Harshida Dipak

Inspirational


3  

Harshida Dipak

Inspirational


પરખાઈ ગઈ

પરખાઈ ગઈ

1 min 6.8K 1 min 6.8K

વાત વગડામાં બધે ફેલાઈ ગઈ 

કોણ જાણે કેમ એ પરખાઈ ગઈ 

જોયું નજર ઉંચી કરી આકાશમાં 

કોઈ દાનવની ગતિ વરતાઈ ગઈ 

ગીધની માફક બધા ટોળે વળે 

જાત એની અંતમાં સમજાઈ ગઈ 

પ્રેમ સઘળો પાથરે ધરતી ઉપર 

વાયરેથી વાત એ કહેવાઈ ગઈ 

શ્યામ છે તો શ્યામને તું શ્યામ કે 

શ્યામ કહેતા જીભ કાં અચકાઈ ગઈ 


Rate this content
Originality
Flow
Language
Cover Design