Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગાંધી જયંતિ
ગાંધી જયંતિ
★★★★★

© Shailesh Joshi

Inspirational Classics

1 Minutes   13.0K    2


Content Ranking

(રાગ- જહાઁ ડાલ ડાલ પર સોને કી ચિડિયા...)

એ પ્રગટી જ્યોતિ પોરબંદરથી બની પછી જે આંધી,

એનું નામ મોહનદાસ ગાંધી....

એ તો બન્યા મહાત્મા ગાંધી.

જેને ભારતની લાચાર પ્રજાને એક તાંતણે બાંધી...

એનું નામ મોહનદાસ ગાંધી....

એ તો બન્યા મહાત્મા ગાંધી.

જેણે સત્ય તણો સથવારો લઇ આ ભેટ ધરી આઝાદી... (૨) 

જેણે અહિંસાનો આધાર લઇ કરી અંગ્રેજની બરબાદી... (૨) 

જેણે સત્ય-અહિંસાની સોય વડે આ સ્વતંત્રતાને સાંધી....

એનું નામ મોહનદાસ ગાંધી....

એ તો બન્યા મહાત્મા ગાંધી.

એ તો મુઠ્ઠીભર મીઠાને કાજે ગયાં ચાલતાં દાંડી... (૨)

એનાં પગલે-પગલે પ્રજા ભારતની થઇ ઘેલી ને ગાંડી... (૨)

એની લાકડી સામે ગોરાની બંદૂક પડી ગઈ ઝાંખી...

એનું નામ મોહનદાસ ગાંધી...

એ તો બન્યા મહાત્મા ગાંધી...

ગાંધી જયંતિ ગીત પોરબંદર મહાત્મા અહીંસા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..