Shailee Parikh

Inspirational Fantasy Children

0.5  

Shailee Parikh

Inspirational Fantasy Children

ડોલ હાઉસ

ડોલ હાઉસ

2 mins
8.1K


કિટ્ટુ નામની એક છોકરી હતી. તેને કોમ્યુટર વિષય ખૂબ ગમતો. નવરાશના સમયે તે કોમ્પયુટર પર વિવિધ વિષયોની માહિતી શોધ્યા કરતી. ઘણીવાર પેપર ક્રાફ્ટ, પેન્ટિંગ, વેસ્ટમાંથી બેલ્ટ વસ્તુઓ બનાવવાની રીત જોઈ પોતે બનાવવાનો પ્રયત્ન પણ કરતી.

કિટ્ટુની મિત્ર બિટ્ટુ તેના પડોશમાં રહેતી હતી. બિટ્ટુને પણ કોમ્પયુટર, લેપટોપ, આઇપેડ જેવા ઇલેકટ્રોનિક્સ ખૂબ ગમતાં. બિટ્ટુ તેના કોમ્પયુટરમાં નવરાશના સમયે બાર્બીની ગેમ, કેન્ડીક્રશ, કેકમેક્સ વગેરે રમતી. તેને કિટ્ટુની જેમ વિવિધ માહિતી ભેગી કરવી ગમતી નહોતી.

એકવાર કિટ્ટુ કોમ્પયુટરમાંથી જોઈ જોઈને ડોલ હાઉસ બનાવતી હતી ત્યારે બિટ્ટુ તેની સાથે રમવા આવી. કિટ્ટુના ક્રાફ્ટ પેપર, રંગબેરંગી ઝુલ વગેરે જોઈ બિટ્ટુને થયું કિટ્ટુ આ શું કરે છે? કિટ્ટુ કહે, "હું મારી ડોલુનું હાઉસ બનાવું છું. તારે બનાવવું હોય, તો તું પણ બનાવ મારી પાસે ક્રાફ્ટનું ખૂબ મટીરીયલ છે."

બિટ્ટુ કહે, "તું પછી બનાવજેને. આપણે કોમ્પયુટર પર કેન્ડીક્રશ રમીએ." કિટ્ટુ કહે, "ના બિટ્ટુ મને કોમ્પયુટર પર ગેમ રમી આંખો બગાડવા કરતાં આ ડોલ હાઉસ, પેનસ્ટેન્ડ, ટેડીબેર એવું બધું બનાવવું વધારે ગમે છે. અને મારા ટીચરે કહ્યું છે કે, એક કામ પુરુ થાય પછી જ બીજું કામ કરવું જોઈએ. તારે ગેમ રમવી હોય તો હું આ બનાવી લઉં ત્યાં સુધી રાહ જો પછી મારા કોમ્પયુટર પર હું તને રમવા દઇશ."

બિટ્ટુએ વિચાર્યું કે કિટ્ટુની વાત સાચી છે. ગેમ રમીને આંખો બગડે એનાં કરતાં ડોલહાઉસ બનાવીશ તો મારો સમય પણ પસાર થશે અને મને કંઇક નવું શીખવા મળશે. બિટ્ટુ પણ પછી કિટ્ટુની જેમ કોમ્પયુટરમાં જોઈ જોઈ પોતાની ડોલ માટેનું ડોલહાઉસ બનાવવા લાગી.

બાળમિત્રો, તમને આ વાર્તા પરથી શું શીખવા મળ્યું? વેકેશનમાં તમે સૌ પણ કોમ્પયુટર પર ગેમ્સ રમવાને બદલે કંઈક નવું - નવું બનાવતાં શીખશો તો હોશિયાર બનશો. ખરુંને?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational