ઉંચેરો માનવી
ઉંચેરો માનવી
હું મુઠ્ઠી ઉંચેરો માનવી થાઉં તો ઘણું
તું પણ મુજથી વધુ એક મુઠ્ઠી
ઉંચેરો માનવી થાય તો ઘણું.
થાય મને કે હું બનું કોઈકને ઉપકારક
માન તું કે ન બને કોઈ મારો ઉપકારક.
થાય કે કરું ભલાઈ બનું હું સાચો માનવ,
માન તું ભલાઈ લેવી એ છે નરી ગુલામી.
વાણી વર્તને નિખાલસ નાખુશ પ્રશંસાથી,
ન રાખ દ્વેષ બુદ્ધિ ભૂલીજા અપમાન સૌ.
નથી રસ વખાણ ઠપકામાં મનેકે કોઈને
ન તું ઈચ્છે બુરાઈ કોઈ ની, કે દુશ્મનની.
હું શાંત સંયત બનું, ના બન તું અધીર
જીવનના અકસ્માતથી બનીએ ભવ્ય.
હું તો બનું મુઠ્ઠી ઉંચેરો માનવી અને તું
પણ બન વધુ એક મુઠ્ઠી ઉંચેરો માનવી .