Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manu V Thakor

Inspirational

2.1  

Manu V Thakor

Inspirational

ગામડું

ગામડું

1 min
7.8K


ગામડું હૈયે ગુંજતુ મારા,
આ શહેર ક્યાંથી ફાવે?
સોહામણા એ સ્વર્ગને મારા
શહેર લૂંટી જાવે.

પાદર પીંપળે ઝૂમતા ભેરુ,
આંબલી પીંપળી રમતા,
પંખીઓ સાથે સૂર પુરાવી,
ગીત મજાના ગાતાં.

આ આનંદમેળા મ્હાલવા ભેરુ
અમને નહી ફાવે,
ગામડું હૈયે ગુંજતુ મારા,
આ શહેર ક્યાંથી ફાવે?

રમતા રહેતા ગિલ્લીદંડા,
લખોટી ને ભમેડા,
ઘુમતા દિ'ભર લઇને ભેરુ
સાઇકલ કેરા પૈડાં,

આ વીડિયો ગેમનાં ચેડા ભેરુ
અમને નહી ફાવે,
ગામડું હૈયે ગુંજતુ મારા, 
આ શહેર ક્યાંથી ફાવે?

નદી-તળાવે ઢીમકા મારી
સંગમા કેવા નાહતા,
વડની વડવાઇએ કેવા
હીંચકા મજાના ખાતાં!

આ સ્વિમીંગપુલના સ્નાન ભેરુ;
અમને નહીં ફાવે,
ગામડું હૈયે ગુંજતુ મારા,
આ શહેર ક્યાંથી ફાવે?

સંગ ભેરુની સીમ-શેઢાએ,
બોરડી બોરા ખાતાં,
ભવાઈ, નાટક, નટ, મદારીનાં,
ખેલ જોવા જાતાં. 

આ સિનેમાની સોબતે ભેરુ,
પોપકોર્ન ક્યાંથી ભાવે,
ગામડું હૈયે ગુંજતુ ''મનન",
આ શહેર ક્યાંથી ફાવે?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational