STORYMIRROR

Anand Gadhavi

Drama

4  

Anand Gadhavi

Drama

પંચાતિયા

પંચાતિયા

1 min
491

આણે એમ કર્યું ભાઈ ! તેણે તેનું તેમ કર્યું,

ધ્યાન બસ ધર્યું તે તો બીજાની પંચાતમાં.

નીકળ્યું અહીંથી કોણ કોણ ગર્યું પાછું એમાં,

લાખ રૂપિયાનું કર્યું બે પૈસા વિસાતમાં.           (૦૧)


કોણ કોનો ધણી એની વાત કિધી સુણી બીજે,

કર્યા કરે ટણી કાઢે અણી વાત વાત માં. 

ભણી બીજે બોલે બીજે ઘાણી કરે પારકાની ,

ઓછાં સાત ભેળવે છે એ તો વત્તા સાતમાં.      (૦૨) 


કળી ને કહે છે ફૂલ ઊખાડે બીજાંનાં મૂળ,

શૂળથી કરીને સળી રાજી થાય રોજડા.

ભુંડા સાથે ભળી બીજાં નબળાં ને જાય કળી, 

હળી મળી હૈયા હોળી કરી કરે રોકડા.            (૦૩)


એ ભાઈ ઓ બેન ! કચરાને નાખે કાને,  

સગાં બાપ નુંય જે માને નહિ નવરા.

સ્થાને સ્થાને હોય એ તો શેરી ચોક ગામે ગામે,

છેટા રહો બેટા ! એવાં છોકરી ને છોકરાં.           (૦૪)


Rate this content
Log in

More gujarati poem from Anand Gadhavi

Similar gujarati poem from Drama