હે પ્રિયા એવું પણ બને
હે પ્રિયા એવું પણ બને
મારી આંખોની પાપણ,
આંસુઓથી ભીંજાઈ જાય,
એવુ પણ બને.
તારા વિરહની વેદનામાં,
પ્રેમનું ઝરણું સુકાઈ જાય,
એવું પણ બને.
જન્મદિન પર તે આપેલ ભેટ,
ક્યાંય ખોવાઈ જાય,
એવું પણ બને.
તે મોકલેલ ઈમેઇલ ક્યાંય,
ડિલીટ થઈ જાય,
એવું પણ બને
તારી આંખોના તેજ કિરણોથી,
આંખ અંજાઇ જાય,
એવું પણ બને.
તારા પ્રેમના એસ.એમ.એસ,થી,
મારું દિલ વિધાઈ જાય,
એવું પણ બને.
તારા માટે રચેલ સ્વપ્ન મહેલ,
ક્યાઈ તુટી જાય,
એવું પણ બને.
દરિયાના મોજાની જેમ ઉછળતી,
ઉર્મિઓ ક્યાંય સમાઈ જાય,
એવું પણ બને.
તારો કમળની જેમ ખીલેલો,
ચેહરો ક્યાંય શરમાઈ જાય,
એવું પણ બને.
ગુલાબ તારા પ્રેમના ઉપવનમાં,
ક્યાંય ખોવાઈ જાય,
એવું પણ બને.
મોરની પીંછી બની મુગટમાં ક્યાય,
શોભા બની જાય,
એવું પણ બને.
તારા મેઘ ધનુષ્ય રંગોથી,
હું ક્યાય રંગાઈ જાઉં,
એવું પણ બને.
ગોકુળની ગોપીઓની જેમ,
ક્યાંય તારી રાહ જોઈ રહું,
એવું પણ બને.
રાધા તારી સંગ સંગ,
ક્યાંય રાસ રમું,
એવું પણ બને.
