Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Inspirational Others

2  

BINAL PATEL

Inspirational Others

પ્રેમાળ કુટુંબની વાત

પ્રેમાળ કુટુંબની વાત

1 min
345


સમય-સમયની વાત છે દોસ્ત,

ચોવીસ કલાકમાં જિંદગી બદલી નાખે,

સવાર પડે ત્યાં તો કોઈક અલગ જ દુનિયામાં,

પરદેશમાં રહેતા સંતાનો માટેની વાત છે.


પરિવાર ને કુટુંબ સાથેનો એ પ્રેમ બહુ વિસરાય,

માતા-પિતા ને ભાઈ સાથેનો એ લગાવ બહુ વિસરાય,

રોજ ફરતા-હરતા ને મોજ કરતા,

'મા'ના હાથનું ભાણું તો બહુ જ યાદ આવે,


ભાઈ સાથેનો એ મીઠો ઝગડો ને પછી ભરપૂર પ્રેમ,

બહુ જ સહજતાથી છોડી દીધેલો દેશ,

પરદેશની ધરતી પરની એ પશ્ચિમી હવા,


દોસ્ત, બધું જ ધીમે-ધીમે બદલાઈ જાય,

દિવસ-રાતનાં ફરક, હવા-પાણીના ફરક,

મોસમ પણ કાંઈક અલગ ને માનવીઓની તો શું વાત કરું ?


મેટ્રોની સવારીને સોની ઝડપે ચાલતા કાળા માથાના રોબર્ટ,

સોમથી શુક્ર બસ કામ પાછળ, શનિ-રવિ આરામ પાછળ,

જિંદગી જાણે બસ સાવ એકલવાયી થઇ ગઈ હોય ને એવું લાગે,

પોતિકાઓના ચહેરા ને એમના અવાજ સાંભળવાની તો જાણે તલપ લાગે,


સાહેબ,

બહુ બધી બદલી નાખે આ સમય.

શું કહેશો ?



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational