેરા ખેલ છે. કુદરતને આધિન છે.

   સર્વશ્રેષ્ઠ ચિત્રકારનું, સર્વશ્રેષ્ઠ ચિત્ર. કુદરતી, પ્રભુએ કોઈપણની સાથે ભેદભાવ વગર અને કોઈ પણ અપેક્ષા વગર સંપૂર્ણ (સર્વસ્વ) લૂંટાવી દીધું. આપણે મનુષ્ય જાતે કુદરત નું વેચાણ કરીને એક વ્યાપાર શરૂ કરી દીધો છે. જે વસ્તુ આપણી નથી તેનો વ્યાપાર ? ક્યાંનો ન્યાય ? આમાં કુદરત આપણાથી રિસાય જ જાય ને. માતા પોતાના બધા સંતાનો પર નિઃસ્વાર્થ વાત્સલ્ય અને સ્નેહ ન્યોછાવર કરે છે, આવી જ રીતે, કુદરતી સંપત્તિ આપણને પ્રભુની એક અમૂલ્ય અને સ્વાર્થહીન ભેંટ છે. ધરતી ના પેટ ફોડીને અનેક કિંમતી ખનીજો કાઢીને વ્યાપાર, કુદરતી સૌંદર્યના ચાહક એવા પર્યટકો પાસે થી પૈસા કમાવવા અને આવી જ રીતે વન્ય પ્રાણીઓ ને સર્કસ અને પાંજરામાં પૂરીને તેમના દ્વારા કમાણી કરવી.આ બધું શુ વ્યાજબી છે ? કેટલું વધી રહ્યું છે કુદરત નું શોષણ ! ક્યારેય કશુંજ અપેક્ષા વગર આટલી અમૂલ્ય ધરોહર વારસામાં કોણ આપે ?

  કુદરતે એ નથી જોયું કે આપણે આવી કિંમતી ભેંટ ના હકદાર કે વારસદાર છીએ ? શુ આ ધરોહર આપણે સાંચવી શકવાના હતા ? અને શું મળ્યા પછી આ સંપત્તિ સાચવવી જરૂરી નથી ? હંમેશા કિંમતી વસ્તુઓ નું સ્થાન દરેકને પોતાની તિજોરીમાં હોય છે. મનુષ્ય તેને સાચવવા ખૂબ કાળજી લે છે. અને અમુક વસ્તુઓ નો તો વીમો કરાવે છે. અમૂલ્ય વસ્તુઓ બચાવવા ઘણા ખર્ચા એટલે કે વીમા પણ ભરે છે. કારણ કે તેને ખરીદવા તેના પોતાના ૧ અથવા ૨ નંબર ના પૈસા ખરચ્યા હોય. પણ કુદરતે તો ભેંટ મફત આપી છેઃ ! એટલે તેને શું સાચવવાની નહીં અને સાચવવા કઇં ભોગ નહીં દેવાનો ? સોના-ચાંદી,હીરા-ઝવેરાત, માણેક કરતા પણ અમૂલ્ય અને દુર્લભ ધરોહરનો આવો તુચ્છ ઉપયોગ ! ! ખુબજ દુઃખ દાયક છે. આવી મનોસ્થિતિ થઈ ગઈ છે આપણી !

   જ્યારે આ ધરોહર સમાપ્ત થઈ જશે અને પોતાનો પ્રકોપ બતાવે ત્યારેજ કદાચ આપણ ને આપણી જવાબદારીનું ભાન થાય. આપણી સુખ-સગવડો માટે આપણે કુદરતનું પતન કરી રહ્યા છીએ. સુંદર અને મોંઘુ ડાટ ફર્નિચર સર્જન કરવા, વૃક્ષો નો નાશ થઈ રહ્યો છે, ગરમી થી બચવા કુદરતી ઠંડક ને બદલે એ. સી વાપરીએ છીએ જે વાતાવરણ ને નુકશાન કરે છે. ગાડીનું એ. સી, વાહનોના ધુમાડા, વાહનોના હૉર્ન, કેમિકલ વાળી ફેક્ટરીઓ, તો જાણે કુદરત નું ગળું દબાવી રહ્યા છે. મુક્ત મને શ્વાસ આપનાર, આજે ખુદ જ પોતાના મુક્ત શ્વાસ માટે ઝંખે છે.

   કુદરતની આવી દશા ! આવી કફોડી હાલતના જવાબદાર કોણ ?અરે ! મિત્રો આપણે જ તો છીએ. ખળ-ખળ વહેતા ઝરણાં, મીઠો-મધુરો પંખીઓનો કલરવ, વન્ય પ્રાણીઓની આઝાદી, લીલા લહેરાતા ઝાડ-પાન, અને વનસ્પતિ, સૂરજની કિરણો, ચંદ્રની શીતળ ચાંદની, ફૂલોની સુંદરતા, તેની સુંદર મહેક, બાગ-બગીચા, પહાડોની વિશાળતા, વાદી ઓની લીલી જાજમ અને તેનો મુલાયમ સ્પર્શ, વાતાવરણ ની કુદરતી હૂંફ આ બધીજ કુદરતી સંપત્તિ ના દુશ્મન બની ગયા છીએ.

   આપણને હેરાન કરનાર સામે આપણે કદાચ રિસાય જઈએ અથવા સબંધ કાપી નાખીએ. પણ જ્યારે કુદરત રિસાય છે ત્યારે પ્રલય સર્જાય છે. નદીઓ માં પૂર, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, વંટોળ, દાવાનળ ,સૂકો દુકાળ, લીલો દુકાળ આ બધું શુ છે ? આ બધું પ્રાકૃતિક પ્રકોપ છે. અને હા ! આજની મહામારી પણ કુદરતી પ્રકોપ જ છે. કુદરતમાં એટલી શક્તિ છે કે જે એક જ ઝાટકા માં , મદ થી ભરેલા અને અભિમાનમાં ઊંચે ઊડેલાને ભોંય ભેગો કરી દે છે. 

  કુદરતની શક્તિનું બળ ક્યારેય માપી ન શકાય, તેની કિંમત ક્યારેય આંકી ન શકાય, તેને આપેલી અઢળક ધરોહર ને ગણી મ શકાય. કુદરતી આંખ ને તો ગમેજ છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણ કરી અને જરૂરી પણ છે. દવા ઉપર જીવન જીવનારાઓ ને તો કદાચ કુદરતની કઈં કિંમત જ ન હોય. 

   એક થેલામાં જરૂર કરતાં વધારે વસ્તુઓ ભરવામાં આવે તો થેલાની ફાટવાની શક્યતા વધી જાય છે.અને વસ્તુઓ સચવાતી નથી. એવી જ રીતે સૃષ્ટિ ઉપર બોજ કે ભાર જેમ-જેમ વધતો જશે એમ કુદરતનો નાશ થતો જશે. અરે ! એક દિવસ કુદરતને ન સાચવવાના ભોગે પ્રલયનું સર્જન થશે.

   શુ એવું આપણે થવા દઈશું ? શુ આપણે કઇં નહીં કરીયે ? આપણે જાગૃત થવુજ પડશે અને કુદરત નું રક્ષણ કરવુજ પડશે....

       'પ્રકૃતિ'

અહો ! પ્રકૃતિ તુજને નમન, 

ખીલી ઉઠ્યા છે, સૌના મન,


પ્રાકૃતિક સુંદરતા, સુંદર ચમન, જોઈને પડે, ગાલોમાં ખંજન.


મળ્યું છે આપણને , કુદરતી કુંદન

લહેરાય રહ્યા છે, બાગોમાં સુમન


તરુઓ થી છલકાય છે, સૃષ્ટિ ના ઉપવન,

અંતર હૃદયથી, ખૂબ-ખૂબ, તુજને નમન.


વિધાતાએ ખૂબ કર્યું છે, સૃષ્ટિ સર્જન, 

ઉપકાર માનીએ તારો, કરી તુજને વંદન.


થન-ગને છે પુરે-પૂરું તન-મન

હર્ષ ઘેલું છે દટેક જન


તું જો રિસાય તો સૌને બંધન,

તું જો રીઝે તો સૌને ચમન.


વેડફાય રહ્યું છે, સુંદરવન, 

સાચવી નથી શક્યા પ્રાકૃતિક ધન


આવો આપણે સૌ લઈએ 'વચન'

નહીં થવા દઈએ, 'પ્રકૃતિ'તારું 'દમન'.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational