STORYMIRROR

डॉ गुलाब चंद पटेल

Inspirational

3  

डॉ गुलाब चंद पटेल

Inspirational

ગુરુવાણી

ગુરુવાણી

2 mins
100

પ્રમુખ પારસમણિ 

જેમ નાગ પાસે હોય છે નાગ મણિ 

ગુરુ છે મારા પ્રમુખ પારસમણિ 

બાગ માં સુંદર ગુલાબ ખીલ્યું છે

ગુરુ નું મે સુંદર દર્શન ઝીલ્યું છે

ભક્તિભાવ થી દુનિયા લાગે છે સારી 

મારા ગુરુ ના ગુણે રિઝ્યા છે ગિરધારી 

દિલ ગુરુ તમને કર્યું છે અર્પણ 

જીવન તમે આખું કર્યું છે સમર્પણ 

હિન્દુ ધર્મનું તમે નામ વધાર્યું છે

ગુજરાત ગરવી નામ અપાવ્યું છે 

એકાવન પછી આવે છે બાવન 

અઢી લાખ ઘરો ને કર્યા છે પાવન 

અગિયાર સો મંદિર ના ચમકે છે આરસ 

સત્તર હજાર ગામ પામ્યા છે તમારો સ્પર્શ 

નરેન્દ્ર મોદી માં વાત્સલ્ય ભાવ જગાડયો

પિતા ગુમાવ્યા નું દુખ એમને લગાડ્યું.


નથી હું કોઈ મંત્રી કે સાંસદ 

જન્મ સ્થાન છે ગુરુનું ગામ ચાણસદ

વર્ષા ઋતુ જેમ મેઘની રાહ જોતી 

ગુરુ પિતાનું નામ છે ભાઈ મોતી

રોટલી મને ભાવે છે ઘી વાળી

ગુરુ માતાનું નામ છે બા દિવાળી 

ગુરુ એ જન્મ લીધો સાત બાર એકવીસ 

દિક્ષા મળી એકએક ઓગણીસો ચાલીસ 

સ્વામિ નારાયણ ના રંગ છે ખૂબ રેલાવ્યા

સંસ્થા અક્ષર પુરુષોતમ ના પ્રમુખ નિમાયા 

જીવન માંગુરુ એ ખૂબ વેઠયું છે દુ:ખ

બીજાના સુખમાં માન્યું છે એમણે સુખ 

નથી ખાધી કો દિ દૂધ મલાઈ 

માની બીજાની ભલાઈ માં ભલાઈ 

આ તો અવતરયો હતો મેઘદૂત 

પારસમણિ અવતાર હતો શાંતિદૂત 

પ્રમુખ સ્વામિ છે મારા ધર્મ ગુરુ   

39 વેદ લક્ષણ છે એ વિશ્વ ગુરુ 

પ્રમુખ પદની મંજિલ કાપી બહુ લાંબી 

મંદિર બનાવ્યું યુ એ ઇ અબુધાબી

પુષ્પ પ્રેમતણું પ્રતિક છે 

ગુરુ મારા પ્રભુતણા પ્રતિક છે 

મન મારૂ બહુ છે ચંચલ 

ગુરુ મારા છે સાદા ને સરલ

ભાવે છે મને સુરણના કબાબ 

સાતલાખ પત્રોનો આપ્યો ગુરુ એ જવાબ 

અગિયાર સો મંદિર નિર્માણ કર્યા છે 

નારાયણ સ્વરૂપ એવું નામ ધર્યું છે 

વિશ્વ વંદનીય મારા ગુરુ વિરલ છે 

નમ્રતા શિસ્ત સાદાઈ ને નિર્માલ્યપણું છે 

ગાંધીજી એ આઝાદી માર્ગ બતાવ્યો 

ગુરુ એ આધ્યાત્મિક માર્ગ દીપાવ્યો 

કૂદકે ને ભૂસકે વધે છે ભાવ   

ગુરુ મારા છે સર્વ ધર્મ સમભાવ

જીવન તમે જીવો ધર્મયુક્ત

ગુરુ એ બનાવ્યા વ્યસન મુક્ત 

પ્રમુખ મારા ગયા છે યાત્રા અનંત 

હરિભક્ત ગુલાબ ને ગમે છે સત્સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational