Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વાર છે
વાર છે
★★★★★

© Bharat Darji Aabhas

Inspirational

1 Minutes   13.4K    6


Content Ranking

આંગળીથી પ્રેમને જો માપવાની વાર છે,

તો હ્ર્દયમાં સાથિયાને પામવાની વાર છે.

મોક્ષ માટે કામ બાકી છે અમારા ઓ ખુદા,

શ્વાસ મારા એટલે તો આપવાની વાર છે.

સાવ ખોટી ફરફરે છે જે ધજા ભીતર બધે,

તો હવાની એ દિશાને જાણવાની વાર છે.

નામ ખોટા, જાપ ખોટા, છોડી માળા હાથથી,

આ હ્ર્દયમાં એ ખુદાને રાખવાની વાર છે.

સાંભળી મારી વ્યથાને આવશે એ દોડતી,

આ કબર માથે કફનને ઢાકવાની વાર છે.

મોક્ષ શ્વાસ કબર કફન ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..