STORYMIRROR

Karan Mistry

Classics Drama

5.0  

Karan Mistry

Classics Drama

મન

મન

1 min
1.2K


કેવું આ મન જે આખા જગને ચકરાવે ચડાવે

ઘડીક આમ તો ઘડીક તેમ, એમ બધાને રઝડાવે


વિચારોનાં વમળમાં અંદર કેટકેટલુંય સમાવીને

ભલભલા માણસને એના તાલને જોરે નચાવે


વાંદરાની જેમ ઉછળતું કૂદતું ક્યાંય પહોંચી જાય

એક પળમાં આપણેને આખીય ફિલ્મ બતાડે


મન ના હોત તો શુ થાત અને છે તો એ શું છે

હારી બેઠાં માનવી ને એ પથારીમાંથી ઉઠાડે


જો ક્યાંય અટકે તો ઘડીભરમાં આગળ વધારે

ક્યારેક સુનું તો ક્યારેક ચંચળ એવું આ મન!


Rate this content
Log in

Similar gujarati poem from Classics