STORYMIRROR

Sangita Dattani

Drama Action Inspirational

3  

Sangita Dattani

Drama Action Inspirational

નવરાત્રી - ચંદ્રઘંટામા

નવરાત્રી - ચંદ્રઘંટામા

1 min
216

ભક્તિભાવ વારસામાં મળેલ એવી સૌથી મોટી દીકરી દક્ષા આજે ત્રીજું નોરતું ચંદ્રઘંટામાનું હોવાથી રોયલ બ્લુ સાડીમાં સજજ થઈને સૌ માટે આઈસ્ક્રીમ લઈને આવી પહોંચી. એનો ઠસ્સો જોઈને દક્ષેશકુમારે પહેલી નજરે જ પસંદ કરી લીધી હતી અને ત્યારે પણ એ નવરાત્રીનાં ઉપવાસ કરતી હતી. એટલે ચંદ્રઘંટામાની આ પૂજારણની ઊર્જા તો કંઈક અનેરી જ હતી. 

આજે ઘરે આરતી, સ્તુતિ અને પછી પેટપૂજા કરીને તે સૌ ગેલેક્સી હોલમાં ગરબા રમવા પહોંચ્યા ત્યારે ડાંડિયારાસ શરૂ થઈ ગયા હતા. દક્ષાએ પોતાના કોકિલ કંઠે બે ગરબા ગવડાવ્યા ત્યારે ભક્તોને તો જાણે થયું કે આ તો સાક્ષાત માતાજીનો અવતાર જ છે !


Rate this content
Log in

Similar gujarati story from Drama