Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અમારા સ્કુટીવાળા માજી
અમારા સ્કુટીવાળા માજી
★★★★★

© lina joshichaniyara

Children Classics Inspirational

4 Minutes   474    19


Content Ranking

અમારા સ્કુટીવાળા માજી.....


શું શીખવાની કોઇ ઉમર હોતી હશે? એવું કહેવાય છે ને કે કોઇ પણ વસ્તુ શિખવા માટે કોઇ ઉમર નથી હોતી. જરુર છે ફ્ક્ત ધગશની. જો વસ્તુ શીખવાની ધગશ અથવા ભૂખ હોય તો દુનિયામા કંઇ પણ શીખવું અસંભવ નથી.

આવો જ એક કિસ્સો બન્યો. હું મારા વતન એટલે કે રાજકોટ ગઈ હતી. ત્યાં મારા નાનાજી સસરા અચાનક જ શ્રીજી ચરણ પામ્યા. એટલે સ્વાભાવિક છે કે બધા જ સગા- વહાલા આવા પ્રસંગે હાજરી આપે. આવા જ અમારા સગા એટલે કે મારા નાનાજી સસરાના બહેન અને મારા સાસુના ફોઇને હું મળી. આ ફોઇ એટલે દિવાળી ફોઇ. હશે એ ૬૫-૭૦ વર્ષની આસપાસના. પણ શું ગજબની સ્ફુર્તી એમની અંદર અને શું એમની સમજણ શક્તિ! હું તો એમને જોતી જ રહી ગઇ. કામની બાબતમાં તો ફોઇ અમારા જેવા જુવાનિયાને પણ હંફાવે અને હવા સાથે વાતો કરતા જાય એટલી એમની ઝડપ. દિવાળીફોઇ પોતે તો ૧૦ ધોરણ ભણેલા પણ અંગ્રેજી તો એકદમ કડકડાટ બોલે. ફોઇ પોતે ૧ થી ૧૦ ના ટ્યુશન પણ કરાવે વગર પૈસે. શું એમનુ ગણિત! ગણવામાં, હિસાબ કરવામાં તો કેલ્ક્યુલેટર પણ પાછળ રહી જાય. દુકાનવાળાને કરિયાણાનો હિસાબ મોઢે કરી દે એટલી વારમાં તો પેલો કેલ્ક્યુલેટરથી પણ ન કરી શક્યો હોય. આવા અમારા દિવાળી ફોઇ! ભણેલા અને ગણેલા પણ!

આ જ દિવાળી ફોઇની એક વાતે મને અચંબામાં નાખી દીધી. જ્યારે મને ખબર પડી કે એ રાજકોટના રસ્તાઓ ઉપર સ્કુટી પણ ચલાવે છે અને રાજકોટમાં "સ્કુટીવાળા માજી" તરીકે પ્રખ્યાત છે. મને ખુબ જ ગર્વની લાગણી થઇ આવી ફોઇ ઉપર. જ્યારે હું એમના ઘરે ગઇ અને મેં પૂછ્યુ કે ફોઇ તમે સ્કુટી ક્યારે શીખ્યુ? તો ફોઇ એ કહ્યુ કે મેં હજુ ૪-૫ વર્ષ પહેલા જ સ્કુટી શીખ્યુ. સ્વાભાવિક છે તમારી જેમ મને પણ પ્રશ્ન થયો કે ફોઇ, આ ઉંમરે તમને સ્કુટી શીખવાની શું જરુર પડી? તમને ડર ના લાગ્યો કે હું પડી જઇશ તો હાડકા ભાંગશે કે મને લાગશે તો શું થશે? મારો પ્રશ્ન સાંભળી એ ખડખડાટ હસી પડયા અને એમનો જવાબ સાંભળી હું અત્યંત આશ્ચર્યચકિત થઇ ગઇ. કારણ કે મારે તો મારા હસબન્ડ છે કે જે મને હંમેશા કંઇક નવું નવું શીખવા માટે કહેતા હોય, કોઇક્વાર તો ટોકતા પણ હોય. પણ દિવાળીફોઇને શિખવા માટે ટોક્વાવાળુ કે કહેવાવાળુ કોઇ ન હતુ. છતાં પણ એ સ્કુટી શીખ્યા. મારા પ્રશ્ન માટે એમનો જવાબ કંઇક આવો હતો કે 'બેટા, સાંભળ, તારા ફુઆ માસ્તર હતા એટલે ગામડામાં ખેતીનું કામ પણ મારા માથે હતું અને સાથે સાથે ફુઆની સ્કૂલમાં જઇ બાળકોને પણ ભણાવતી. જીંદગીમાં ઘણુ બધુ જોયુ છે અને ઘણી મહેનત કરી છે. એમાં તારા ફુઆ બિમાર પડયા એટલે એમણે ખાટલો પકડયો. એ ક્યાંય જઇ શકે નહિ. મારી વહુ એટલે કે તારી મામીજી સ્કૂલમાં ભણાવે. એને એક દિકરો અને એક દિકરી. એ દિકરા- દિકરી ને સ્કૂલે લેવા- મુકવા જાવાનું, બેંકમાં જાવાનું, બહારના કામ પતાવવાના, બધું જ મારા માથે આવ્યું. હવે બધાં જ કામ માટે દરરોજ રિક્ષા કરવી તો ના જ પોસાય. અને પાછુ બીજા ઉપર આધાર તો રાખવો પડે ને! એટલે પછી એક દિવસ વિચાર આવ્યો કે હું પોતે જ સ્કુટી શીખી લઉ તો કેવુ? મારે કોઇ ઉપર આધાર તો ના રાખવો પડે. એ જ દિવસે મેં મારા દિકરા ને વાત કરી કે મારે સ્કુટી શીખવું છે તો તું મને શિખવાડ. મારા દિકરા ને પહેલા તો મન ન માન્યુ કે બા આ ઉંમરે શિખશો અને પડ્યા કે લાગ્યુ તો એક કરતાં બે થાશે. પણ મેં તો જીદ પકડી જ લીધી કે એ બધું હું જોઇ લઇશ. પણ મને તો તું સ્કુટી કેમ ચલાવાય એ શીખવાડ. પછી ચાલુ થઇ મારી ટ્રેનિંગ સ્કુટી શીખવાની અને આજે હું સ્કુટી લઇ રાજકોટના તમામ રસ્તાઓ, ગલીઓમાં ફેરવું છું. મેં ફોઇ ને પુછ્યું કે તમને ટ્રાફિકમાં ડર નથી લાગતો? તો ફોઇ હસવા લાગ્યા અને મને કહે કે ડર શાનો? તમે કોઇ વસ્તુ ધગશથી શીખો તો કોઇ વાતનો ડર નથી લાગતો.' મને ફોઇની એ વાત ખૂબ જ ગમી કે કોઇના ઉપર આધાર રાખવો એના કરતાં સ્વાવલંબી બનવું સારું. ખુદનુ કામ જાતે જ કરવું સારુ. આજે આપણે જોઇએ છીએ કે ઘણાં ખરાં ઘરોમાં સાસુ-વહુ એક્બીજાના વાદ કરતા હોય પછી એ કામ હોય કે બીજી કોઇ વાત. પણ દિવાળીફોઇએ શીખવામાં વાદ કર્યો. એમણે એવું ન વિચાર્યુ કે દિકરા-વહુ છોકરા તમારા, નોકરી તમારી, જવાબદારી તમારી તો પછી હું શા માટે સ્કુલે મુકવા-લેવા જાઉં, શાક્ભાજી, વસ્તુઓ લેવા જાઉં? આવું વિચારવામાં અને કંકાસ કરવામાં સમય બગાડવા કરતાં હું નવી વસ્તુ પણ શીખું અને મારા દિકરા -વહુ ને મદદરુપ પણ થાઉં. ફોઇની આવી વિચારસરણી જાણી મને ખુબ જ આનંદ થયો. મેં ફોઇ ને હસતાં હસતાં કહ્યું કે 'ફોઇ હવે તમે ગાડી શીખી લો. સ્કુટી કરતાં સેફ રહેશે. તો ફોઇ એ કહ્યું કે ચાલો, ક્યારે શીખવી છે? આ ઉનાળુ વેકેશનમાં વાત. મારા દિકરા કે દિકરી ને કહીશ કે ગાડી કેમ ચલાવાય એ શીખવાડ.'

ફોઇની આવી ધગશ જોઇને લાગે છે કે ફોઇ ધારે તો પ્લેન પણ ઉડાવતાં શીખી શકે. સલામ છે આવી ભારતીય નારીને.

ફોઇની હજી ઘણી બધી વાતો છે પણ એ પછી ક્યારેક!!!

#grandparent #scooter #help

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..