STORYMIRROR

Mahebub Sonaliya

Inspirational

3  

Mahebub Sonaliya

Inspirational

બિનજરૂરી બોલવું છોડ્યા કરો

બિનજરૂરી બોલવું છોડ્યા કરો

1 min
27.7K


બિનજરૂરી બોલવું છોડ્યા કરો,

યોગ્ય ટાણે મૌન પણ તોડ્યા કરો,


નમ્ર રહેવાને ગણે કાયર બધાં,

હાથ સૌ સામે નહીં જોડ્યા કરો,


સુખની કિંમત થાય છે પીડા થકી,

દર્દને નાં આમ તરછોડ્યા કરો,


શીખવે છે એટલું બસ આ સમાજ,

આંખ પર પાટા મુકી દોડ્યા કરો,


બાળપણ ચાલ્યું જશે પળવારમાં,

ચોપડામા આંખ ના ફોડયા કરો,


કિંમતી 'મહેબુબ' છે એનાં સ્મરણ,

પાઇ પાઇ જેમ એ જોડ્યા કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational