Shailee Parikh

Children

3  

Shailee Parikh

Children

વ્રજ

વ્રજ

2 mins
14.1K


   

                       કર જોડી નમુ, પ્રભુ આશિષ દેજો.

                       મીઠી મિસરી ઘર, પ્રભુ ઘરાઈને લેજો.

મીઠી મધુરી મિસરી ધરાવતા દાદાજી ભજન ગાતા હતા. દાદાજીને પુજા કરતા જોઈ વ્રજ તેમના ખોળામાં જઈ બેસી ગયો. અને દાદાજી સાથે ભજન ગાવા લાગ્યો. દાદા-પૌત્રનો આ રોજનો ક્રમ હતો. સવારે ઉઠી દાદા નાહી-ધોઈ પુજાનો સામાન તૈયાર કરી મંદિરમાં બેસે અને ભજન ગાતા-ગાતા મંજીરા કે ખંજરી વગાડે તેના આવાજથી વ્રજ ભાઈ પણ ઉઠીને નાહી ધોઈ દાદાજી સાથે સેવા કરે.

વ્રજને ગળ્યુ ખાવાનું ખૂબ ભાવતું. દાદાજીએ ધરાવેલા મોટાભાગનો પ્રસાદ વ્રજભાઈ ખાઈ જતા વળી આખો દિવસ ઘરમાં પણ ગળ્યુ ખાવાનું.. વ્રજભાઈનો પ્રિય ખોરાક હતું. શાળાના લંચબોક્સમાં વ્રજની મમ્મીએ ગળ્યુ ખાવાનું ફરજીયાત મુકવું પડતું.

એક દિવસ ઉતાવળમાં વ્રજભાઈના ડબ્બામાં તેની મમ્મી ગળ્યુ ખાવાનું મુકવાનું ભુલી ગઈ. માત્ર સેવમમરા ભરી ડબ્બો વ્રજને આપ્યો. સ્કુલે જઈ વ્રજભાઇએ ડબ્બો ખોલ્યો, ડબ્બામાં માત્ર સેવમમરા જોઈ વ્રજભાઈનું મોં પડી ગયું. ભૂખ ખૂબ લાગી હતી પણ ડબ્બામાં ગળ્યુ કંઈ ન્હોતું તો વ્રજભાઈએ નાસ્તો કરવાનો વિચાર માંડી વાળ્યો. નાસ્તો કર્યા વિના મિત્રો સાથે રિસેસ આખી દોડપક્ડ રમી વ્રજભાઈ સ્કુલ છુટતા ઘરે જવા નીકળ્યા. અચાનક વ્રજને રસ્તામાં વિચાર આવ્યો કે ભરેલો ડબ્બો ઘેર લઈ જઇશ તો મમ્મી ચિડાશે. રસ્તામાં એક ખૂણામાં કચરા ટોપલી હતી ત્યાં વ્રજભાઈએ ભરેલો ડબ્બો ખાલી કર્યો અને દફતરમાં પાછો મુક્યો. વ્રજભાઈના દાદાના મિત્ર ગટ્ટુભાઈ વ્રજને ડબ્બો ઢોળતાં જોઈ  ગયાં. ગટ્ટુદાદાએ વ્રજને બૂમ પાડી, બાબા, આ શું કર્યું? વ્રજભાઈ તો ગભરાઈ ગયા. પછી ફરીથી ગટ્ટુદાદાએ પૂછ્યું, તો વ્રજ કહે, આજે મમ્મીએ ડબ્બામાં ખાલી સેવમમરા ભર્યા હતા. મારું ભાવતું બીજું કંઈ મુક્યું ન્હોતું, ભરેલો ડબ્બો પાછો લઈ જઉં તો મમ્મી વઢે એટલે મેં ડબ્બો ખાલી કર્યો.

વ્રજભાઈની વાત સાંભળી ગટ્ટુદાદા હસી પડ્યા અને કહે, બેટા એકાદ દિવસ મમ્મી ગળ્યુ ખાવાનું મુકવાનું ભૂલી જાય તો આમ નાસ્તો ઢોળી ન દેવાય. નાસ્તો ઢોળવાથી તને સું ફાયદો થયો. તું ભુખ્યો રહ્યો અને ખાવાની વસ્તુ ફેંકવાનો ગુનો કર્યો, તે ઘેર જઈ મમ્મીને કહ્યું હોત કે ગળ્યુ તમે આજે ન્હોતુ મુક્યું, તો તમારી મમ્મી તમને કંઈક ગળ્યુ બનાવી આપત. ગટ્ટુદાદાની વાત વ્રજભાઈને સાચી લાગી તેણે ફરી ભવિષ્યમાં નાસ્તો નહિ ફેંકવાનું નક્કી કર્યું અને ગટ્ટુદાદાનો આભાર માન્યો.

                                              

 

 


Rate this content
Log in

Similar gujarati story from Children