Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Horror Thriller

3  

#DSK #DSK

Horror Thriller

યે રિશ્તા તેરા મેરા-૨૧

યે રિશ્તા તેરા મેરા-૨૧

10 mins
14.5K


મહેકને યાદ આવે છે કે જ્યારે તેને કીડનેપ કરવામા આવી ત્યારે તેની પાસે એક પર્સ હતુ ને એ પર્સમા ક્લોરોફોર્મની એક બોટલ હતી.જો એ શોધીને બધાને બેભાન કરવામા આવે તો એ આ સીડી ચડીને ઉપર જઇ શકે ? પણ એ પર્સ ?ક્યા છે ?કેમ શોધવુ ? વિચારો આવવા લાગ્યા.

તે ઓરડામા એ પર્સ શોધવા લાગે છે. મોટો ઓરડો એમ કેમ મળે.?

દાદીમા; 'બેટા, શુ શોધે છે?'

મહેક; 'દાદીમા, મને જ્યારે આ લોકો અહીંયા લાવ્યા ત્યારે મારી જોડે જે પર્સ હતુ એ હુ શોધુ છુ.'.

દાદીમા; 'બેટા, એક કશુક છે છેલ્લા ખુણામા.'

મહેક; 'ક્યા ?'

દાદીમા; 'તુ ઉતાવળી ન થા. કોઇ જોઇ જશે તો તારુ બધુ ફેલ જશે.'

મહેક; 'જી દાદીમા, દાદીમા તેમા મારીને તમારી આઝાદીની ચાવી છે એમા.'

દાદીમા; 'તુ કોઇ મુશ્કેલી ઉભી ન કરતી હો !જીવથી જાશું.'

મહેક; 'તમે જુઓ તો ખરા, એક શરત જ્યારે હુ એ દવાનો છંટકાવ કરુ ત્યારે નાક બિલકુલ બંદ રાખવાનુ.'

દાદીમા; 'તો શ્વાસ ક્યાથી લેવાનો ?'

મહેક; 'દાદીમા એમ કહી હસીને બોલી, થોડી વાર નહી લેવાનો.'

દાદીમા; 'જી ને પકડાય ગયા તો ?'

મહેક; 'કશુ નહી થાય.ઇશ્વરની ઇચ્છા હશે તો ?'

***

દાદીમાના નાક પર કપડુ બાંધ્યુ પછી દાદીને પહેલાં સીડી પર ચડાવ્યાને તે નીચે રહી. જ્યારે બધા બપોરના સમયે જમીને નિંદર કરી રહ્યા ક્લોરોફોર્મનો છંટકાવ બિલ્લી પગે કરી આવી દરેક રૂમમા. મોટા ઓરડામા જ્યા માણસો કેદ છે ત્યા છંટ્કાવ કર્યો. તે ઝડપથી ભાગીને ઉપર ચડી ગઇ. તે અને દાદી જ્યારે ઉપર આવ્યા ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો જ છે. મહેકે હળવેથી એ દરવાજો ખોલ્યો ત્યા કાજલબા, અંશને સલીમ છુપાઇ ગયા. મહેકે જોયુ કોઇ ન દેખાયુ એટલે તે બહાર આવીને પછી દાદીમાને પણ નીકાળ્યા. અંશ મહેકને જોયને ઉભો થઇ ગયોને એક જાદુની જપ્પી જોરથી પકડીને આપી. મહેક આઇ લવ યુ. તને કશુ થયુ તો નથી ને એ લોકો એ તને.....'

જોરથી રૂમનો દરવાજો ખુલ્યો...

લતાબાઇ; 'આ રૂમમાથી અવાજ આવતો હોય એવુ લાગ્યુ પણ...'

શારદા; 'લતાબાઇ તારો વહેમ છે. અહીંયા કોઇ નથી.'

લતાબાઇ; 'આ સામાન પાછળ શાયદ કોઇ..'

શારદા; 'લતાબાઇ આપણે ઘેર જવાની ઉતાવળ છે, કામ પતી ગયુ. તારા સિવાય કોઇ અહીં આવી શક્તુ નથી. મને કોઇ જોઇ જશે તો તને અને મને બંન્નેને રાજાસાહેબ પાસે લઇ જશે.'

લતાબાઇ; 'તુ સાચુ કહે છે. શાયદ શારદા મારો વહેમ જ છે.'

બંને રૂમની બહારથી લોક કરી જતા રહે છે.

ત્યાર બાદ બધા ધીમેથી ઉભા થાય છે ને એકબીજાને મળે છે. મહેક રડવા લાગે છે ને રડતા-રડતા

મહેક; 'અંશ..અંશ...હવે ક્યારેય મને....તારાથી અલગ ન કરતો..'

અંશ; 'હમમ..બસ બ...સ'

મહેક; 'અંશ,મને ખુબ જ ડર લાગતો પણ દાદીમા\ના કારણે હુ જીવિત ..રહી..'

અંશ; 'મહેકના મો પર હાથ રાખતા બસ..આવુ ન બોલ. મારુ શુ થશે ?'

મહેક; 'પણ મને દાદીમા એ કહ્યુ કે.....મહેકને દાદીમાની કરેલી વાત યાદ આવે છે જે નીચે છે'(દાદી;બેટા હુ 25 વર્ષથી અહીં કેદ છુ.મારી જિંદગીના 25 વર્ષ નીકાળ્યા.)

મહેક; 'હે....દાદીમા.'

દીદીમા; 'જી બેટા.'

મહેક; 'દાદીમા, આ ભુતપ્રેતથી તમે ડરી ન ગયાને તમારૂ હદય બેસી ન ગયુ !'

દાદીમા; 'તારી જેમ હુ પણ શરુઆતમા બેભાન થઇ જતી.પછી આદત બનતી ગઇ.'

મહેક; 'તેણે પચીસ વર્ષથી તમને કેમ જીવતા રાખ્યા ? મારી ન નાખ્યા.'

દાદીમા; 'બેટા ! ભુતપ્રેત હોય તો મારે ને ?'

મહેક; 'એટલે ?'

દાદીમા; 'કોઇ ભુતપ્રેત નથી. આ બધું નીરાબાપુના કારનામા છે. આ હવેલી બહુ મોટી છે. પચીસ વર્ષથી ઘણા રહસ્યોને રસ્તાઓ જાણુ છુ. આ બધુ નાટક છે.'

મહેક; 'ઓહ ! એટલે જ પેલો આત્મા મને કહેતો કે તારા છુટા થવાની કિંમત ત્રણ કરોડ છે.

દાદીમા; 'હા...પૈસાદારને પકડે છે ને પૈસા પડાવી લે છે. આ ઓરડામા રહેલ વ્યક્તિ છુટા થઇ શકે પણ કામવાળા નહી કેમ કે એ અહીંની હકીકત જાણી જાય એટલે તેના અંત સુધી અહીં જ રહેવાનુ.'

મહેક; 'તો તમે હકિકત જાણો છતા આ..'

દાદીમા; 'હુ પાંચ વર્ષથી મને કશુ યાદ નથી રહેતુ એવુ નાટક કરુ છુ.'

મહેક; 'ઓહ'

દાદીમા; 'આ તો તુ મને મારી દિકરી જેવી લાગી તો...આંખમા આંસુ સાથે બોલ્યા....તને હકીકત કહી.'

મહેક; 'હા દાદીમા પચીસ વર્ષનુ તમારુ બલિદાન વ્યર્થ નહી જાય.'

દાદીમા; 'બેટા! શક્ય હોય તો બધાને આ કેદમાંથી આઝાદ કરાવજે.'

મહેક; 'દાદીમા તમને વચન આપુ છુ.(મહેકની યાદ પૂરી ]

મહેક; 'આવી વાત મને દાદીમા એ કરેલી'

દાદીમા; 'બેટા,મહેક મળી ગઇ પણ નીચે જો....દેખાડ્યો ઓરડો આમા વૃધ્ધ, આધેડ, યુવાન, માતા, બેન, બા બધા છે. તેના સામે નજર કર. આવા કેટલાય કામવાળા છે. આ બધાનો એક પરિવાર છે. તેને પોતાના લોકો છે ને તેનુ દિલ ત્યા જ રહે છે. માતા કહે મારુ બાળક કેમ હશે ? પિતા કહે મારી પત્નિને મારા બાળકો શુ કરતા હશે ? તો વૃધ્ધો કહે અમારા બાળકો શુ કરતા હશે ? આ બધા માટે ખુશી તુ જ........'

કાજલબા; 'હુ લાવીશ દાદીમા'

દાદીમા; 'કુંવરી...'

કાજલબા; 'જી...'

અંશ; 'કાજલ...પણ ....શુ કરીશુ ?'

કાજલબા; 'બસ વાત..'

સલીમ; 'પણ...'

કાજલબા; 'એ માની જશે.'

મહેક; 'કેમ ?'

કાજલબા; 'હુ આ માટે પોલિસની હેલ્પ કે કશુ બીજુ કરવાની પરવાનગી નથી આપતી.'

સલીમ; 'તો રાજાસાહેબ તમારી વાત કેમ માનશે ?'

કાજલબા; 'હુ મારા પાપાની ઇજ્જત પર હાથ ન નાખી શકુ, હુ એક રાજકુવરી છુ. તમને કોઇને મારા પાપાની ઇજજત પર કાળી ટીલી બેસાડવાની ઇજાજત પણ ન આપી શકુ.'

સલીમ; 'તો શુ સીધે-સીધુ મહારાજા માની જશે ?'

કાજલબા; 'હુ ગમે તેમ કરીશ પણ હુ પોલિસ પાસે આ કેસ નહી જ જવા દઉ. પેલા મે રાજકુંવરીની ફરજ નિભાવી, હવે હુ દિકરી તરીકેની ફરજ નિભાવીશને પછી મારા મોટાપાપા-મમ્મીને મુક્ત કરાવીને નિ;સંતાન માતા-પિતાની દિકરી બની એ ફરજ નિભાવીશ.'

દાદીમા; 'કુંવરી! આને કેવાય દિકરી ! કોણ કહે છે દિકરી સાપનો ભારો છે ને કોણ કહે છે દિકરીના બાપને નીચુ માથુ કરીને ચાલવુ જોઇએ ને કોણ કહે છે દિકરીનો બાપ બધી બાઝી હારી જાય છે કોણ કહે છે.દિકરી સાપનો ભારો છે.'

કાજલબા; 'મહેક!

મહેક; 'જી'

કાજલબા; 'મે તારા ગામના પ્રશ્નો ને તે સોલ્વ કરેલી વાતો સાંભળી છે. હુ ચાહુ છુ કે મારો આ પ્રશ્ન તુ સોલ્વ કર. મહેક મને વિશ્વાસ છે કે તુ અવશ્ય કોઇ રસ્તો નીકાલીશ.'

મહેક; 'પહેલા તો થેક્સ. મહારાજા પાસે ચાર ગામનો વહીવટ છે ને અમે તમારી પ્રજા. તમારા બનાવેલા નિયમોનુ પાલન કરવુ એ અમારી ફરજ છે.તેમ છ્તાય તે મને અને અંશને કાજલ કહેવાનો હક આપ્યો.'

કાજલબા; 'દોસ્તો વચ્ચે "તુ"નો જ સંબંધ હોય છે મહેક.જ્યા "તમે" આવે ત્યા દોસ્તી નથી વડીલ બની જાય છે. હમમ'

મહેક; 'કાજલ, હુ એવુ વિચારુ છુ કે આ ઘટના અસહ્યને વેદના આપનારી છે. આ બનાવ પછી એવુ બની શકે "કરે કોઇને ભોગવે પણ કોઇ."

અંશ; 'મહેક તુ કહેવા શુ માંગે છે.?'

મહેક; 'બાપુ એ આવુ કામ કર્યુ એટલે હવે કોઇ ગૂંડ્ડા મવાલી પણ કોઇ નીચ હરકત કરેને જ્યારે પકડાય જાય ત્યારે એ ગુનો બાપુ પર નાખે. બાપુ આ ઘટના પછી ક્રાઇમના ડાયરામા જ રહેશે. પ્રજાને પણ બાપુ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થશે.'

સલીમ; 'પણ આ વાતની કોઇ ને ખબર પડશે તો ને? '

દાદીમા; 'બેટા તુ નાદાન છે ને છોકરો છે.તુ દુર દ્રષ્ટીથી ન જોઇ શકે જે એક સ્ત્રી જોઇ શકે. આજે નહી તો કાલે પવન વેગેને પાણી વેગેને ધુમાડાની વેગે જ્યારે પાંચસો ગુલામ છુટા થશે ત્યારે આ વાત ફેલાશે.'

કાજલબા; 'હા સાચી વાત.'

મહેક; 'ભલે બાપુની વિરુધ્ધ કોઇ પગલા ન લેવાઇ પણ બાપુ ગુનેગારના ડાયરામા કાયમ રહેશે જ.'

કાજલબા; 'તો કરવુ શુ ?'

મહેક; 'એ જ કહુ છુ. ‘’બા...પુ..ને આ લોકશાહી દેશમા..... રાજાશાહીનો... ત્યા....ગ....ક..રવો જોઇએ.'

અંશ;; 'વોટ ?'

કાજલબા; 'શુ ?'

મહેક; 'જી, આ ચાર ગામનો કારભાર છોડી શાંતિનુ જીવન જીવવુ જોઇએ.'

દાદીમા; 'હા,દિકરા.'

મહેક; 'પોતાના ગુનાહમાથી આ રીતે છુટી શકે છે બાપુ. ફરીવાર કોઇ બીજી ઘટના બને ત્યારે બાપુને દોષિત ઠેરાવતા લોકો વિચાર કરવા જોઇએ.

કાજલબા; 'વાત સાચી પણ બાપુ ?'

અંશ; 'આપણે તેને સમજાવીશુ.'

સલીમ; 'હા,મનાવીશુ.'

દાદીમા; 'રાજાસાહેબને એક મોકો આપવો જોઇએ.'

કાજલબા; 'દાદીમા, આ તમારુ વિશાળ દિલ બોલે છે, બાકી આવા ગુનાહની સજા તો આજીવન કેદ જ હોવી જોઇએ. કાજલ રડતા-રડતા બોલી.'

મહેકે તેના આંસુ લુછ્યાને બોલી; 'કાજલ, બસ...રાજાસાહેબના આ ખરાબ કામ સામે સો સારા કામ પણ છે.'

દાદીમા; 'હા, બેટા.તુ હિંમત ન હાર.'

કાજલબા; 'આગળ શુ કરવુ એ જલ્દી કહે, પેલા લોકો હોશમા આવે એ પહેલા.'

મહેક; 'સૌથી પહેલા આ વાતની જાણ તારા પરિવારને કરવી. ભગીરથને. ભગીરથ એકલો વારસાદાર છે. જો એ બાપુને મુંઝવશે તો આગળ કોઇ પ્રશ્ન જ નહી રહે. આરતીબાને પણ વાત કરવી જોઇએ. એ પણ કોઇ માર્ગ બતાવશે.'

કાજલબા; 'હા, એવુ કરી શકાય.'

સલીમ; 'અહીંથી નીકળવા માટે.'

કાજલબા; 'પાછળની બારીમાંથી ડાયરેકટ બગીચામાને બગીચામાંથી બહાર.'

અંશ;' બહાર નીકળવાથી તો..'.

કાજલબા; 'હુ ભાઇને જ બગીચામા બોલાવુ છુ.'

[એ કોલ કરે છે પણ કોલ જતો નથીને કવરેજ પણ નહિવત છે. હવે બારીની બહાર જવા સિવાય કોઇ ઉપાય નથી. સલીમે બારી ખોલીને જોયુ કોઇ ન હતુ એ ત્યાથી બહાર આવ્યાને સંતાય-સંતાયને આગળ બીજી જગ્યા પર ગોઠવાય ગયા. ત્યાથી અંશે જ ભગીરથને કોલ કર્યોને ભગીરથ બગીચાના પાછળના ભાગમાં આવ્યો. ભગીરથને સલીમ, અંશ, કાજલબા મહેકને દાદીમા દ્વારા બધી વાત કરાયને હવે પછી જે કરવાનુ છે એ પણ કહ્યુ]

****

રાજાસાહેબ,રાણીસાહીબાને કાજલબા ખુબ જ ઝડપથી હોસ્પિટલ પહોચ્યા. ત્યા જઇને જુએ છે તો રાજાસાહેબને ચક્કર આવી જાય છે ને આરતીબાને કાજલ તેને પકડી રાખે છે.'

રાજાસાહેબ; 'આ બધુ કેવી રીતે થયુ ?'

ડૉકટર; 'રાજાસાહેબ ભગીરથ બાઇક પર આવતો હતોને ગાડી સ્લીપ થઇ ગઇ. તેથી આવી દશા ભગીરથની થઇ.'

આરતીબા; 'તેને સારુ તો થઇ જશેને ?'

ત્યા જ ડૉ.અંશ આવ્યો

ડૉ.અંશ; 'રાજાસાહેબ,હમણા જ તો અમારી સાથે...'

કાજલબા; 'ન થવાનુ થાય ત્યારે સમજી લેવાનુ કોઇ ભુલ થઇ રહી છે ને ઇશ્વર એ ભુલ સુધારવા માટે કહે છે.'

ડૉ.અંશ; 'પણ રાજાસાહેબ તો નેક દિલ ઇંસાન છે તેની ભુલ થાય જ નહી.'

ડૉકટર; 'ડૉ.અંશ.તમે એક ડૉકટર થઇને આવુ બોલો છો ?

દરેક ઇંસાનથી બહુ બધી ભુલ થાય છે. પછી એ દેખીતી હોય કે ન દેખાતી. ભુલ ભુલ જ રહે છે. હુ કોઇ દર્દીને ખબર વગર બધુ સલામત હોવા છતા બોવ બધી દવા લખી દઉ. એ મને ખબર છે, દર્દીને નહી દેખાતી મારી જાણી જોઇને કરેલી ભુલ છે. જેની સજા મને ઇશ્વર અવશ્ય આપે જ.'

કાજલબા; 'હા, સાચુ છે.'

અંશે કાજલને સાંત્વન આપી તુ ચુપ જ રહે કશુ ન બોલતી.

ડૉકટર; 'ભગીરથનુ એક્સિડેંટ સુમસામ રોડ પર થયુ. કોઇ ન હતુ છતાય થયુ તો આ શુ ? કોઇ ભુલની સજા ઇશ્વરે આપી કહેવાય.'

આરતીબા; 'સાચી વાત જાણી જોઇ નહી પણ ખબર વગર થયેલી ભુલનુ આ પરિણામ છે.'

[આરતીબા પોતાના દિકરાને આમ આઈ.સી.યુ.મા જોઇને હેબતાઇ જ ગયા, અણધાર્યુ હદયફાટ રડવા લાગ્યા. કાજલબા તેને દિલાસો આપી રહ્યા]

કાજલબા; 'અંશભાઇ, તમે જ વિચારો ! તમે પુરમા લોકોની કેટલી સેવા કરી, હજુય દર્દીને હેલ્પ કરો છો મહેક પણ કેટલી દયાળુ છતાય. .મ..હે...ક ભૂત ......રડતા-રડતા બોલી રહી... આ પાપ નહી તો બીજુ શુ ?'

અંશ;હમમ, 'સાચી વાત કાજલ. મહેક તો મહેક છે.....'

[સલીમ અંશને કાજલ મહેકની વાતો કરવા લાગ્યા. રાજાસાહેબને પચીસ વર્ષથી થતી તેની ભુલને કોઇ પણ કારણસર જીવતો-જાગતો પોતાનો છોકરો આમ અચાનક આઈ.સી.યુ.માં જોઇ પોતાની ભુલ સમજાવા લાગી. તેને પણ લાગ્યું કે ઇશ્વર લાકડી લઇને નહી પરંતુ આમ જ મારતો હશે ? તેનો મોટાભાઇને મોટાભાભીને કરેલો અન્યાયને બે ભાઇ વચ્ચે રહેલ એક જ સંતાન જીવનને મરણ વચ્ચે ઝોલા ખાય છે. બાપુ એક ખુરશી પર બેસી ગયાને બોલ્યા....]

બાપુ; 'સાચી વાત છે. આપણા કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે છે.'

આરતીબા; 'પણ આપણે ક્યારેય પાપ નથી કર્યા. કેટલાય વર્ષથી આઝાદ દેશમા રાજાશાહી ચાલતાચાર ગામના લોકોને હંમેશા મદદ કરી છે. તેની સુવિધા માટે આપણે ખુદ કામ કરેલા છે તો પાપ શા ના?'

બાપુ; 'તમે કોઇ સામેલ ન હોવ પણ હુ એકલો જ પાપમા સમેલ હોવ એવુ બની શકે ?'

[ધીમેથી મહેક બાપુ સામે આવીને ઉભી રહીને બોલી...]

મહેક; હા બાપુ ! એવુ જ છે. પચીસ વર્ષથી પાંચસો માણસોની "હાયને" તેના પરિવારની "હાય" જ ભગીરથીની આ હાલતનુ કારણ છે.'

આરતીબા મહેકને જોયને ચોકી ગયાને મહેકને જીવતી જોય તેની બાથ ભીડી ગયા. મારી દિકરી તુ કેમ છે ?તને કશુ થયુ નથીને ? તને એ આત્માઓ એ પરેશાન તો નથી કરીને બોલ બેટા બોલ ?

આ સમયે રાજાસાહેબ એકી ટશે જોઇ રહયાને વિચારી રહ્યા મહેક કઇ રીતે અહીં પહોચી ? શુ એ ત્યાથી ભાગી આવી ?તો એ મારી હકીકત ?

મહેક; 'બાપુ, તમે ડરો નહી. તમારી ઇજજત એ જ અમારી. હુ તમારા કામથી અવગત થઇ છુ ને કાજલ, અંશ, સલીમ, ભગીરથ બધા જ. આ વાતની ભાઇ ભગીરથને ખબર પડી તો એ ગુસ્સામા "જુની હવેલી" બાજુ બાઇક લઇને ગયોને બાઇક સ્લીપ થઇ ગઇ. બાપુ તમે તમારી જ આબરુને ધુળમા મેળવી સાથે...'

આરતીબા; 'શુ થયુ ?મને તો કહો ?કેમ આમ ગોળ-ગોળ વાતો કરો છો ?

કાજલબા તમામ હકીકત મમ્મીને કહે છે ને રાજાસાહેબને ધિક્કારવા લાગે છે.

આરતીબા; 'એ તમામ કેદીને મુક્ત કરોને સુવર્ણનગરની સભા બોલાવીને કહો કોઇ ભુતપ્રેત આત્મા નથીને આ રાજાસાહેબનુ જ કાવતરુ છે.'

અંશ; 'રાણીસાહિબા, બાપુની ઇજજત આમ...નિલામ ન થવી જોઇએ.'

કાજલબા; 'હા મમ્મી.'

(આ સમયે બાપુ એ અંશ સામે જોયું વિચાર્યું જે છોકરાંને મેં આટલો હેરાન કર્યો એ બોલે છે.)

સલીમ; 'બસ,બધા કેદીને મુક્ત કરોને કેદી પાસે ત્યા જ માફી માંગી ભગીરથના જીવનદાન માટે હદયપુર્વક એ લોકો પાસે જ દુઆ મંગાવો.'

મહેક; 'હા,એ વાત સાચી.'

*****

રાજાસાહેબને બધા "જુનીહવેલી"મા ગયા. રાજાસાહેબે તમામને હોલમા ભેગા કર્યાને તેના મોટાભાઇને ભાભીના પહેલા પગે પડી ગયાને માફી માંગીને તમામ હકીકત જણાવી કે ભગીરથની કેવી દશા થઇ.!

પૂજાબા; 'ભાઇ તમે બે ભાઇ વચ્ચે રહેલા એક વારસદારને પણ ન સાચવી શ્ક્યા ?'

મોટારાજાસાહેબ; 'નીરા,તુ અંધ હતો એ સમયે પૈસાને દોલતની લાલચમા પણ ભગીરથના એક્સિડેંટથી અગર તને સમજાય ગયુ કે પોતાના પરિવાર સિવાય કોઇ મહત્વનુ નથી તો એ જ ઈશ્વરની છે.'

બાપુ: 'તમે મને માફ કર્યું ભાઈ.'

મોટાબાપૂ : 'હા, તું મારો ભાઈ છે, માફીને લાયક તું છે જ. કેમ કે તું બધા કેદીને છૂટા કરવાનો છે.'

આરતીબા; 'પૂજાબા મને...'

પૂજાબા; 'બસ,આરતી.....'

કાજલબા; 'મોટામમ્મી...'

પૂજાબા; 'જય માતાજી! સુખી થા દિકરી...આમ રડ નહી, તારા સિવાય અમારુ છેય કોણ ?'

ભગીરથ જુની હવેલીમા આવ્યોને બોલ્યો; 'કેમ મોટા મમ્મી ! હુ તમારો દિકરો નથી ? કાજલ એક જ તમારી ?તો હું કોનો ?'

બાપુ,મોટા બાપુ,આરતીબા,પૂજાબા બધા ચોકી ગયા કે ભગીરથ સહી સલામત છે ? કોઇ સવાલ કરે એ પહેલા જ ડૉકટર બધી જ હકીકત કહે છે કે અંશ, મહેક, સલીમ, કાજલને ભગીરથ દ્વારા કેવો પ્લાન કરાવામા આવ્યુને કઇ રીતે બાપુને તેની ભુલથી અવગત કરાવ્યા ?એ પણ તેની બદનામી ન થાય એ રીતે.

[નીરાબાપુ બધાની માફી માંગે છે પ્રજાની, મોટારાજા સાહેબની. પોલિસને બોલાવીને ચાર ગામનો વહીવટ સોપે છે ને તેના મોટાભાઇ-ભાભીને સાથે રાખે છે ને મહેકને અંશનો આભાર માને છે]

બાપુ; 'જે થાય એ સારા માટે જ થાય છે મહેક,જો તને કીડનેપ ન કરી હોત તો હુ ક્યારેય સચ્ચાઇ સુધી ન પહોચ્યો હોત.'

આરતીબા બોલ્યાને ઇશ્વરે સાચે જ એવુ કશુક કર્યુ હોત કે આપણે આપણા સંતાનને ખોય બેસેત તો ? આ બધું ઇશ્વર કરે એ પે’લા મહેક તે અંશેને સલીમે અમારી આંખો ખોલી. બે હાથ જોડી આરતીબા એ આભાર માન્યોને સલીમ, મહેક ને અંશને પ્રેમથી જમાડીને, વૃંદાવન જવા માટે ફોરવ્હીલ મોકલી.


Rate this content
Log in

Similar gujarati story from Horror