STORYMIRROR

Nisha Shah

Classics

3  

Nisha Shah

Classics

અણસાર

અણસાર

1 min
1.1K


પેલી કોયલ ટહુકી ને મેં જાણ્યું

કે રૂતુરાજ આયો વસંતરાજ આવ્યો રે.


ક્યાંક મોરલો ટહુક્યો ને મેં જાણ્યું

કે રૂતુરાણી આવી રે વર્ષારાણી આવી રે.


એક કૂકડે કર્યું કૂકડે કૂક મેં જાણ્યું

કે સૂરજદાદા આવ્યા રે ઉષારાણી આવી રે.


એક તારલો ટમક્યો ને મેં જાણ્યું

કે ચાંદામામા આવ્યા રે નિશારાણી આવી રે


ઓલ્યો કાગ આવ્યો ને મેં જાણ્યું

કે મહેમાન આવશે ને મહેમાન આવ્યા રે


ઓલ્યા ઝાંઝર રણક્યા ને મેં જાણ્યું

નાર નવેલી આવી રે મનની માનુની આવી રે


આજ મોંઘા અત્તર મહેંકી ઉઠ્યા મેં જાણ્યું

કે સાજન સલુણા મનનાં માનેલ આવ્યા રે


ક્યાંક લાકડીનાં ઠપકા સાંભળ્યાને જાણ્યું

કે વહાલા દાદા આવ્યા રે દાદા આવ્યા રે


સાથે કંકણનો રણકાર સાંભળ્યો ને જાણ્યું

કે સાથે દાદી આવ્યા રે મા આવ્યા રે


કાલીઘેલી કીકીયારી સાંભળીને જાણ્યું

કે બાળુડા આવ્યા રે બચ્ચાઓ ભેટ્યા રે


ત્યાં તો શેરીમાં શ્વાનો રડ્યાને જાણ્યું

કે યમરાજ આવ્યા રે તેડું આવ્યું રે


કંઇ કેટલાય અણસારો સાંભળ્યા ને જાણ્યું

કે આતો છેલ્લો અણસાર છે છેલ્લો અણસાર રે


મેં આંખનાં પલકારે દીધો છેલ્લો અણસાર

કે વહાલો લેવા આવ્યો રે વહાલો આવ્યો રે!


Rate this content
Log in

Similar gujarati poem from Classics