Shailee Parikh

Children

3  

Shailee Parikh

Children

કુટેવ

કુટેવ

2 mins
14.2K


       

એક મોટું શહેર હતું. તેમાં કિશન નામનો એક છોકરો રહેતો હતો. કિશનના મમ્મી પપ્પાનો ઇલેકટ્રોનિક્સનો શો રૂમ હતો. સવારથી સાંજ તેના માતા-પિતા શો રૂમ પર વ્યવસાયમાં ધ્યાન આપતા અને સાંજે ઘેર આવી કિશનને ભણાવતાં કિશનને સવારની સ્કુલ હતી. સ્કુલેથી આવી જમી હોમવર્ક પતાવી તેના મિત્રો સાથે સાંજે રમવા જતો. ક્યારેક કિશન બગીચામાં મિત્રો સાથે રમતો, ક્યારેક સાઇકલ ચલાવવા જતો તો ક્યારેક કિશન અને તેના મિત્રો મોટા મેદાનમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન જેવી રમતો પણ રમતાં. કિશન બધી રમતો રમવામાં તથા ભણવામાં હોંશિયાર હતો પણ બધા બાળકોને કંઈક-કંઈક કુટેવ હોય છે તેમ કિશનને નાનકડી કુટેવ હતી. કિશનને લખતા-લખતા પેન્સિલ મોં મા નાખવાની આદત હતી. ઘણીવાર ક્રિકેટનો બોલ, સ્ટમ્પ, બેડમિન્ટન રેકેટ, પુસ્તક વાંચતી વખતે બુકમાર્ક, સાઇકલની ચાવી જેવી વિવિધ વસ્તુઓ તે ક્યારેક મોં મા નાખી દેતો.

કિશન ના માતા-પિતા, દાદી મિત્રો સૌ કિશનને ચીજો મોંમા નાખવાની આદતથી ટોકતા કેટલાક મિત્રો કિશનને ચીડવતા પણ ખરા પણ કિશનથી આ કુટેવ કેમેય કરીને છુટતી જ ન્હોતી.

એકવાર શાળામાં ક્રાફટનો પિરીયડ ચાલતો હતો સૌ વિદ્યાર્થીઓ અને કિશન પ્લાસ્ટિક બોટલમાંથી પેનસ્ટેન્ડ બનાવી રહ્યા હતા. કિશને પ્લાસ્ટિક બોટલ કાપી કાતર બાજુ પર મુકવાના બદલે મોઢાથી પકડી અને બોટલ પર ચોંટાડવાના સ્ટીકર દફતરમાંથી કાઢવા ગયો ત્યાં કાતરની ધાર તેને હાથ પર વાગી અને લોહી નીકળ્યું લોહી જોઈ કિશન ગભરાઈને રડવા લાગ્યો. કિશનના શિક્ષકે કિશનને દવા લગાવી ડ્રેસિંગ કરી આપ્યું. પછી વ્હાલથી કિશનને કહ્યું, બેટા તને અમે હંમેશા ના પાડીએ છીએને કે કોઈ વસ્તુ મોઢામાં નાખવી નહિ.

તારી આંખ પાસે કે કોઈ બીજાને વાગી ગઈ હોત તો? મોંઢામાં ખાવા-પીવા સિવાયની ચીજો સિવાય કંઈ ન નખાય ખરું કે નહિ? શિક્ષકની વાત સાંભળી કિશને મનોમન નક્કી કર્યું કે હવે પછી તે ક્યારેય આડી-અવળી ચીજો મોંમા નાખશે નહિં.

તો બાળમિત્રો તમને પણ કિશન જેવી કુટેવ હોય તો જરૂરીથી સમજી જજો અને ખાવા-પીવા સિવાય કંઈ જ મોંમા ક્યારેય નાખશો નહિ.

                          


Rate this content
Log in