Shailee Parikh

Children

3  

Shailee Parikh

Children

ટૂથપેસ્ટ

ટૂથપેસ્ટ

2 mins
14.9K


એક મોટી નદી હતી. તેમાં ખૂબ બધા મગર રહેતા હતાં. નદીના પાણીમાં તરતા મગરો ક્યારેક સૂરજદાદાનો મીઠો તડકો ખાવા કિનારે પણ આવતા. તળાવના મગરોમાં એક ચીચુ નામનો બાળમગર રહેતો. તેને ટોળામાં રહેવું ગમતુ ન્હોતુ બધા મગર કરે તેનાથી જુદુ કરવાની હંમેશા તેને ઈચ્છા થતી. તેના મિત્રો પણ મગર નહી પણ તળાવમાં રહેતા કાચબા હતાં. કાચબા પણ રોજ નદીના કિનારેથી નજીકના ખેતરોમાં ભોજન કરવા જતાં ચીચુ મગરને ટીનુ કાચબા જોડે સૌથી વધુ ફાવતું.

એક દિવસ ટીનુ કાચબો ચીચુ મગર માટે ચોકલેટ લઈ આવ્યો. ટીનુ કાચબાનુ મોં તો નાનું એટલે એને ચોકલેટ ખાતા ફાવે નહીં અને ક્યારેય ચોકલેટ ચાખી ન્હોતી એટલે ખાવાની તેને હિંમત પણ ન થઈ. ચીચુ મગર ચોકલેટ જોઈ ખુશ થઈ ગયો તેણે આખી ચોકલેટ સામટી ખાઈ લીધી. પણ તેના દાંતમાં ચોકલેટના ટુકડા ફસાઈ ગયા ટીનુ કહ્યું, ચીચુ તારા દાંતનો રંગ બ્રાઉન કેમ થઈ ગયો? તું ચોકલેટ ખાઈ બ્રશ નથી કરતો? ચીચુ મગર એ ક્યારેય બ્રશ જોયું ન્હોતું એટલે તેણે ટીનુને પૂછ્યું, ટીનુ બ્રશ એટલે શું? ટીનુ કહે, અમે પાસેના ખેતરોમાં જઈએ છીએને ત્યાં કામ કરતા માણસો પ્લાસ્ટિકના ટૂથબ્રશ પર પેસ્ટ લગાવી રોજ દાંત સાફ કરે, તું કહે તો કાલે તારા માટે ખેતરમાં રહેતા લોકોનું બ્રશ ને ટૂથપેસ્ટ તને બતાવું. ચીચુ કહે, મને અત્યારે જ બ્રશને ટૂથપેસ્ટ જોવા છે તું લઈ આવ. ટીનુએ કહ્યું, અત્યારે નદીની બહાર રમતા છોકરા મને જોશે તો મને એમના ઘેર પુરી દેશે કાલે સવારે હું તારા માટે ચોક્કસ લેતો આવીશ. ચીચુ મગર કહે, પણ બ્રશ કઈ રીતે કરવાનું મને કોણ શીખવશે? ટીનું કહે હું તને બતાવીશ હવે સાંજ પડી છે. તું તારા ઘેર જા હું પણ મારા ઘેર જાઉં છું.

બીજા દિવસે ટીનુ કાચબો ખેતરમાં કામ કરતાં લોકોની ટૂથપેસ્ટ લઈ આવ્યો અને લીમડાના ઝાડની નીચે પડેલી ડાળી બ્રશ તરીકે લઈ લીધી. નદીએ જઈ ચીચુને લીમડાની ડાળી અને ટૂથપેસ્ટ આપી અને કઈ રીતે બ્રશ કરવાનું શીખવ્યું. વળી ટીનુ કાચબો કહે ચીચુ તારા દાંત આટલા મોટા છે તો કંઈ પણ ખાધા પછી કોગળા કરીને કે લીમડાની ડાળીનો થોડોભાગ ચાવી મોં ચોખ્ખુ રાખવું જોઇએ. મારા દાંત તો નાનકડા છે તો હું કંઈપણ ખાઈ કોગળા કરી લેતો હોઉં છું. એનાથી આપણે તંદુરસ્ત રહી શકીએ.

તો બાળમિત્રો તમે પણ સવારે ઉઠી તથા રાત્રે સુતા પહેલાં બ્રશ કરવાનું ચુકશો નહિં.

                              


Rate this content
Log in

Similar gujarati story from Children