STORYMIRROR

डॉ गुलाब चंद पटेल

Drama

3  

डॉ गुलाब चंद पटेल

Drama

હે પ્રિયા એવું પણ બને

હે પ્રિયા એવું પણ બને

1 min
434

મારી આંખોની પાપણ આંસુઓથી ભીંજાઈ જાય એવુ પણ બને, 

તારા વિરહની વેદનામાં, પ્રેમનું ઝરણું સુકાઈ જાય એવું પણ બને,


જન્મદિન પર તે આપેલ ભેટ ક્યાંય ખોવાઈ જાય એવું પણ બને, 

તે મોકલેલ ઈમેઇલ ક્યાંય ડિલીટ થઈ જાય એવું પણ બને,


તારી આંખોના તેજ કિરણોથી આંખ અંજાઇ જાય એવું પણ બને, 

તારા પ્રેમના એસ.એમ.એસથી મારું દિલ વિધાઈ જાય એવું પણ બને,


તારા માટે રચેલ સ્વપ્ન મહેલ ક્યાઈ તુટી જાય એવું પણ બને, 

દરિયાના મોજાની જેમ ઉછળતી ઉર્મિઓ ક્યાંય સમાઈ જાય એવું પણ બને,


તારો કમળની જેમ ખીલેલો ચેહરો ક્યાંય શરમાઈ જાય એવું પણ બને, 

ગુલાબ તારા પ્રેમના ઉપવનમાં ક્યાંય ખોવાઈ જાય એવું પણ બને,


મોરની પીછી બની મુગટમાં ક્યાય શોભા બની જાય એવું પણ બને,

તારા મેઘધનુષ્ય રંગોથી હું ક્યાય રંગાઈ જાઉં એવું પણ બને,


ગોકુળની ગોપીઓની જેમ ક્યાંય તારી રાહ જોઈ રહું એવું પણ બને,

રાધા તારી સંગ સંગ ક્યાંય રાસ રમું એવું પણ બને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama