STORYMIRROR

डॉ गुलाब चंद पटेल

Abstract

3  

डॉ गुलाब चंद पटेल

Abstract

ચપટી ભરી કંકુ

ચપટી ભરી કંકુ

1 min
328

ચપટી ભરી કંકુ ને, 

ચંદનનો ચાંદલો,


સત્સંગની જોડ લઈ ને રે, 

હાલો હાલો અક્ષરધામ જઈએ રે,


સામેની શેરીએથી સહજાનન્દ આવે, 

વાઘાની જોડ લઈ ને રે,.... હાલો.. હાલો 

ચપટી ભરી કંકુ ને....


સામેની શેરીએથી ગુણાતીતનંદ આવે, 

ફૂલડા લઇ ને જઈએ રે, 

હાલો હાલો અક્ષરધામ જઈએ રે, 

ચપટી ભરી કંકુ ને.... 


સામેની શેરીએથી ભગતજી આવે, 

તુલસીની માળા લઈને રે,

હાલો હાલો અક્ષરધામ જઈએ રે,

ચપટી ભરી કંકુ ને... 


સામેની શેરીએથી શાસ્ત્રીજી આવે,

ફૂલમાળા લઈને જઈએ રે,

હાલો હાલો ગુરુ ને વધાવીંએ રે,

હાલો હાલો અક્ષરધામ જઈએ રે,


સામેની શેરીએથી યોગીજી આવે, 

ધોતીઓની જોડ લઈને રે,

હાલો હાલો અક્ષરધામ જઈએ રે,

ચપટી ભરી કંકુ ને.. 


સામેની શેરીએથી પ્રમુખસ્વામી આવે, 

ઢોલ નગારા લઈને જઈએ રે,

હાલો હાલો અક્ષર ધામ જઈએ રે, 

ચપટી ભરી કંકુ ને.. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract