STORYMIRROR

Shailee Parikh

Children

3  

Shailee Parikh

Children

દૂધીનો હલવો

દૂધીનો હલવો

2 mins
14.1K


વિશાળ આકાશમાં વાદળોની વચ્ચે પરીઓનો દેશ હતો. સુંદર મજાની પરીઓ દિવસ દરમિયાન આકાશમાં રમતી અને રાત્રે ટમટમતા તારલાની સીડીઓ ઊતરી ધરતી પર વિહરતી. એક દિવસ બાળપરીઓ મોટા ખેતરમાં ઉતરી. ખેતરમાં મકાઈનો પાક વાવ્યો હતો. ખેડુત પત્નીએ એ દિવસે સાંજના સમયે દૂધીનો હલવો બનાવ્યો હતો. બધાએ જમી લીધું પછી વધેલો દૂધીનો હલવો માટીના વાસણમાં ઢાંકીને મુક્યો હતો એક બાળપરીને ભૂખ લાગી અને હલવાની સુગધંથી તેનું મન લલચાઈ ગયું. સૌ પરીની નજર ચૂકવી બાળપરી તે વાસણમાં પડેલો દૂધીનો હલવો ખાઈ ગઈ.

બાળમિત્રો આપણે ચોરી કરીએ, તો પકડાઈ તો જઈએ જ ને! તો બાળપરીના ફ્રોક પર દૂધીનો હલવો ખાતાં-ખાતાં પડ્યો હતો તે મોટી પરીએ જોયો. મોટી પરીએ બાળપરીને પૂછ્યું આ તારા ફ્રોક પર શું ચોટ્યું છે? તે શું ખાધું. બાળપરી તો જુઠ્ઠુ બોલી, મેં કંઈ નથી ખાધું! તો મોટી પરી કહે, સારું જો તું સાચું નહિં બોલે તો આકાશમાં જવા માટેની આપણી છડી નહિ ખુલે અને આપણે બધા અહીં રહેશું વાંધો નથી ને? મોટી પરીની વાત સાંભળી બાળપરી ગભરાઈ ગઈ તેણે પોતાની ભૂલ સમજાઈ. તેણી પોતાની બધી સખીઓની માફી માંગતા કહ્યું. મેં તમારાથી છુપાઈને દૂધીનો હલવો ખાધો. કારણ કે મને ખૂબ ભૂખ લાગી હતી. સૌ પરીઓએ તેને માફ કરી દીધી અને મોટી પરીએ બાળપરીને કહ્યું, બેટા આપણા પરીલોકમાં કેટલું સરસ ખાવાનું હોય છે આમ કોઈ ખેડૂતે મહેનતથી વાવેલું-બનાવેલુ આપણે અડીએ એ સારું ન કહેવાય. કાલે આ ખેડૂતની પત્નીને પોતે બનાવેલો હલવો નહીં મળે તો કેટલી દુ:ખી થશે?

બાળપરી આ સાંભળીને રડવા લાગી. તો મોટી પરીએ તેને કહ્યું હવે રોવાનું બંધ કર ફટાફટ અહીં ખેતરની પાળેથી દૂધી લઈ આવ એનો હલવો બનાવી આ વાસણમાં મુકી દે, પછી આપણે પાછા આકાશમાં જઈએ. બાળપરીએ મોટી પરીની સલાહ પ્રમાણે હલવો બનાવ્યો, ઢાંક્યો પછી સૌ પરીઓ પોતાના દેશમાં જવા ઉડી ગઈ.

તો બાળમિત્રો, આપણે પણ કોઈની વસ્તુ કોઈને પુછ્યા વિના લઈશું નહિં ખરુંને?

                           


Rate this content
Log in

Similar gujarati story from Children