Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Inspirational

3  

Sapana Vijapura

Inspirational

કારણકે હું મા છું

કારણકે હું મા છું

1 min
271


કલબલતી સવારે,

બળબળતી બપોરે કે

ઠીઠૂરાતી રાતે,

તું મને બોલાવજે,

કારણકે હું મા છુ.


ઝરમર વરસાદમાં,

કે કાળા ધોમ તડકામાં,

કે કડકડતી ઠંડીમાં,

તું મને બોલાવજે,

કારણકે હું મા છું.


સુખનાં સોનેરી સપનાંમાં,

કે દુઃખનાં ઘેરા વાદળોમાં,

કે કોઈ પણ સંકટ ગહેરામાં,

તું મને બોલાવજે,

કારણકે હું મા છું.


કલેજાનાં ટૂકડા,

યાદ રાખજે

હું હમેશા અહીં જ છું,

હું અહીં જ છું,

હું અહીં જ છું.

કારણકે હું મા છું મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational