Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Comedy Others

3  

Daxa Ramesh

Comedy Others

તહેવાર પછી !

તહેવાર પછી !

2 mins
7.2K


ઝગડો ટાળવા અને બાધણાથી બચવા ઘણા પતિઓએ ફેમિલીને જન્માષ્ટમીની મોજ કરાવી. પોતપોતાની ત્રેવડથીય કૈક વધુ જોર કરીને, એટલે જ પછી તો રજા પરથી કામે ચડ્યા, એ સહેલું લાગ્યું ! કામ કરવુંય અઘરું નથી,એ સત્ય લાધ્યું ! હાશ ! નિરાંત ! પણ હાય રે..એવા ક્યાં નસીબ ? હજી તો હાશકારાની મદમસ્ત આગોશમાં "કામ કરવાની મોજું માણતા" પતિઓ ! સાવધાન !

"લે કાં ? હવે શું થયું ?"

'અ લગ્ન કરી લીધા તો પ્રશ્ન કરવાની ટેવ હજુ ભૂલાણી નથી ?

તો ભઇ રું સારું હશે હજુ !'

'હા તો મૂળ વાત, પતિદેવો પોતે જાતે ખુશ હતા ને ફેસબુક, વોટ્સ એપ, પર ફેમિલીનાના ફોટા , એન્જોય લોટસ વિથ માય મુકીને... મુકીને ફુલ્યા સમાતા ન્હોતાં. પરમ આનંદ માણતા પણ, ઘરે આવ્યા ...!! ત્યાંતો ?તહેવારોમાં મહિલા મંડળ પાર્કિંગમાં રેગ્યુલર મળતું નો'તું. પણ, આજે એય ને. બધા ય બેઠા'તા ! એમની સામે આછ્કલું સ્મિત કરીને પત્નીની આંખમાં આંખ નાખીને, પતિઓએ પોતાના માટે અહોભાવ ગોત્યો !"

"વાહ.! તમે તો રજાની મજા કરાવી.!!"

"'નો સંદેશ ગોત્યો !

પણ ના, ના.

"આ..લે...લે !"

પતિઓએ ડઘાઈને, પત્નીઓને અરજ કરી, "બેસવું હોય તો બેસ, હું હજી તો ફ્રેશ થઇશ ને જાતે !"

"ના !, ના !, હાલો આમ ! હું ય ઘરે આવું !"

આવા કંઈ જુદા જુદા સંવાદ થયા હશે. પણ ઘરે પહોંચ્યા કે કેવા અણધાર્યા દારુગોળા ફેંકાયા કે ન પૂછો વાત ! તમને જુદા જુદા ઘરે લઈ જાવ છું.

હાલો તમે રૂબરૂ સાંભળો.

(સુરેખા અને જયેશનું ઘર )

સુરેખા : આજુ બાજુના મેળા કરી ને જ મારી સાઈતમ ...આઈઠમ..પુરી ! અમને તો બીજે ક્યાંય નો લઈ જાય !"

" લ્યો..!!"

.જયેશ તો જોઈ.. ર્યો ! 'લે આને જ તો મેળા ગમે છે.. એમ કેતી'તી તો પછી હવે શું થયું ?'

સુરેખા: 'કોક'દિ બાર લઈ જાય તો ખબર પડે ને ? આમ જો જૂનાગઢ ..ગિરનાર..!! વાસંતી કેતી'તી, કેવી મજા કઈરી એ લોકો એ ?"

" હમમ !"

હાલો વાસંતીની ઘરે.

વાસંતી: "બયળી મારી તો સાતમ આઠમ ! તમારે તો જૂનાગઢ મેલીને ક્યાંય જવું જ નહીં !" સુરેશ ભાઈ જોઈ રહ્યા.

"લે ??આ તો કેતીતી કે આપણે તો આયા ઘરે બેઠા હિલ સ્ટેશન છે ને !શુ થયું ?"

વાસંતી: "ગીતા ને ઈ ચોકી ઢાણી. ગ્યાતા..તમને તો કઈ ખબર પડતી નથી !!"

"લ્યો બોલો ! શું કહેવું ?"

(ગીતાની ધરે જવું છે ?)

"ના !, હવે બધાયના ઘરે ડોકા કાઢવા હારા નઈ...! પણ, ટૂંકમાં અહેવાલ નીચે મુજબ છે !

ગીતા એ રીટાની દીવની વાત કરીને એના વરની ધૂળ કાઢી.

રીટા એ...',,,,,,'ની ગોવાની ! તો કોઈએ માલદીવની ને, કોઈએ બાલી , જાવા, ને દુબઇની..પેકેજ ટૂર !

પતિ દેવો વિચારમાં જ છે ! કે "તહેવાર પેલા તો કેવી હસી હસીને ખીલખિલાતી જીવનસંગીની ! વિફરીને વાઘણ કાં લાગે ?"

રજાની મજા માણવી સરખી !! કે પછી ફક્ત, કરવી દેખાદેખી ?m"તમે શુ કયો છો ?"


Rate this content
Log in

Similar gujarati story from Comedy