Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Action Inspirational Thriller

3  

Alpesh Barot

Action Inspirational Thriller

રહસ્ય : ૧૨

રહસ્ય : ૧૨

5 mins
14.6K


પહાડો,નદીઓને ચીરતા ડાઈનોસોર પહાડી વિસ્તારોમા પ્રવેશ્યા, વચ્ચે વચ્ચે મોટો મોટા અવાજો કરતા તે ઉડી રહ્યા હતા. જેમ જેમ અમે નાનકડા બે-ત્રણ પહાડો સર કર્યા. આગળ તેથી પણ મોટા મોટા અને વિશાળ પહાડોની હારમાળા દેખાતી હતી. પહાડો ખૂબ જ ઉંચા અને સપાટ હતા.તેના અલગ-અલગ આકાર જાણે કોઈ શિલ્પકારે તેને પોતાના હાથથી ટીપી-ટીપીને આકાર આપ્યો હોય તેવું લાગતું હતું. દેખાવે આખી હારમાળા સુંદર લાગતી હતી.પહાડોની નીચે ખદખદતાં લાવાનીની નદીઓ વહી રહી હતી.ના જાણે કેમ પણ ડાઈનોસોર જે રીતે ઉડી રહ્યા હતા તે જોઈને લાગતું હતું કે તેમને ઉડવા માટે પોતાની જાતને કષ્ટ આપી રહ્યા હતા. તેના પરથી લાગી રહ્યું હતું.

તેઓ હવે ઉડવા માટે અસમર્થ છે. આટલી ઉંચી હાઈટ પછી આવનારા પહાડોની ઉંચાઈ ખૂબ જ ઉંચી હતી. પહાડો સપાટ અને ઉંચા હતા. જાણે કોઈ ઇમારત જોઈ લ્યો ! એકની બાજુમાં એક પહાડો એક પછી એક ગોઠવાયેલા હતા. કોઈની ઉંચાઈ લાંબી તો કોઈની નાની પણ દેખાવમાં ખૂબ જ આકર્ષિત લાગતા હતા. એક પછી બીજુ. બીજા પછી ત્રીજુ. એમ કરતા કરતા શહેરની કોઈ ગલીઓમાંથી ઉડી રહ્યા હોઈએ તેવું લાગતું હતું. ડાઈનોસોર વધુ ઉંચાઈએ ઉડી આ પર્વતમાળા પાર કરી શકે તેમ નોહતા. વચ્ચે કોઈ એવી જગ્યા પણ નોહતી, કે ડાઈનોસોર ઉભા રહીને અને વિરામ લઈ શકે, ભૂલભુલિયા જેવા પહાડોની આ ગલીઓમાં કલાકોની ઉડાન પછી નાનકડી એવી જગ્યા આવી જ્યાં રસ્તા જેવું હતું. સૂરજનો પ્રકાશ અહીં આવતો ન હતો.

સદીઓથી નહિ આવતો હોય ? ડાઈનોસોર હારેલા યોદ્ધાની જેમ પોતાના હથિયારો ફેંકી એમને અલવિદા કહ્યું. આગળની સફર અમારે અમારે પોતાના પગ પર ખેડવાની હતી. ડાઈનોસોર અમને જ્યાં મૂકી ગયા તે જગ્યા પણ અત્યંત ઉંચી હતી. હોઈ શકે તે દુનિયાની સહુથી ઉંચી ઈમારતથી પણ બે ત્રણ ઘણી ઉંચી હશે. એક ઇંચ આમથી તેમ થતા, નીચે ખોલતા લાવામાં બટેકાની જેમ બફાઈ જશું. જ્યાં જ્યાંથી લાવા પસાર થઈ ઠરી ચુક્યો હતો. ત્યાં કાળા ઘટાદાર પહાડોની સપાટી લીસી લીસી થઈ ગઇ હોય તેવું લાગતું હતું. દૂરથી તે નેપત્થા જેવા દેખાતા હતા.

"ગાઇસ બી કેર ફૂલ, ધ્યાનથી આગળ વધજો." રાજદીપે કહ્યુ.

એક સાથે બે જણા ચાલી શકે તેટલી જગ્યામાં અમે એક-એક જણો આગળ વધી રહ્યા હતા. એક વનવાસી અમારી આગળ અને એક પાછળ ચાલતા હતા. હથિયારમાં વનવાસીઓ પાસે કેટલાક તીરો હતા. જંગલી વેલાઓ જેને તેઓએ વાળી ખંભા પર લટકાવ્યા હતા. રાજદીપ પાસે એક નાની રિવોલ્વર હતી.

આગળ જતાં, પહાડ પુરો થઈ ગયો. બે પહાડો વચ્ચે જગ્યા હતી. જેમ એક ઇમારતથી બીજી ઇમારત વચ્ચે હોય. અમારે તે કૂદીમે જવાનું હતું. સામાન્ય રીતે કોઈ પણ આરામથી કુદી શકે તેટલી જગ્યા હતી. તેમ છતાં આટલા મોટા પહાડ પર માણસ હેબતાઈ જાય. થોડું આગળ પાછળ પગ થાય તો પૂરું નીચે...શરીરનો નામો નિશાન સુધા મળે નહિ.

" અહીંથી આગળ વધવાનું છે ?"

પ્રિયાએ કહ્યુ.

"કેમ તને અહીં રોકાવું છે ?" કલ્પેશે કહ્યું.

"નો થેન્ક્સ.બહુ ડેન્જરસ જગ્યા છે."

પ્રિયા નીચે જોવા માંગતી હતી. પણ રાજદીપે કહ્યું.

"કોઈ નીચું નહિ જોવે... "

વારાફરતી બધા કુદી, સામેના પહાડ એક પછી એક આવી ગયા. આગળ જતાં, સામેના પહાડો પર સુરંગો જેવું દેખાતું હતું. સીધા સપાટ અને ઇમારતો જેવા સીધા સપાટ પહાડો ગોઠવણી પણ ઇમારતોના જેવી હતી. કોઈ કોઈ પહાડ તો બિલકુલ પિરામિડ આકાર નો હોય તેવો લાગતો હતો. જે તરફ સુરંગ હતી. તે પહાડની દિશામાં અમે વધ્યા. વનવાસીઓએ તેની અંદર જોયું, એક વનવાસી તેની અંદર પેસ્યો, અને થોડે સુધી જઈ તેની ભાષામાં કઈ બોલ્યો. જેથી અમારી સાથે રહેલા વનવાસીએ અમને અંદર જવાનું કહ્યું.

" આપણી સાથે આ વનવાસીઓ ન હોત તો આપણી હાલત શુ થાત?" કલ્પેશ બોલ્યો.

"હા સાચી વાત. ખરેખર તેઓ આપણે ખૂબ ઉપયોગી થયા છે. તેઓ બહાદુર અને નિડર છે." વિજય બોલ્યો.

સુરંગમાં ચાલતા-ચાલતા એવું લાગતું હતું. પાતાળ તરફ જઈ રહ્યા છીએ. સુરંગ સતત નીચેની તરફ અમને લઈને જતી હતી. અંધારી સુરંગમાં ચાલવું બહુ મુશ્કિલ હતું. આગળ-પાછળ કઈ જ નોહતું દેખાતું. જાણે આંખો નિસ્તેજ થઈ ગઈ હોય, આજે રોશનીની વેલ્યુ સમજાઈ રહી હતી. કોઈ અંધારી જગ્યાએ સતત કઈ જોયા વગર ચાલવું ખૂબ જ કપરું હતું. આ જ એક ઉપાય હતો.અહીંથી બહાર નીકળવાનો. મનોમન એ વિચારો પણ હિલોળા લઈ રહ્યા હતા. આ સુરંગનો મુખ કોઈ જવાળામુખી પાસે ન ખુલે, નહિતર ઉપર આવવું અસંભવ જ માની લો.. આ સુરંગ એક જુગાડ જેવું હતું. તેમ છતાં અંતિમ ઉપાય તરીકે અમે આ કરી રહ્યા હતા.

અમારી કિસ્મત સારી હતી. કલાકો પછી અમે રણ જેવા વિસ્તારમાં નીકળ્યા, કલાકો અંધારામાં રહેવાથી, સૂરજનો સીધો સામનો કરવા આંખ નોહતી કરી શકતી. રણ ખૂબ વિશાળ હતું. આસપાસ નાના નાના પથ્થર લાવારીશ હાલતમાં પડ્યા હતા. ગુફામાં સતાવતી ચિંતામાં રાહત મળી,રણ તો રણ, તે મોતની સુરંગોની સરખામણીમાં આ જગ્યા સારી છે.એવું કહેવું બહુ જલ્દી હતું. કેમ કે આ જગ્યાની વિશે કોઈ પૂર્વધારણા બાંધી શકાય નહીં તેમ નોહતી. આ જગ્યા અનોખી હતી. અહીં અત્યાર સુધી જે જોયું, તે અકલ્પનિય હતું. અવિશ્વસનીય હતું. અમે રણની અંદર ચાલવા લાગ્યા, આ રણ રેતાળ નહિ, પણ પથ્થરાળ અને બંજર જણાતો હતો. લોકોને હમેશાં ગલતફેમી હોય છે. રણ એટલે ત્યાં મોટા મોટા રેતીના ઢગલાઓ જોવા મળે, ફક્ત રેતીના ઢગલા રણ નથી. મારી સામે કચ્છના રણનો જ એક જીવતો જાગતો ઉદાહરણ છે. ત્યાં રણ નહિ પણ મીઠું છે. સફેદ મીઠું. જ્યાં સુધી આંખો પોહચે ત્યાં સુધી મીઠું. જે વિશ્વભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. દેશ વિદેશથી લોકો જોવા માટે આવે છે. એવું અનુમાન લગાવી શકાય વર્ષો પહેલા અહીં ઘૂંઘવાતો સમુદ્ર હતો. જે પાછળ ચાલ્યો જતા મીઠાનું રણ બની ગયો. કચ્છનું સફેદ રણ.

"અજય ક્યાં છે ? શુ કરતો હશે ? આપણે તેની પાસે ક્યારે પોહચશુ ?" કલ્પેશ બોલ્યો.

વનવાસીઓ પોતાની ધૂનમાં ચાલતા હતા. રાજદીપ વનવાસીઓ સાથે કદમ મળાવી ચાલતો હતો. હું અને વિજય બધાની પાછળ પાછળ ચાલતા હતા.

"બસ હવે આપણે તેની આસપાસ જ છીએ સમજી લે." વિજય બોલ્યો.

"રાજદીપે તમે ફોન લેવાની ના કરી, ફોન લાવ્યા હોત, તો ફોન કરીને પૂછી તો લેત. અજલા ક્યાં મરી ગયો છો ?" કલ્પેશ બોલ્યો.

"અહીં આ અજણાયા ટાપુ પર, નેટવર્ક ક્યાંથી લાવત ?" પ્રિયા બોલી.

જાણે કઈ યાદ આવ્યું હોય તેમ રાજદીપ ઉભો રહી ગયો.

"હું એ તો ભૂલી ગયો. અજય પાસે પણ વોકિટોકી છે."રાજદીપે વોકિટોકી બહાર કાઢ્યું.

"આપણે પચીસ એક કિ.મીના એરિયામાં હશું તો. ફ્રિકવન્સી મળશે. હેલ્લો... હેલ્લો.. હેલ્લો....." રાજદીપે વોકિટોકી પર વોઇસસેન્ટ કર્યો.

"હેલ્લો... રાજદીપ...જય હિન્દ... "

"જય હિન્દ અજય....." રાજદીપે કહ્યું. અજયના અવાજ સાંભળતા બધા ઉછળી પડ્યા. સેલિબ્રેશન બહુ લાબું ન ચાલ્યું. કનેક્શન કપાઈ ગયો હતો. લાખ જોડવાના પ્રયત્નો કર્યા પણ અજય સાથે કોઇ સંપર્ક થઈ શક્યો નહિ.

"આપણે અજયની આસપાસ જ છીએ. વીસથી પચીસ કિ.મીના એરિયામાં" રાજદીપે કહ્યું.

"બસ હવે થોડા કલાકો જ. પછી આપણો અજલો આપણી સાથે હશે." કલ્પેશ બોલી ઉઠ્યો.

બધાના ચેહરા પર તેજ આવી ગયો.થાકેલા પગમાં નવા ઉત્સાહનો સંચાર થયો.તેમ ચાલવા લાગ્યા.

"બસ હવે થોડા જ કલાકો..." કલ્પેશ ફરી આકાશ તરફ જોઈને બોલ્યો.

(ક્રમશ:).


Rate this content
Log in

Similar gujarati story from Action