Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Children Others

3  

Shailee Parikh

Children Others

માછલીઘર

માછલીઘર

2 mins
14K


રિતુ, પિંકી, ચિંટી, રીંકી સૌ એક જ સ્કુલમાં ભણતાં હતાં. તેમની શાળાએથી એક દિવસ પિકનીકનું આયોજન થયું. પિકનીકમાં સૌ બાળકોને સ્કુલનાં શિક્ષકો પ્રાણી સંગ્રહાલયમાં લઈ ગયાં.
 
સૌ બાળકોએ વાધ, સિંહ, ચિંતા, દીપડા, હાથી, વાંદરા, પોપટ, શાહુડી, બગલા, બતક, સફેદ મોર, બધું જોયું છેલ્લે સાપ અને માછલી ઘરમાં રંગબેરંગી માછલીઓ પણ જોઈ. સૌ બાળકોને પ્રાણીસંગ્રહાલયમાં ખૂબ મઝા પડી પણ રિતુ પ્રાણી સંગ્રહાલય જોઈ ઉદાસ થઈ ગઈ.
 
રિતુનાં મિત્રો એ ત્યાં ખૂબ મઝા કરી હસતા-હસતા ઘેર ગયાં પણ રિતુ ઘેર ગઈ ત્યારે એનું મોં પડેલું હતું. રિતુનાં દાદીએ તેને જમવા બોલાવી તો રિતુ કહે, "મારે નથી ખાવું." દાદી કહે, "શું થયું બેટા?" રિતુ રડવા લાગી અને કહે, "દાદી આપણને કોઈ પાંજરામાં પૂરી દે તો કેવું થાય? ભલેને પાંજરામાં કુલર હોય, સમયસર ખાવાનું આપે. આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને કેમ પાંજરામાં રાખે એ રોજ રડતાં નહિ હોય?" દાદી કહે, "બેટા, આમ તો પ્રાણીઓનું ઘર જંગલમાં હોય પણ આપણે એ પ્રાણીઓને ઓળખવા પડે ને? એટલે આવું પ્રાણી સંગ્રહાલય બનાવ્યું હોય."
 
રિતુ કહે, "દાદી તમને ખબર છે ત્યાં બહુ જ સરસ સરસ માછલીઓને પણ માછલીઘરમાં રાખી હતી. કેટલીક લાલ-પીળી હતી ને અમુક તો દાદી સોનેરી રંગની હતી. દાદી અમે તો સ્ટારફિશ અને જેલીફિશ પણ જોઈ. પણ માછલીઓનું હાઉસ પણ આમતો તળાવ કે નદીમાં હોય અને દરિયામાં હોય. માછલીઓને કેદ જેવું ન લાગે? દરિયો તો એકદમ મોટો હોય એમાં માછલીઓને રહેવું કેટલું ગમે? તો પછી આપણે જોવું હોય તો આપણે દરિયામાં કે જંગલમાં ફરવા જઈએ ત્યારે બધું જોઈ લેવાનું ને? આ પ્રાણીસંગ્રહાલય બનાવવાની શી જરૂર?" દાદી કહે, "રિતુ બેટા, મેં કહ્યુંને એમ પ્રાણી સંગ્રહાલય તો આપણને પ્રાણીઓને પક્ષીઓનો પરિચય થાય તે માટે હોય. એ જોઈને દુ:ખી નહિ થવાનું પણ તારી પેલી બહેનપણી નથી પિંકુ જે પોતાનાં ઘેર કાચબા અને માછલીઘર રાખે છે. તેવી રીતે આપણે નહિં રાખવાનું. તું હમણાં થોડા દિવસ પહેલાં પપ્પા પાસે ભેટમાં માછલીઘર માંગતી હતી ને? એનાં બદલે આ વખતનાં જન્મદિવસે માછલીઘર ખરીદીને એ માછલીઓને તળાવમાં છોડી એમનું સાચું ઘર એમને આપી દેજે."
 
આવી વાત સાંભળી રિતુ ખુશ થઈ ગઈ. અને તેણે માછલીઘરની માછલીઓ પોતે નજીકનાં તળાવમાં છોડી આવશે. તેવું મનોમન નક્કી કરતાં-કરતાં જમવાની થાળી પીરસવાની શરૂઆત કરી.


Rate this content
Log in

Similar gujarati story from Children