STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational Children

4  

KANAKSINH THAKOR

Inspirational Children

જંગલમાં હોળી

જંગલમાં હોળી

1 min
385

જંગલનાં ખૂણે ખૂણે આજ 

થઈ છે બહુ જ તૈયારી

હોળી આવી,હોળી આવી 

રંગોથી ભરી સૌએ પિચકારી 


હાથીભાઈ તો બહુ હરખાતા 

સૂંઢમાં પાણીથી પલાળતા

કૂતરાભાઈ લાવ્યા કેસૂડો 

કેસૂડાનો રંગ સૌને લગાડતા


ખજૂર ધાણીની થઈ ખરીદી

સૌએ તૈયારી કરી સારી

હોળી આવી,હોળી આવી 

રંગોથી ભરી સૌએ પિચકારી

 

શિયાળ તો પાકો રંગ લાવ્યું 

ગધેડાને કરવાં કાળો ડિબ્બાંગ

વાંદરાભાઈ તો ઢોલ વગાડે

ઢોલ વાગે ઢિબ્બાંગ ઢિબ્બાંગ


સિંહણ આવી રમવા હોળી 

સાડીમાં એતો લાગે પ્યારી

હોળી આવી,હોળી આવી 

રંગોથી ભરી સૌએ પિચકારી


સસલાએ હોળી પ્રગટાવી 

ભેગા કર્યા લાકડાને છાણા

સૌ જંગલવાસી આજ તો

ગાવા લાગ્યા હોળીના ગાણાં 


ગેંડાભાઈ ને ગારામાં નાખ્યાં 

વાઘે કરી મજાક બહું ભારી

હોળી આવી, હોળી આવી 

રંગોથી ભરી સૌએ પિચકારી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational