સાક્ષી રહ્યો તું ચાંદ
સાક્ષી રહ્યો તું ચાંદ
જગના ચોકમાં
પ્રેમના પર્વનો અને વિરહની વેદનાનો
એક સાક્ષી રહ્યો તું ચાંદ,
ચાહે હિન્દુ હોય ચાહે ઇસ્લામ
આ બે ધર્મોનો પરમ તત્વ રહ્યો છે તું ચાંદ,
પાંચે મહા સત્તા હોય કે કોક વિકાસશીલ દેશ,
આ બધાય માટે એક રહસ્ય રહ્યો છે તું ચાંદ,
હોય કોઈ પાગલ દીવાનો કે પછી ધૂની વૈજ્ઞાનિક,
એમની બધી રાતોનો ઉજાગરો રહ્યો છે તું ચાંદ,
ડગ ડગ માંડી દુનિયા પહોચી ગઈ તારા લગી,
નીલ આર્મસ્ટ્રોંગથી શરૂ થયેલી યાત્રા પછી
એક યાત્રાધામ રહ્યો છે તું ચાંદ,
આટલો દૂર કેમ છે ? આવ થોડો નજદીક
મારીય પ્રેમયાત્રાનો એક સાક્ષી રહ્યો છે તું ચાંદ.