Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Horror

1.2  

#DSK #DSK

Horror

યે રિશ્તા તેરા મેરા-૧૭

યે રિશ્તા તેરા મેરા-૧૭

6 mins
14K


કાજલબા રાજાસાહેબના હુકુમને જી કહીને બોલ્યા;

કાજલબા; 'રવિકાકા તમે આ બધાને મહેમાનગૃહમા લઇ જાવ ત્યા બધી જ વ્યવસ્થા થઇ જશે.'(રવિકાકા મહેમાનગૃહ બતાવીને જતા રહે છે.)

હુસેન, નવશાદ, ઇરફાનને આદમ ફ્રેશ થવા માટે જતા રહે છે પછી સલીમ બોલે છે.

સલીમ; "ભાઇજાન ! આ વળી નવુ લાવ્યા. કાજલબાને રાજાસાહેબ !

અંશ;જી ! મને તો એ બંન્નેની વાત જ એક રહસ્ય લાગે છે. જેમ ‘’શ્રી’’ ના મૃત્યુની. આ વળી કેવુ અજીબ ! ભુતપ્રેત પૈસાને ઘરેણા !

સલિમ; "મને લાગે છે બાપૂ જ વિલન છે."

અંશ; "સલીમ ! આ તારો આક્ષેપ ખોટો છે ?"

સલિમ; "ભાઇજાન મને તો રાજા....."

અંશ; "આપણે તપાસ કરીશુ, પ્રુફ મેળવીશુ પછી જ બધુ ....."

સલિમ; "ભાઇજાન, તમે સારા એટલે દુનિયા પણ સારી એ માની લેવુ એ તમારી ભુલ છે જ, હાલ સમય કહે છે દરેક વ્યક્તિ પર શક કરોને સાચુ જાણવાનો પ્રયત્ન કરો ! પછી એ રાજાસાહેબ હોય કે હુ ?"

*******

રાહુલભાઇ [જયદીપના પાપા] ; "તને ખબર છે ને તારી સગાઇની ડેટ ફિક્સ થઇ ગઇ છે ?"

જયદીપ; "પાપા, હુ તમને એક વાત કરવા માંગુ છુ."

રાહુલભાઇ; "બોલ! દિકરા! બેશક બોલ !"

જયદીપ; "મહેકના વિદેશ જવાથી મહેકના આવવા સુધીની પુરી ઘટનાને, તેની મહેક સાથેની પ્રેમ-કહાની પુરી જયદીપ તેના પાપા ને કહે છે. પાપા આજ કારણથી હુ નિરવા સાથે સગાઇ નહી કરી શકું."

રાહુલભાઇ; "આકાશને મે પ્રોમીઝ કરી છે. તારા દ્વારા મારા દોસ્તની ઇજ્જત સમાજમા ઉછળી છે. બેશક બેટા, તુ સાચોને તારી વાત સાચી પણ બેટા ! હવે જ્યારે મહેકે તેનો રાહી શોધી જ લીધો તો ? આગળ ડીસીઝન તારુ... પણ.....મારી દોસ્તીનો વિચાર કરજે...! ક્યાક તારી આગમા મારી દોસ્તી હોમાય ન જાય. જે થય ગયુ તે નહી બદલાય પણ તારા ડીસીઝનથી જે છે તેમા સુધારો આવશ્ય આવશે !'.(તે જતા રહ્યાને પાપાના જવાથી જયદીપના મનમા વિચારોનુ વાવાઝોડુ ઉમટ્યુ.)

'તારો હાથ મારા હાથમા પાછો ક્યારેય નહી ફરે; આકાશે ક્યારેય ધરતી સાથે હાથ નથી મીલાવ્યો; પણ સાથ અવશ્ય આપ્યો છે.'

'મહેક તેની જિંદગીમા એક ‘’કદમ’’ આગળ નીકળી ગઇ ને હુ ‘’હુ’’ ત્યાને ત્યા જ છુ. હુ મહેક માટે બેસ્ટ બનવા ચાહુ છુ. પણ મહેક.મહેક તેની દુનિયા પ્રેમથી જવી રહી છે. તેની લાઇફને વ્યવસ્થિત જીવી રહી છે. હુ તેની યાદોના સહારે ક્યા સુધી રહીશ ? હવે,જ્યારે નિરવા એ ‘’ફિલ્મ સ્ટૉરી’’ જેવી મારી લાઇફ બનાવી જ દીધી છે, તેને જરા પણ શરમ ન આવી. તેની સાથે હુ એમ પણ વિચારી શકુ કે એ મને કેટલો પ્રેમ કરતી હશે કે તેણે પોતાની ઇજ્જતનો પણ વિચાર ન કર્યો. "ઇશ્વર જે ચાહે તે થાય જ છે.બસ હુ નિમિત્ત છુ. "સંબંધ ખરો તુ ડ્રામાથી ભરેલી હુ હારેલો છુ.'

આ બધુ વિચરતો જયદીપ પાપાની રૂમમા ગયો. રાહુલભાઇ ટી.વી જોઇ રહ્યા છે. આરતીબેન જયદીપના મમ્મી બાજુમા બેઠા છે. બંને કશુક ગુફતગુ કરી રહ્યા છે. જયદીપે નોક કર્યુ.પછી તે અંદર જઇને બોલ્યો;

‘’પાપા,હુ આજથીને અત્યારથી જ મારી તૈયારી કરવા લાગુ છુ. તમે રસ્મ મુજબ તમારી તૈયારી કરવા લાગો. હુ મારા દોસ્તો જોડે તૈયારી કરી લઇશ’’ [રાહુલભાઇ ને આરતીબેન પુત્રના આ ડીસીઝનથી ખુશખુશાલ થઇ ગયા.]

આરતીબેન; "જોયુને મારો દિકરો છે ! હુ તમને એટલે જ ખીજાવાની ‘’ના’’ કહેતી હતી !

રાહુલભાઇ; ’’મારા કારણે’’

[જયદીપ બહાર નીકળી જાય છે. રાહુલભાઇ એ આકાશભાઇને તૈયારી ધામધુમથી કરવા માટે કહી પણ દીધુ.]

આકાશભાઇ; "શુ જયદીપ માની ગયો ?"

રાહુલભાઇ; "એ મારો દિકરો છે ! આકાશ!

આકાશભાઇ;" હા, રાહુલ હા! હુ તૈયારીમા લાગુ છુ[નીરવાને અમીબેન પણ ખુશ થઇ ગયા]

રાહુલભાઇ; 'હા વેવાઇ હા'

આકાશભાઇ એ હાસ્તો બોલતા હસતા-હસતા કોલ કટ કર્યો.

નિરવા; "પા પા"

આકાશભાઇ; "જયદીપ માની ગયો, આખરે તેને લાગ્યુ કે તેની ભુલ થઇ છે."

નિરવા; "હમમમ"

આકાશભાઇ; "જયદીપે જે કર્યુ એ ગલત છે, તેનો રસ્તો ગલત છે ને નિરવા.....તારો પણ ! આખરે તમે બંન્ને પ્રેમ કરતા જ તો અમને વાત તો કરવી જોયે ?"

નિરવા; "ચુપ થઇ ગઇ કશુ જ ન બોલી."

અમીબેન; "બેટા ! ભુલ તારી પણ છે જ ! ભલે તુ પવિત્ર છો પણ ! નિરવા ગેલેરીમા થોડી દુર જતી રહી. જયદીપને કોલ કર્યો

જયદીપ; "ફરમાવો, હવે શુ છે ?"

નિરવા; "તે મને માફ કર્યુ ?"

જયદીપ; "હમમમ"

નિરવા; "તારા પાપા એ...જબરદસ્તી કરી ?"

જયદીપ; "જી ! બિલકુલ નહી. મારા પાપા તારા જેવા નથી." (નિરવા ગુમસુમ થઇ ગઇ.)

નિરવા; 'હમમ'

જયદીપ; "હુ તૈયારી કરુ છુ....તુ પણ...."

નિરવા; "ખુશખુશાલ થઇને શુ ? સાચે જ ?"

જયદીપ; "હુ મારી લાઇફ મારી મરજીથી તારી સાથે જોડવા ઇચ્છુ છુ નહી કે જબરદ્સ્તીથી !"

નિરવા; "સોરી ! મારી ભુલ માટે ! પણ હુ તને ખુબ જ પ્રેમ કરુ છુ.

જયદીપ; "હમમ!!! બાય."

નિરવા; "બાય."

તુ સમજે યા ન સમજે,કહાની પ્રેમની છે. તુ અપનાવે કે ન અપનાવે

કહાની પ્રેમની છે. તુ માને કે ન માને કહાની પ્રેમની છે.

*********

બધા દોસ્તો ફ્રેશ થઇ ગયા કે રવિકાકાને રેવા નાસ્તો લઇને આવી પહોચ્યા. રાજદરબારના વૈભવમા નાસ્તાનો પણ વૈભવ. રેવાને રવિકાકા નાસ્તાની પ્લેટ ટેબલ પર્‍ લગાવવા લાગ્યા. નવશાદ, આદમ,હુસેન, ઇરફાનને તો પ્લેટ જોઇ-જોઇને જ મો મા પાણી આવવા લાગ્યુ. આચાર, ચા, ભાખરી, ચાટપુરી, થેપલા, દહીં, લસ્સી, ચકરી, ચેવડો અને ખાખરા સાથે જામને બ્રેડ પણ. આ બધુ એક સાથે પેલીવાર. સલીમ મા ટે પણ પેલીવાર.એ ધીરજવાળો ખરો એટલે એ શાંત જ રહ્યો.

રેવા છેલ્લે પાણીનો જગ મુકવા આવીને બોલી ‘’બધા નાસ્તો કરીલો’’

રેવાના જવાની સાથે જ બધા તુટી પડ્યા.

નવશાદ; "વાહ !"

હુસેન; "મસ્ત છે."

આદમ; "જિંદગીમા પેલીવાર જોયુ આટલુ બધુ એકસાથે ખાવાનુ એ પણ નાસ્તામા".

ઇરફાન; "વાહ ! શુ અથાણુ છે.!"

[બધા ધરાયને નાસ્તો કર્યા. આંગળી ચાંટતા-ચાંટતા હાથ ધોયાને પાણી પી ને મોટો ઓડકાર કર્યો. પછી સલીમને અંશ નાસ્તો કરવા માટે ફ્રેશ થઇને ગોઠવાય છે એજ સમયે કાજલબા આવ્યા. બીજા મિત્રો તેમને જોયને બગીચામા ટહેલવા જતા રહ્યાને એ ત્રણ વાતો કરવા લાગ્યા.]

અંશ; "કાજલ મને થોડી નવાઇ લાગી."

કાજલબા; "કેમ વળી ?"

અંશ; "ભુત-પ્રેતને આત્માને પૈસાને સોનાનુ શુ કામ વળી ?"

કાજલબા; "બધા શરુ-શરુમા આમ જ વિચારતા પણ પચીસ વર્ષથી આમ જ થતુ આવ્યુ છે.આજ સીલસીલો ઝારી છે. હવે, કોઇ આ વિશે વિચારતુ જ નથી.અમે પણ નહી."

સલીમ; "કોઇ એ પાક્કુ કર્યુ એ ભુત જ છે ?"

કાજલબા; "ઘણા એ ભુત જોયુ છે ને ઘણીવાર ગામમા કોહરામ પણ મચાવે છે જ્યારે તેનુ ધાર્યુ ન થાય."

સલીમ; "શુ ?"

કાજલબા; "આખા ગામમા ફરે છે લોકોને મારે છે ને કોઇનો જીવ પણ જાય છે. રાજદરબારના પાછળ ના ભાગે જે તોડફોડ છે એ ભુતની જ છે."

અંશ; "ઓહ !"

કાજલબા; "તુ ગભારાઇશ નહી. મહેકને પાપા કશુ જ નહી થવા દે."

[રાજાસાહેબ મહેમાન ગૃહમા આ જ સમયે પ્રવેશતા બોલ્યા...]

નીરાબાપુ; "જી હા ! મારી દિકરી જુઠ નથી બોલતી. કોલ આવી ગયો."

[સલીમને અંશ આ વાત સાંભળીને એકબીજાની સામે જોવા લાગ્યા.]

બાપુ; 'જી હા બેટા!"

અંશ; "પણ શુ રાજાસાહેબ ?"

બાપુ; "બ ટા ! તેઓ એ ખુબ પૈસા માંગ્યા છે."

સલીમ; "ઝડપથી કેટલા ?"

બાપુ; "3 કરોડ"

અંશ; "વોટ ?"

બાપુ; "જી, એ ભુત છે તેને ખબર છે તુ ડૉકટર છે. તેણે પાંચ કરોડ માંગ્યા પણ પછી તે ત્રણ કરોડમા માની ગયા.

અંશ; "પણ ...આટલા બધા પૈસા આવશે ક્યાથી ?"

બાપુ; "એ પ્રશ્ન આપણૉ છે. તેનો નહી બેટા ! તેઓ કિંમત માંગે આપણા માણસને જીવિત મોકલવાની. આપણી ત્રેવડ હોય તો ચુકવીને લઇ આવવાનુ નહીતર ત્યા એ ગુલામ બની જાય."

કાજલ; "બાપુ, મહેકને કશુ ન થવુ જોયે."

બાપુ; "બેટા, હવે તુ જતી રહે જા." (કાજલબા જતા રહે છે.)

બાપુ; "બેટા,વ્યવસ્થા તારે કરવાની છે. જેટલા ઘટે એટલા મારા જોડેથી લઇ જજે."

અંશ; "જી [બાપુ જતા રહ્યા ]

સલીમ; "બાપુ આપણને રમાડે છે યા કોઇ બાપુને !"

અંશ; "જે હોય તે પણ મહેકને જીવિત પાછી લાવીને આ પ્રશ્ન હવે હંમેશ માટે સોલ્વ કરવો જ પડશે."

સલીમ; "આજે રાત્રે આપણી યોજના મુજબ...."

અંશ; "જી..."

હજુ દિવસની શરુઆત થઇ છે. આખો દિવસ ક્યા નીકાળવો.બધા વૃંદાવન જવા માટે નીકળે છે ને બીજા દિવસે સવારે આવશે એવુ કહે છે.

બાપુ ; 'જી'

અંશ; 'જી રાજાસાહેબ.'

બધા સલીમની રીક્ષામા ઘેર જાય છે રાતના પ્લાનને યાદ કરતા.

**************************

એ જ રાત્રે મહેકને ભુતપ્રેત દ્વારા ખુબ જ ડરાવે છે. મોટા-મોટા વાળ, મોટી-મોટી આંખો, મોટુ-મોટુ નાકને માથા પર બે શિંગડા.આત્માઓ આંટા મારે છે. એક મોટૉ ઓરડો છે. જેમા સોમાણસો ભરેલા છે. કોઇક-કોઇક ભુતની પણ છે. જે લાંબા વાળ, નાક, સાથે શીંગડા, મોટા નખ, કાન, વગેરે. આ બધા માણસોને હેરાન કરી રહયા છે. જેવા તેવાને તો આ લોકોને જોતા જ હદય બેસી જાય એવો તેનો દેખાવ છે.

એક ડાયન; 'હુ તારુ ખુન પી જાશ.'

બીજી; 'માણસો પાછળ દોડી રહી છે.'

ત્રીજી; 'મહેકના વાળ પકડ્યાને મહેકના કપડા ફાડ્યા. તેના વાળ વિખી નાખ્યાને તેના મોટા-મોટા નખ વડે મહેકના કોમળ ગાલ ઉપર મોટા નખ વડે ઉઝરડા પાડ્યા. બીજી ઘણી આત્મા આંટા મારે છે. કોઇ સફેદ તો કોઇ કાળા વસ્ત્રમા આંટા મારે છે. મહેક આ બધાથી ખુબ જ ડરી ગઇને હીબકા ભરીને રડવા લાગી.

મહેક; 'પ્લીઝ પ્લીઝ મને છોડી દો. મે તમારુ શુ બગાડ્યુ પ્લીઝ. બે હાથ જોડીને વિંનતી કરવા લાગી.'

ડાયન; 'પૈસા, પૈસા, તારો પતિ ડૉકટર છે. જે અમને માલમમાલ કરશે.'

ભુત; 'તને હુ મારીશ નહી હુ તને મારી રાણી બનાવીશ. તુ કેટલી ખુબ સુરત છે એમ કહી મહેકના ગાલને ચુમી લે છે.' બીજી આત્માઓ હસવા લાગી.

આ ઓરડામા મણસોના હાડપીંજર ટીંગાઇ છે. પશુઓના હાડપીંજર પણ છે. કોઇની ખોપરી,કોઇના પગ, કોઇના હાથ. આ મોટા ઓરડામા ધીમોધીમો ધુમાડૉ આવી રહ્યો છે. જાત-જાતના અવાજ આવી રહ્યા છે. ઓરડામા રહેલા માણસો ખુબ જ ડરી ગયેલા સહમી ગયેલા છે. ચાર આત્મા વારા ફરતી મહેકને પજવવા લાગી. તેના શરીરને ટચ કરવા લાગ્યા. તેને પપ્પીઓ કરવા લાગ્યા. આ બધુ જોઇ મહેક બેભાન થઇને પડી ગઇ.

બધા આત્મા જોર-જોરથી હસવા લાગ્યા. મહેકને મુકીને જતા રહ્યા. તે બીજા માણસોને પજવવા લાગ્યા. આ ઓરડામા રહેલા તમામને આત્મા પજવી રહ્યા. મહેક એક જ નહી ઘણા બેભાન થઇગયા. આ આત્માને ભુતપ્રેતને જોય ને !

આખી રાત બેભાન મહેક સવારમા આંઠ વાગે જાગીને જોયુ તો આ ઓરડામા બધા માણસો જ છે. ઓરડો બહારથી બંદ છે. ઘણા માણસો બેભાન તો કોઇ સુઇ રહ્યુ તો કોઇ આંટા મારી રહ્યુ. ઓરડાને જોતા જ અહીંની ભયાનકતાનો ખ્યાલ આવી જાયને કદીયે ન ડરનારા ભલભલા ડરી જાય તેવી સ્થિતિ. મહેક ગોળા પાસે ગઇને ગ્લાસ ભરીને પાણી પીધુને મનમા જ બોલી.

‘’ હે ઇશ્વર ! અંશને હિંમત આપજે કે એ મારા સુધી ગમે ત્યારે પહોચે એ ક્યારેય તુટે નહી. મને અહીંથી આઝાદ કરી શકેને બીજાને પણ આઝાદ કરાવી શકે. હે ઇશ્વર ! મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો’’(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Horror