Shailee Parikh

Inspirational Children

3  

Shailee Parikh

Inspirational Children

મોરની મદદ

મોરની મદદ

2 mins
7.5K


વિશાળ વડલાની વચ્ચોવચ કબૂતરભાઈનો નાનકડો માળો હતો. વર્ષોથી કબૂતરભાઈને વડલો ખૂબ ગમતો. વડલાની આસપાસ નાની-નાની ટેકરીઓ હતી. અને ટેકરીઓની પાર નાનકડું ગામ હતું. રોજ રોજ કબુતરભાઈ સવારે ઊઠી ચણ ચણવા ગામડે જાય. અને પાછા આવી વડલા પર આરામ કરે. ગીતો ગાય. સાંજે આસપાસના વૃક્ષો પર રહેતા પંખીઓ કોયલબેન પાસે ગીતો શીખે તો વળી ક્યારેક પોપટભાઈ પાસે બેસી સીતા-રામની માળા જપે. કોઈકવાર બધા પંખીઓ સાથે કબૂતરભાઈ પકડાપકડી રમે.

એક દિવસ કબૂતરભાઈએ પોતાના માળામાં ચાર ઈંડા મૂક્યા. અને નિત્યક્રમ પ્રમાણે સવારે ચણ લેવા માટે ગામ તરફ ઉપડ્યા, પાછા આવી બપોરે માળામાં જોયું તો કબૂતરભાઈ ગભરાઈ ગયા. તેમના માળામાંથી બે ઈંડા ગાયબ હતાં. તેણે બાજુના વૃક્ષપર કોયલબેનને પૂછ્યું કે મારાં ઈંડા તમે જોયા ? કોયલબેને એવા ઉદાસ ચહેરે વડાલાના થડની બખોલ પાસે જવાનો ઈશારો કર્યો. વળી કબૂતરભાઈની નજર બખોલમાંથી મોં લટકાવી ત્યાં બેઠેલા સાપ પર પડી. કબૂતરભાઈ આ વાત સમજી ગયા અને રડતાં -રડતાં પોતાના માળામાં પાછાં ચાલ્યાં ગયાં.

સાંજે બધાં પંખીઓને કબૂતરે ટેકરી પાસે આવવાનું કહ્યું. થોડીક વારમાં કાબર, પોપટ, મોર, કોયલ, ચકલી, કાગડો સૌ પક્ષીઓ કબૂતરે બતાવેલી ટેકરી પર પહોંચી ગયા. કબૂતરના ઈંડાની વાત કોયલે સૌ પક્ષીઓને કરી. કોયલની વાત સાંભળી મોરે સૌને કહ્યું : "મિત્રો, તમે ચિંતા ના કરશો હવે કબૂતરભાઈના ઈંડાનું રક્ષણ હું કરીશ. કોયલબેન તમે પણ ના ગભરાશો. હવે કોઈ પંખીના ઈંડા સાપ નહિ ખાય."

બીજા દિવસે સવારે સૌ પક્ષીઓ ચણવા માટે ટેકરીની પાર ગામમાં ગયા અને મોર વડલા પર બેઠો. જેમ, જેમ પંખીઓનો અવાજ આવતો બંધ થયો. ત્યાં સાપ પોતાની બખોલમાંથી બહાર નીકળ્યો અને કબૂતરના માળા તરફ જવા લાગ્યો. આ જોઈએ મોરે એ સાપને બૂમ પાડી. "ખબરદાર, સાપ જો મારા વનમાં રહેવું હોય, તો પંખીઓને ઈજા નહિ પહોંચાડવાની, તેમના ઈંડા તો અડશો જ નહિ."

સાપને તો મોરનું કદ જોઈને જ મોરની બીક લાગી, અને પોતાના પૂર્વજોની વાત તેને યાદ આવી ગઈ. સાપના દાદાને મોરે ચાંચો મારી મારીને મારી નાંખ્યા હતાં. આથી સાપ ત્યાંથી ચુપચાપ કંઈ જ બોલ્યા વગર વડલાની બખોલમાંથી પોતાનો સામાન લઇ બીજા જંગલ તરફ સરકવા લાગ્યો.

બપોરે પંખીઓ ચણ ચણીને પાછાં આવ્યાં તેમને મોરે સાપ જતો રહ્યો છે, તેના સમાચાર આપ્યા. મોરની વાત સાંભળી સૌ પંખીઓ ખુશ ખુશ થઈ ગયાં. સૌ પંખીઓએ મોરનો આભાર માન્યો અને કબૂતર ભાઈએ મોરને મુઠ્ઠી ભરીને શીંગ આપી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational