STORYMIRROR

HARDIK JOSHI

Inspirational Others

3  

HARDIK JOSHI

Inspirational Others

ગાંધીબાપુ

ગાંધીબાપુ

1 min
27.3K


હે... જેનો જન્મ થયો ગુજરાતમાં રે,

જેની જન્મભૂમી પોરબંદર રે ,

લાઠી વગર, બંદુક વગર અંગ્રેજોને

ભારતમાંથી ભગાડ્યા રે.


જેમણે અમદાવાદમાં સ્થાપ્યો આશ્રમ,

સાબરમતી નદીને કાંઠે રે,

જેઓ પહેરતા હતા ખાદી અને રહેતા,

સાદી ઝુંપડીમાં રે.


જેણે સાબરમતીથી મીઠાનો સત્યાગ્રહ કર્યો,

જેની સાથે ચોર્યાસી લોકો રે,

જેનું બાળપણ ખેલકૂદમાં ગયું,

વિદ્યા લીધી ઈંગ્લેન્ડમાં રે.


જેણે કોમી એકતાનો ડંકો વગાડ્યો,

ઘર ઘરમાં ખાદી લાવી રે,

જેણે સુત્ર આપ્યું, જે આજે ઘર ઘરમાં બોલાય રે

અહિંસા પરમો ધર્મ રે.


જયારે બાપુને બંદુકની ગોળી વાગી,

ત્યારે અંત સમયે ‘હે રામ‘ બોલિયા રે,

હે... જેનો જન્મ થયો ગુજરાતમાં રે,

જેની જન્મભૂમી પોરબંદર રે.


Rate this content
Log in

More gujarati poem from HARDIK JOSHI

Similar gujarati poem from Inspirational