Shailee Parikh

Fantasy Children

2  

Shailee Parikh

Fantasy Children

પેરાશૂટ

પેરાશૂટ

2 mins
7.3K


એક મોટો, રણપ્રદેશ હતો. રણમાં ખજુરીનાં ઘણાં વૃક્ષો હતાં. કેટલીકવાર રણમાં પ્રવાસીઓ ટેન્ટ બાંધીને થોડા દિવસ માટે રહેવા આવતાં. રણની સુંવાળી રેતીમાં પ્રવાસીના બાળકો અને માલની હેરફેર કરતાં ઊંટોને જોયાં કરતાં.

એક દિવસ પિંકુ નામનો છોકરો તેના માતા-પિતા અને મિત્રો સાથે રણમાં ફરવા આવ્યો. પિંકુને નવું-નવું જાણવાનો અને ફરવાનો ખુબ અતિશય શોખ હતો. સવારે પિંકુના માતા-પિતાએ પિંકુ અને તેના મિત્રોને સૂર્યોદય બતાવ્યો. રણમાં ઊગતાં ખજૂરીનાં વૃક્ષો બતાવ્યાં. બપોરે રેતીમાં પિંકુ અને તેના મિત્રો ખુબ રમ્યાં. સાંજ પડતાં પિંકુના પિતાએ પોતે જ ઓપન જીપમાં રણ સુધી ત્યાં આવેલાં તેની સીટ નીચેથી લાંબુ દોરડું કાઢ્યું. દોરડાંનાં એક છેડે પેરાશૂટ બાંધ્યું અને બીજો છેડો જીપની પાછળના ભાગમાં બાંધ્યો.

પિંકુ અને તેના મિત્રોએ ટી.વી.માં પેરાશૂટ ઊડતાં જોયું હતું ! તેની વાતો સાંભળી હતી. પણ, સાચું પેરાશૂટ તો આજે પહેલી જ વાર જોયું. પિંકુના પિતા એ બધાને પોતાની પાસે બોલાવ્યાં અને પૂછ્યું, "તમારે બધાએ દૂર દૂર સુધીનું રણ જોવું છે? તો આ પેરાશૂટ સાથે હું તમને બાંધીને જીપમાં અહીં ફેરવીશ અને તમે વારાફરતી સુંદર રણ જોઈ શકશો."

તડકો જતો રહ્યો હતો અને સૂરજદાદાનો કેસરી રંગ ખૂબ સુંદર દેખાતો હતો. પિંકુ અને તેના મિત્રો વારાફરતી પેરાશૂટમાં બેઠાં અને પિંકુના પિતાએ જીપ ચલાવી-ચલાવીને પેરાશૂટને હવામાં વધુને વધુ તરતું રાખીને સૌને મજા કરાવી દીધી.

રાત્રે કેમ્પ ફાયર કરી સૌ બાળકો અંતાક્ષરી રમ્યાં અને પિંકુની મમ્મીએ બધાં બાળકોને સેન્ડવીચ ખવડાવી. બીજા દિવસે સવારે પિંકુ અને તેના મિત્રો સુંદર પિકનિકની યાદોને મનમાં ભરી ઘેર ગયાં. તો બાળમિત્રો, ભૂલકાઓ, તમે પણ તમારા મિત્રોની સાથે પિંકુની જેમ ટેન્ટમાં રહેવાને પેરાશૂટની મજા માનવા જરૂરથી આવજો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy