STORYMIRROR

Sangita Dattani

Romance Inspirational

3  

Sangita Dattani

Romance Inspirational

પુસ્તક

પુસ્તક

2 mins
142

"પુસ્તકો ઉપયોગ માટે છે." 

અરે ! પુસ્તકો તો ઉપયોગ માટે જ હોય ને ! તો કેમ ? ડોક્ટર રંગનાથને આ સૂત્ર આપ્યું અને ગ્રંથાલયશાસ્ત્રના ઈતિહાસમાં તેઓ રોશન થઈ ગયા.

ગ્રંથાલય ભવનમાં બેચલરની ડિગ્રી કરતી માધવી ધ્યાનથી પ્રોફેસરનું લેક્ચર સાંભળી રહી હતી. તેને પણ નાનપણથી જ પુસ્તકો ગમતા. વળી, મમ્મી પપ્પા અને ભાઈ બહેન બધાને વાંચવાનો શોખ હોવાથી તેને પણ જાણે આખી દુનિયાના પુસ્તકો વાંચી લેવા હતા. અને તેથી જ તેણે આ કોર્સ માટે ફોર્મ ભર્યું હતું. 

માધવીનો પહેલો જ દિવસ હતો. મીઠી મૂંઝવણ સિલેબસ, સહાધ્યાયીઓ, પ્રોફેસરો, લેક્ચરર્સ બધા કેવા હશે ? રિસેસમાં બધા સહાધ્યાયીઓ એકબીજાનો પરિચય કરવા લાગ્યા. બધા જ સહાધ્યાયીઓ ઊંચી પોસ્ટ ઉપર કામ કરતા હતા અને મોટે ભાગે બધા લાઈબ્રેરીમાં જ કામ કરતા હતા અને જે તે લાઇબ્રેરીઓએ સંસ્થાના ખર્ચે આ અભ્યાસ માટે મોકલ્યા હતા. 

માધવીને હજી કામ મળ્યું ન હતું તે ગ્રેજ્યુએટ થયા પછી શોધી જ રહી હતી પણ મેળ પડ્યો ન હતો. મિહિર એક કોલેજની લાયબ્રેરીમાં આસિસ્ટન્ટનું કામ કરતો હતો. મિહિર સાથે માધવીને વધારે ફાવતું હતું. એક વરસ તો જો તમે પૂરું થઈ ગયું. પુસ્તકોના અને પુસ્તક પ્રેમીઓના સહારે માધવીની આખી દુનિયા બદલાઈ ગઈ હતી. પદવી સમારંભના દિવસે મિહિરે માધવીને પ્રપોઝ કર્યું અને બે મહિનામાં તો પ્રભુતામાં પગલાં પાડીને દાંપત્યજીવન શરૂ કર્યું. 

શરૂઆતની દિવસો તો ખૂબ સોનેરી હતા, પણ પછી માધવીને કંટાળો આવતા મિહિર સમક્ષ જોબ માટે રજૂઆત કરી. મિહિરે તરત જ કોલેજમાં એક આસિસ્ટન્ટની જગ્યા ખાલી પડી છે તેની જાહેરાત બતાવી. સદનસીબે માધવી પ્રથમ ઇન્ટરવ્યૂમાં જ વરણી થઈ અને તે પુસ્તકોની દુનિયામાં ખોવાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance