યથાર્થ ગીતા-૧
યથાર્થ ગીતા-૧


कुरुक्षेत्रे समवेता युयुत्सवः।मामकाः।पाण्डवाश्चौव किमकुर्वत संजय।।१।।
અનુવાદ-ધૃતરાષ્ટ્ સંજયને પુછે છે કેધર્મક્ષેત્રે રૂપ કુરુક્ષેત્રેમાં યુધ્ધ માટે એકઠા થયેલા મારા પુત્રો તથા પાંડવો શું કર્યું?.
સમજ : ધૃતરાષ્ટ્ અજ્ઞાન અને સંજય એ સંયમ. અજ્ઞાન, મનની અંદર ઊંડે ઊંડે રહે છે. અજ્ઞાનથી આવૃત મનવાળા ધુતરાષ્ટ્ર જન્મથી અંધ છે. પરંતુ તે સંયમરૂપી સંજયના માધ્યમથી જુએ છે- સાંભળે છે એ સમજે છે ખરો કે પરમાત્મા સત્ય છે, તો એના પોતાની ઉત્પન્ન થયેલી મોહરૂપી દુર્યોધન જીવિત છે ત્યાં સુધી એની દ્રષ્ટિ હંમેશા કૌરવો એટલે કે વિકારો ઉપર રહે છે. ધર્મ એક ક્ષેત્ર છે હૃદય દેશમાં દૈવી સંપતિ વિપુલ પ્રમાણમાં હોય છે ત્યારે આ શરીર ધર્મક્ષેત્ર બની જાય છે અને જ્યારે એમાં આસુરી સંપત્તિ વિશેષ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે કુરુ એટલે કરો. આ શબ્દ આદેશાત્મક છે.
શ્રીકૃષ્ણ કહે છે, પ્રકૃતિથી ઉત્પન્ન ત્રણ ગુણો દ્વારા પરવશ માનવી કર્મ કરે છે ,તે એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ત્રણે ગુણો તેની આસપાસ કરાવી લે છે. સુઈ જાઓ તો પણ કર્મ બંધ થતું નથી. નિદ્રા પણ સ્વસ્થ શરીરનો ખોરાક માત્ર છે. ત્રણે ગુણ મનુષ્યને, દેવતાથી કીટ સુધીના શરીરમાં બાંધે છે. જ્યાં સુધી પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન ગુણ હયાત છે, ત્યાં સુધી કુરુ રહશે. આમજન્મ -મુત્યુનું ક્ષેત્રે, વિકારોનુ ક્ષેત્રે કુરુક્ષેત્રે છે.
પરધર્મ પરમાત્મામાં પ્રવેશ
આપનાર પુણ્યમયી પ્રવૃતિઓ પાંડવોનું ધર્મક્ષેત્ર છે, પુરાતત્વવિદો પંજાબ, કાશી, પ્રયાગના મધ્ય ભાગ તથા અનેક વિવિધ સ્થળોએ કુરુક્ષેત્ર શોધી રહ્યા છે, પરંતુ ગીતાકારે સ્વયં યુદ્ધનું ક્ષેત્ર ક્યાં છે તે બતાવી છે इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते।। અર્જુન શરીરજ ક્ષેત્ર છે અને જે તે જાણે છે એનો અર્થ સમજી લે છે તે ક્ષેત્રજ્ઞ છેઆગળ એમણે ક્ષેત્રેનો વિસ્તાર બતાવ્યો .
એ મો દશ ઈન્દ્રિયો, મન બુદ્ધિ અહંકાર, પાંચ વિકાર અને ત્રણ ગુણોનું વર્ણન છે. શરીરજ ક્ષેત્ર છે, એક અખાડો છે. એમ સતત લડી રહેલી પ્રવૃત્તિઓમાં બે : દેવી સંપદ અને આસુરી સંપદ. પાંડુના સંતાન અને ધૃતરાષ્ટ્ના સંતાન સજાતીય અને વિજાતીય પ્રવૃત્તિઓ. અનુભવી મહાપુરુષના આશ્રય જવાથી આ બંને પ્રવૃત્તિઓના સંઘર્ષ અંગે માર્ગદર્શન મળે છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રેજ્ઞ વચ્ચેનો સંઘર્ષ છે અને આજ વાસ્તવિક યુદ્ધ છે વિશ્વ યુદ્ધોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે. પરંતુ એમાં જીતનારને પણ શાશ્વત વિજય મળતો નથી. આતો પારસ્પરિક બદલાની વૃત્તિ છે.
પ્રકૃતિનું સંપૂર્ણ તયા શમન કરીને, તેનાથી અતિરિક્ત સત્તા દિગ્દર્શન કરવું અને એમાં પ્રવેશ મેળવવો એ જ સાચો વિજય છે. આ એકજ વિજય એવો છે જેમાં હાર નથી. આ મુક્તિ છે, જેની પાછળ જન્મ-મૃત્યુનું બંધન નથી. આ રીતે અજ્ઞાન ગ્રસ્ત પ્રત્યેક મન સંયમથી જાણે છે કે ક્ષેત્રે ક્ષેત્રજ્ઞના યુદ્ધમાં શું થયું? સંયમ જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
(ક્રમશ)