Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Crime Horror Thriller

3  

#DSK #DSK

Crime Horror Thriller

યે રિશ્તા તેરા મેરા - ૨૦

યે રિશ્તા તેરા મેરા - ૨૦

11 mins
14.6K


અહીંયા કોઇ ભૂતપ્રેત કે આત્મા નથી. અહીં આ જ લોકો દ્વારા ઉપજવેલી નાટિકા છે. લોકો પાસેથી પૈસા પડાવવા માટે ને ધનસંપતિ ભેગી કરવા માટે.

મોટાબાપુ; હું ખજાનાનો પતો નહીં જ બતાવું.

સેજલ; પૂજા, તારી પૂજાને આરતી કરી દઇશું.

ઝરણા; આ વખતે ડોકટર ફસાવ્યો છે.

સેજલ; ૩ કરોડ માંગ્યા.

નહીં... નહીં... બોલતા મહેક જબકીને જાગી

દાદીમા; શું થયું દીકરી?

મહેક; દાદીમા... દાદીમા... આલોકો આ લોકો મોટારાજા સાહેબને રાણીસાહિબાને કેદ કરી રાખ્યા છે.

દાદીમા; ચુ......પ.....ધીમેથી...કોઇ સાંભળી...જશે...તો મારી નાખશે બેટા.

મને...મ...ને અહીંથી છૂટી કરવા માટે... માટે અંશ પાસે 3કરોડ માંગ્યા છે.

અંશ... આટલા રુપિયા ક્યાંથી લાવશેને મને કેમ છોડાવશે.

[એ એકદમ ડરી ગયેલી રડમસ અવાજમાં બોલી રહી.]

દાદીમા;જો નહી આપે તો મારી જેમ કેદ રહીશને તારા ભાગ્યમાં આઝાદી હશે તો...

મહેક; નહીં....ન....હી... હું એકલી છૂટી નહીં થાઉં દાદીમા. હું તમને અને તમામ ગામ લોકોને આઝાદ કરાવીશ.

***

"ઓહો... મારો મોબાઇલ સ્વીચ ઓફ થઇ જશેને એક પણ સ્વીચ શરુ થતી નથી. તમે બધા કરો છો શું ? તે આવું બધું મહેલમાં નહી, રાજમહેલમાં થવા લાગ્યું. તમારા બધાની શિકાયત બાપુ આગળ કરીશ અને એકે-એકને દંડ અપાવીશ કાજલબા ખીજાતા-ખીજાતા ઉંચા સ્વરમાં બોલ્યાં."

સેવક; કુંવરી, હું જોઇ લવ છું કોઇ ઇલેક્ટીકલ પ્રોબ્લમ હોય તો.

સેવક કાજલબાના હાથમાંથી મોબાઇલ લઇને બે-ત્રણ જગ્યા એ ચેક કરે છે પણ ક્યાય પાવર સ્પ્લાય થતી ન હતી. પછી બોલ્યો કુંવરી હું નીચે મેઇન સ્વીચ ચેક કરું છું આપ થોડીવાર રાહ જુઓ.

કાજલબા; જી, જલ્દી કરો

સેવક નીચે જઇને વાયરીંગ જોવા જાય છે કે એક પણ છેડો છૂટી નથી ગયો અને કેમ ઉપર પાવર સ્પલાય થતો બંદ થઇ ગયેલો છે.

સેવકને આવતા ૩૦ મિનિટ થઇ જાય છે અને રાજકુંવરી જતા રહ્યા હોય છે.

***

મહેમાન ગૃહમાં કાજલબા જાય છે.

સલીમ; કાજલબા

અંશ; કાજલ

કાજલ; ચિંતા ન કરો કામ થઇ ગયું.

બાપુ; ક્યું કામ થઇ ગયું કોઇ કહેશો?

કાજલબા; એ જ કે અંશે 3 કરોડ માટે ઇંતઝામાત કરી દીધા છે. બસ, હવે બીજો કોલ આવે એટલે કામ થઇ ગયું એમ !

બાપુ; ઓહ ! સાચું અંશ ?

અંશ; જી બાપુ ! થોડા પૈસાની ઘટ હતી; મેં વાત કરી મારા દોસ્તોને તેણે હાલ તો હા પાડી છે. એ જ હું કાજલબાને કેહતો હતો કે કામ થઇ ગયું તો કાજલબા કહે કામ થઇ ગયુ ડન !

સેવક; બાપુ, તમને મહારાણીબા બોલાવે છે.

બાપુ; જી આવું છું તે જતા રહે છે.

સલીમ; કઇ રીતે કર્યુ ?

કાજલબા; ચુપ! રાજમહેલમાં દીવાલોને પણ કાન હોય છે.

અંશ; જી, બાપુનો સિપાઇ જો સામે તેનાત છે.

કાજલબા; જી, એ મારી દેખરેખ આજ સવારથી જ રાખે છે. પણ હું પણ રાજકુંવરી છું. બાપુની દીકરી તેને કેમ પહોંચવા દઉં.

અંશ; હસીને કાજલ.

કાજલબા; ઓકે, હાલ વાત નહીં કરાય હું જાવ છું, બીજુ તમે પણ ધ્યાન રાખજો બાપુ તમારી પાછળ પણ માણસો લગાવી શકે છે.

સલીમ; તમે ચિંતા ન કરો, અમે બધું જોઇ લઇશું.

કાજલબા જતાં રહે છે.

[આમ કરતા રાત્રી થઇ જાય છે, આજે રાત્રી કોઇ આયોજન ન હતું કેમ કે રેકોર્ડેર મુકાય ગયું. હવે કાલે સાંજ સુધીમાં જ મામલો શું છે એ ખબર પડે એમ છે. એટલે સલીમને અંશ ઘેર સૂઇ જાય છે. અંશ મહેક સાથે વિતાવેલા પલને યાદ કરી રહ્યો. એ મિહિરનું ઓપનિંગ, વરસાદમાં ફરવા જવું, પૂરમાં મહેક ન મળવી તેનું ફસાવું, મહેક મળી જવી, વૃંદાવન આવવા માટે તૈયાર થવું, મહેકને બાહોમાં લેવી, ચુમવી, ટ્રેનમાં તેની સાથે કરેલી મસ્તી બધું જ... અંશ ઊભો થઇ ગયો... બોલ્યો.

"મહેક, આઇ લવ યુ."

"હું તારી સાથે એ ૫૦૦ લોકોને પણ છોડાવીશ જે ૨૫ વર્ષથી કેદ છે. આમાં કોનો હાથ છે ને કોનું કાવતરું એ વિચારવા હું સક્ષમ નથી. આવી રીતે મારું અને સલીમનું ખૂબ જ રાજાસાહેબ દ્વારા ધ્યાન રાખવું, મારા માટે મારી સલામતી માટે રાજાસાહેબ સતત તૈયાર રહે છે. કાજલબાને પણ અમારા જોડે વારંવાર આવવા દેવા અને કશું ન કહેવું, આ બધું; રાજાસાહેબ પર શક ન કરવા માટે કહે છે જ્યારે વાત ટેલિફોનની આવે છે ત્યારે રાજાસાહેબ નાટક કરતા હોય એવું જ લાગે છે."

"કશું સમજાતું નથી, બસ એટલું જ કે કાલ સાંજ સુધીમાં જે સચ્ચાઇ હશે તે પકડાય જશે."

આ બધું વિચારતા અંશની આંખ લાગી જાય છે.

***

આજે રાત્રે જ સુવર્ણનગર પર આત્મા, ભૂતપ્રેત, જીન દ્વારા હુમલો થયો. આખા ગામમાં હાહાકાર મચાવ્યો. સફેદ વસ્ત્રધારી, મોટા કાન, નાક, નખવાળા, લાંબા વાળ વાળા, માથે બે શિંગડાધારી ગામમાં જપાજપી કરવા લાગ્યાં, કેટલાયને ઘાયલ કર્યાં, કેટલાયને લોહીલુહાણ, કેટલાયના હાથ-પગ ભાગ્યા તો કેટલાયના ઘર સળગાવ્યાં, કેટલાયને બાંધીને ઢોર માર માર્યો. આખા ગામને પરેશાન કરી મૂક્યું અને ગામમાં અફરા-તફરી મચી ગઇ.

રાજાસાહેબે લોકોને બચાવવા તેના રાજમહેલમાં આશય આપ્યો પણ કેટલાય બહાર રહી ગયાને કેટલાય ભૂતપ્રેત આત્માની ઝપટમાં આવી ગયા. લોકો ચિત્કાર પામી ગયાને રાજાસાહેબને હવે, આ મુશ્કેલીમાંથી હંમેશા બહાર નીકાલવા કેહવા લગ્યા.

એક માણસ; બાપુ, હવે આ મુશ્કેલી સામે અમે હારી ગયા.

બીજો; બાપુ જો આવું જ રહ્યું તો હવે, અમે શહેરમાં જતા રહીશું.

ત્રિજો; ઝુપડી બાંધીમે રહીશું, ભુખ્યા રહીશું પણ આવું સહન નહી કરીએ

ચોથો; આ વખતે હદ કરી

પાંચમો; હા, બાપુ ! બાળકોને પણ બક્ષી ન આપ્યા. મુસલમાન ભાઈ બોલ્યો.

છઠ્ઠો; હમારે બચ્ચોકો ભી બક્ષા નહીં બીજો મુસલમાન ભાઈ બોલ્યો.

એક સ્ત્રી; હું મારા શોહરને કહું જ છું બસ, હવે

બીજી; શહેરમાં જતું રહેવું છે.

ત્રીજી; હા,એમ જ કરવું જોઇએ.

***

સવારના સુર્યના કિરણો મહેકી રહ્યા છે. ફૂલ પર સોનેરી તડકો લુપાછૂપી રમી રહ્યો છે. અંશના ચહેરા પર એક તેજને ચમક આવી ગયા. આજે એક સચ્ચાઇ સામે આવશે ‘આખિર માઝરા ક્યા હૈ’. સલીમના ચહેરા પર પણ એક નૂર છે, આખરે તેની મહેનત રંગ લાવશે. ઘણાંય વિચારોમાં ઘેરાયેલા અંશને સલીમની પ્રતિક્ષાનો અંત આવશે ને જિંદગીમાં એક સારુ કામ કર્યાનો ભાવ થશે.

૧૦ વાગી ગયા. આખી રાત હેરાન થયેલા સુવર્ણનગરવાસીના મોંમા પાણીનું ટીંપુ ગળા નીચે ઉતરવું દુશ્કર છે. લોકો એકબીજાની સેવામાં લાગી ગયા છે. ડૉકટરી સારવાર માટે એક ટીમ પણ આવી ગયેલી છે. લોકોને જેટલી વધારે સારવાર મળે એવી વધુને વધુ રાજાસાહેબની કોશીશ થઇ રહી છે. કાજલબાને આરતીબા ભગીરથ પણ કામે લાગી ગયા. જ્યારે પણ આ કહેર આવી પડે આ પરિવાર લોકોની સેવામા ઉભો રહે છે.

***

૧૧ વાગ્યા. અંશને સલીમ રાજદરબારમાં આવતા જોયું કે કેટલાય લોકોને ઇજા થયેલી છે. બધાને કંઇકને કંઇક સારવાર આપવામાં આવી રહી છે. સલીમને અંશ હેબતાઇ જાય છે. આખરે આ બધું શું છે ? રાજમહેલ તરફ કેમ ઘાયલ લોકોના ટૉળેટોળાં ઉમટી રહ્યા છે. આખરે એક રાતમાં એવી શી આફત આવી પડી કે આટલા બધા લોકો ઘાયલ પડ્યા છે.

અંશ; આ બધું શું છે ?

સલીમ; શું થયું ?

એક માણસ; ભાઇ આજે રાત્રે આત્માઓએ ઉતપાત્ત મચાવ્યો.

અંશ; હે ?

માણસ; જી.

સલીમ; એટલે?

બીજો માણસ; ભાઇ, તમારી વ્યક્તિ તો હમણા ગુમ થઇને તમને ખબર પડી કે સુવર્ણનગરમાં આવું બધું છે.

ત્રીજો માણસ; મારે તો રોજનું થયું !

સલીમ; શુ કહેવા માંગો છો,સાફ સાફ જ કહો ને!!!!

એક વૃધ્ધ માણસ; દિકરા, કાલે રાત્રે ભુતપ્રેતે આખા સુવર્ણનગર પર હુમલો કર્યો, આખા ગામની તુ અહીંયા જુએ એવી જ પરિસ્થિતિ છે.બેટા!!! અમારા ગામના 500 માણસો ગુમ થયા.કોઇએ ધ્યાન આપ્યુ નહી. જ્યારે તુ અહીંયા કેટલાય ધક્કા કરે પણ તને કોઇ જવાબ મળતો નથી.

સલીમ; દાદા, પણ તમે તો વૃધ્ધ છો,અહીની હકીકતથી વાકેફ પણ.

વૃધ્ધ માણસ; જી, બેટા ! ભૂતપ્રેત જ આવું કરે છે, પણ ક્યારેક કોઇથી ભૂલથી ભૂલ પડી જાય એટલે એ અમારા લોકોને ઉપાડી જાય છે.

માણસ; ચલો દાદા આપણે જઇએ

[સામેથી કાજલબા આવતા દેખાયા... બંને તેની સામે જાય છે.]

કાજલબા; રેકોર્ડેર મારી પાસે છે. મહેમાનગૃહમાં છે. ચલો, હું તમને સોંપી દઉં.

અંશ; જી

[ત્રણેય મહેમાનગૃહમાં જાય છે. કાજલબા રેકોર્ડેર લેવા જાય છે કબાટમાં પણ મળતું નથી]

કાજલબા; અહીંયા તો રાખ્યું'તું ! કેમ મળતું નથી?

સલીમ; વોટ?

કાજલબા; જી, મેં અહીં જ અહીં જ

અંશ; ઓહો ! કાજલ કોઇના હાથમાં તો નથી આવી ગયું ને?

સલીમ; કાજલબા, જીતેલી બાજી હારી જઇશું હો?

કાજલબા; પણ ભાઇ ભાઇ

અંશ; શાંતિથી યાદ કર તે અહીંયાં જ...

કાજલબા યાદ કરે છે અંશભાઇ હું ઉપરથી દોડીને નીચે રેકોર્ડેર લઇને આવી, કબાટ ખોલ્યોને અહીંયા મૂક્યું. પછી હું જતી રહીને પછી કોઇ આવ્યું કે નહીં મને યાદ નથી.

સલીમ; તમારી પાછળ કોઇ સૈનિક તમારો પીછો કરતું હોયને તેણે...

અંશ; જી,કાલે બાપુ એ જ...

કાજલબા; મને કશી જ ખબર નથી બસ અહીંયા જ...નો....હે ઇશ્વર !

રવિકાકા; શું થયું બેટા !

કાજલબા; કાકા,અહીંથી કપડાં ક્યાં મૂક્યાં ?

રવિકાકા; બેટા, એ કબાટ સાફ કર્યો તો અહીંયાં મૂક્યા.

બીજા કબાટમાં શોધવા લાગે છે પણ કશું મળતુ નથી. ત્રણેય વિચારવા લાગ્યા આખરે કોણ હોઇ શકે ? જે કાજલબાનો પીછો કરતું હોયને આમ... આખી બાજી એંડ ટાઇમમાં ફેરવી દે. કાજલબા રવિકાકા આવ્યા તો નમનને બોલાવવા કહે છે. રવિકાકા નમનને તરત હાજર કરે છે.

નમન; જી કુંવરી શુ કામ છે?

કાજલબા; તમે કાલે... કેમ મારી પાછળ પાછળ ફરી રહ્યા હતા ?

નમન; ના કુંવરી, એવું કશું નથી.

કાજલ; ના મને સાચું કહો નહીંતર?

એકદમ ગુસ્સો કરી એ બોલી; હું બાપુને એમ કહીશ હું મહેમાનગૃહમાં એકલી હતી ત્યાં તમે મારી પાછળ...

નમન કાજલબાના પગમા પડીને બોલવા લાગ્યો કેમકે કાજલબાનાં ગુસ્સાનો નમન પૂરેપૂરો જાણકાર એ ગમે તે કરી શકે !

નમન; રાજાસાહેબનો હુકુમ હતો કે તમે ત્રણેય શું કરો તેની પૂરી બાતમી રાજાસાહેબને પહોંચાડવામાં આવે.

કાજલબા; જી, ઉભા થાઓ. એક આખરી સવાલ

નમન; જી બોલો

કાજલબા; અહીં રાખેલું રેકોર્ડેર ક્યાં છે?

નમન; હે ?

અંશ; અનજાન ના બનો.

નમન; પણ મને ખબર જ નથી

સલીમે નમનને ગળચી પકડે છેને બોલ્યો

સલીમ; બોલ નહીંતર, મારા જેટલું ખતરનાક કોઇ નથી.

[ત્યાં જ રાજાસાહેબ આવતા દેખાયા સલીમે નમનને છોડ્યો, રાજાસાહેબ પહોંચી ગયા.]

રાજાસાહેબ; અરે તમે બધા? મને થયું નમન અહીં શું કરે છે ? જોતો આવું !

કાજલબા; પાપા, મારે થોડું કામ હતું તો નમનભાઇ નીકળ્યા તો બોલાવ્યા

કાજલે નમન સામે ઇશારો કર્યોને કશું જ કેહવાની ના કહી

નમન; જી, બાપુ. તેમને આ તેમનું ફ્રેંડ જોઇતું હતું !

[ટેડીબીઅર બતાવીને બોલ્યો]

રાજાસાહેબ; પણ એ તો અંશને સલીમ પણ તને આપી શકે છે.

કાજલબા; પાપા, એ લોકો આવ્યા જ છે. હું એકલી જ અહીં લેવા આવેલી તો... નમનભાઇને જોયા તો મે એમને બોલાવ્યા.

બાપુ; નમન, કેટલીવાર કહ્યું કાજલ એકલી હોય ત્યાં નહી જવાનું

નમન; બાપુ પણ...

બાપુ; મારો હુકૂમ આખરી હોય છે, તને ખબર તો છે.

નમન; બાપુ, ને કુંવરીનું કામ ન કરીએ તો એ ઉતપાત મચાવેને તો પણ તમે જ અમને...

બાપુ; નમન, સાચું કહે છે. કેટલી બધી સેવિકા છે, તું તેને કામ સોંપતી હોય તો શા માટે આમ સેવકોને હેરાન કરે છે ? હું તને છેલ્લીવાર કહું છું જો હવે કોઇ ગડબડ કરી તો...?

કાજલબા; હવે એવું નહીં થાય બાપુ.

(ભગીરથ આવ્યો તેના હાથમાં વસ્તુ છે.)

ભગીરથ; તારી વસ્તુ તું સાચવીને રાખ નહીંતર છેલ્લે તું ને બાપુ આ સેવકો, સેવિકાને હું, આટલા પર જ ગુસ્સો કરો છો.

બાપુ; આ શું છે? તારા હાથમાં?

હવે, એ વસ્તુ પર બધાનું ધ્યાન જાય છે અંશ, સલીમને કાજલબા ડરી જાય છે. કાજલબાના મનમાં વિચાર આવે છે કે ભાઇ એ ક્યાંક શરુ...ના...ના....જો શરુ કર્યુ હોય તો એ... કશુંક... અજુગતું... બોલે જ... અંશ પણ વિચારવા લાગ્યો હે ઇશ્વર !ભગીરથ ક્યાંક કોઇ ગોટાળો ન કરે પ્લીઝ... સલીમ ખુદાને કહેવા લાગ્યો હે ખુદા ! અમારા નેક કામનો અંજામ પણ ક્રુર નહીં લાવતા હે ખુદા. અગર મેં મહેક સાથે જાતિ ભેદ રાખ્યા વગર મારી બેન માની આટલી હેલ્પ કરી તો હે ખુદા મારી હેલ્પ કરજો.

ભગીરથ; બાપુ, બીજું શું હોય ? કાજલ પાસે બોલિવૂડ સ્ટાર અજયના સોંગ. એ લિસન કરતી હોય.

બાપુ; ઓહ ! હા,હા, તે કશું કર્યું તો નથી ને ?

ભગીરથ; અરે ! બાપુ શું તમેય તે? હું સ્ટાર્ટ જ કરવા જઇ રહ્યો (ત્રેયના શ્વાસ ભૂલી ગયા) ત્યાં યાદ આવ્યું આજથી બે મહિના પેલા યાદ છે. આમ તેનો મોબાઇલ ભૂલી ગયેલી સોંગ લિસન કરતા કરતાને હું મોબાઇલ લઇને આવ્યોને શરુ કર્યોને મેં થોડુ સોંગ લિસન કર્યુ તો...

બાપુ; હા, અંશ ! એ દિવસે તો આખો રાજમહેલ ઊંચો કર્યો તો ને એ તો ન જમી પણ આખા રાજમહેલને ભુખ્યો રાખેલો.

ભગીરથ; તું ઉપરથી નીચે આવી એ મને ખબર. ત્યારે તારા હાથમાં 'પોર્ટ' હતું. તું અહીંયા આવીને જતી રહી પછી થોડીવારે રવિકાકા આવ્યા ભગીરથે આ બધું યાદ કર્યુ કે કઇ રીતે એ પોર્ટ તેની પાસે આવ્યું.

રવિકાકા; કુંવર ! આ વસ્તુ કબાટમાંથી નીકળી હું સાફ કરું છું તો....

ભગીરથ; કાકા, આ તો કાજલનું છે તેને આપી આવો !

કાકા; ના, કાજલબાનો ગુસ્સો ! હું ન જાવ !

એટલે એ મારી પાસે આવ્યું લે...

(ભગીરથના હાથમાંથી એ બાપુના હાથમાં આવે છે. પાછી બીક લાગે છે કે કયાંક બાપુ... પણ એ તરત જ કાજલાના હાથમાં આપી દે છે.)

બધા પોત-પોતાના કામમા લાગી જાય છે કાજલ, અંશને સલીમ હવે રેકોર્ડીંગ સાંભળવા માટે મહેમાનગૃહની પાછળ જ્યાં રૂમ છે ત્યાં જાય છે. ચોરીછુપીથી ત્યાં પહોચે છે. ત્યાં લતાબાઇ રૂમની સફાઇ કરતી હોય છે. તે આગળ જતી રહે ત્યારે ત્રણેય એક રૂમમાં ખબર વગર પહોંચી જાય છે.

કાજલ બોલી અંશભાઇ સલીમભાઇ મેં મારો રાજધર્મ નિભાવ્યોને મારી પ્રોમીઝ પણ.

અંશ; થેંક્સ

સલીમ; તમારો આભાર. એક કુંવરી થઇને...

કાજલબા; મારા બાપુને બચાવવા હું પણ ઇચ્છું છું. મારો પણ સ્વાર્થ છે. મારા બાપુને આત્મા બનીને હેરાન કરતા માણસોને પકડવાનો. તમારા સહારે જ હું એ કડી સુધી પહોંચીશ અને બાપુને મુક્ત કરાવીશ

અંશ; હમમ

સલીમ; પણ તમે આ મૂક્યું કેમ?

કાજલબા યાદ કરે છે. મેં પહેલા મારા રૂમ બાજુ વીજળીનો તાર ખેંચીને બહાર કર્યો પછી મોબાઇલ સ્વીચ ઓફ થઇ જશે એવું કહીને હું બાપુના રૂમ સુધી પહોચી જ્યાં ટેલિફોન છે. હું એટલા ગુસ્સામાં હતી કે સેવકે મને પહેલા રૂમમાં જતાં ન અટકાવી પણ કહ્યું અંદર ન જતા બાપુ અમને બોલશે કે ટેલિફોનવાળા રૂમમાં કોઇને ન જવા દેવા. મેં હા કહ્યું પછી મેં મોબાઇલ ચાર્જમાં રાખ્યો એક સેવક મારી સામે જ ઉભો એટલે અંદર જવાય તેમ ન હતું એટલે મે મારા કપડામાં કશુંક અંદર છે એવું નાટક કર્યું સેવકને બહાર નીકાળ્યો અને હું પે’લા રૂમનો દરવાજો બંદ કરી અંદર રેકોર્ડેર મૂકી આવી પછી બહાર આવી એટલે હું બોલી સોરી, તમે આ વાત જ બાપુને ન કરતા. એટલે નહીં ખીજાય કેમ કે મારા વિભાગમાં લાઇટ જતી રહી તો બાપુ બીજા સેવકો પર ગુસ્સો કરશેને તમે અંદર જવા હા પાડી તો તમારા પર. હું નથી ચાહતી કે તમારી કોઇ ભૂલ વગર બાપુ તમને કશું કહે બાપુને વાત જ ન કરતા સેવકો સહમત થયાને કામ થય ગયું. એ જ રાત્રે આત્માઓનો હુમલો. એટલે ફરી એકવાર અંદર જવાનો મોકો મળ્યો અને લઇને આવતી રહી

અંશ; વાહ....

અંશે રેકોર્ડેર શરુ કર્યુ... ધીમા સ્વરમાં....

‘આયોજન મુજબ કામ થવું જોઇ જવું જોઇએ. નહીંતર તમારી ખેર નથી.’

કાજલબા; અંશભાઈ આ તો બાપુ બોલે છે.

અંશ; હમમ

‘આજે રાત્રે ગામમા હાહાકાર મચાવીદો.’

ત્રણેય ચોકી ગયા !

સલીમ બોલ્યો; આતો બાપુ... બોલ્યા

‘લોકોને મારી-મારીને લોહીલુહાણ કરીદો, જલિયાવાલા બાગ કરતા પણ વધારે લોહિયાળ ક્રાંતિ થવી જોઇએ.’

‘મને લાગે છે હવે આ ગામની આ દશા કર્યા વગર બીજો કોઇ ઉપાય નથી.’

'જી, બાપુ એમ જ થશેને આ મહેક, મહેકનું શું કરવાનું છે?'

'તે સહિસલામત પાછી આવવી જોઇએ પણ...પ..ણ પૈસા મળે પછી જ...'

'જી, બાપુ તમે ચિંતા ન કરો.'

'બીજુ, કોઇ ભૂત - આત્મા કે જીન નથી તો આપણા છ માણસોને ઘાયલ કોણે કર્યા ?'

'હજુય એ પ્રશ્ન છેએટલે સાવધાન !'

'જી બાપુ, બધું અમે સંભાળી લઇશું પણ...'

'પણ શું?'

'બાપુ, મોટાબાપુ ખજાનાનો પતો બતાવવા તૈયાર જ નથી.'

'તેને મારો હેરાન કરો જમવાનું ન આપો ગમે તે કરો પણ જાણો ખજાનો ક્યાં છે? પણ... પણ... ભાભીસાહેબને કશું નહી કરતાં...'

'ઓકે બાપુ...'

'બીજુ અંશ પાસે ૩ કરોડ થય ગયા છે એટલે મહેકને સહિસલામત પાછી મોકલી આપજો.'

'જી, જય સિયારામ'

'જય સિયારામ'

***

કાજલબા જોર-જોરથી રડવા લાગ્યાં. 'પાપા...૨૫ વર્ષથી નાટક કરે છે. પાપા.....જ ? પાપાએ જ મહેકને મોટાબાપુને મોટામમ્માને કેદ કરેલા છે ?'

સલીમ; લાગતું જ ન હતું કે બાપુ આવું કરી શકે.

અંશ; કાજલ,અમે બાપુ પર શક કરેલો પણ તે જે રીતે અમારું ધ્યાન રાખવા લાગ્યા અમારો શક દૂર થયો પણ... પાપા એ જે કર્યુ તે ખોટું કર્યુ છે, તેણે મોટાબાપુને મારવાને હેરાન કરવા પણ કહ્યું...

અંશ: બાપુ પ્રજા સામે કેટલું મોટુ નાટક કરે છે ને ભોળી પ્રજા બાપુને દેવતાની જેમ પૂજે પણ છે જ.

અંશ ચુપ...કોઇ આવે છે

ત્રેણેય ગુણો પાછળ સંતાય જાય છે, બાપુ અંદર આવે છે ને લતાબાઇને કહે છે; અહીંયા કોઇ ન આવવું જોઇએ.

લતાબાઇ; જી બાપુ

બાપુ એ અંદરથી દરવાજો બંદ કર્યો, પછી કોલ કર્યોને પછી કબાટ ખોલ્યો ત્યાંથી એક માણસ અંદર આવ્યો અને બાપુને તે વાત કરવા લાગ્યા..

'મહેક સલામત છે ?'

'જી બાપુ'

'૩ કરોડ મળી જશે. બીજુ મોટાબાપુ કશું બોલ્યા ?'

'ના, બાપુ...'

'શું કહે છે?'

'મોટામહારાણીને થોડા હેરાન કર્યા તો પણ... મેં ના કહીને... મોટાભાભીને કશું નહીં કરતા. બાપુ અમે વિચાર્યું એમ કરવાથી માની જાય પણ બંને એકના બે નથી થતા.'

'ઓકે, હું કાલનો વિડિયો મોકલું છું પ્રજાનો એ બાપુને બતાવીને મજબૂર કરજે.'

કાજલ ઉભી થવા જાય ત્યાં સલીમ તેને પકડી રાખે છે બાપુ જતા રહે છે કામ પતાવીને લતાબાઇ આવે છે, દરવાજાને બહારથી લોક કરીને જતી રહી છે.

કાજલ રડતી રહે છે સલીમને અંશ સાંત્વન આપે છે. કાજલે કબાટ ખોલ્યો ત્યાંથી મહેક દેખાતી હોય છે એ બોલે છે મહેક....

એ જ સમયે મહેકથી ઉપર જોવાય જાય છે ને એ કાજલ એમ બોલે છે ત્યાં જ કોઇ આવતું દેખાતાં કાજલબા કબાટને બંદ કરે છે ને મહેક ઉપર નીચે જોવા લગે છે. એ માણસ પણ ઉપર જુએ છે કશું ન દેખાતાં જતો રહે છે. ધીમેથી અંશ કબાટ ખોલતા મહેક દેખાય છે ને તે હસે છે ને તેની આંખમાંથી આંસુ પણ આવી જાય છે એ ટીપા છેક મહેક પાસે પડે છે. મહેક પણ રડવા લાગે છે...

[વધુ આવતા અંકે,,,]


Rate this content
Log in

Similar gujarati story from Crime